સમાધાન….


સમાધાન ….
આ શબ્દ આમતો જન્મતાવેંત આપણા જીવનમાં આવી જાય છે પણ એનો ખરો અર્થ આપણને આયુષ્યનો પ્રથમ દાયકો વિતાવ્યા પછી ધીરે ધીરે સમજ પડે છે .અને જિંદગીની ગાડી જેમ જેમ આગળ વધે તેમ સમાધાનનું સ્વામિત્વ વધતું જાય અને ક્યારેક તો સમાધાન જ બાકી રહી જાય ….આ અર્થ આપણી ઈચ્છાઓ સાથે સમાધાન કરવાની છે પણ મારે એ સમાધાનની વાત કરવી છે જે આપણે આપણી જાત સાથે કરવું જોઈએ અને નથી કરતા તેની …
એક તરતના જન્મેલા બાળકના મોમાં દાંત નથી હોતા .મતલબ કે એનું કોમળ પેટ જે પચાવી શકે એ માતાનું દૂધ ,પાણી કે પ્રવાહી આપી શકાય .એને ધીરે ધીરે દુનિયા સાથે ટેવાવું પડે .પછી દન્તુડી ફૂટે એટલે થોડુક સમઘન દ્રવ્ય ખવડાવવાનો વખત આવી ગયો .અને પછી ધીરે ધીરે એનો શારીરિક વિકાસ વેગ પકડે .દ્રશ્ય ,શ્રાવ્ય ,ઘ્રાનેદ્રિય ,સમજશક્તિ બધું ઉત્તરોત્તર વિકાસ પામે ..અહીં જોશનું પ્રમાણ હોશ કરતા વધારે હોય .દુન્યવી અનુભવોથી વ્યક્તિત્વ એક બદલાવ સાથે સતત ઘડાયા કરે .દરેક અનુભવ સારો કે ખરાબ વ્યક્તિને પલોટે ..અહીં શૈક્ષણિક ગ્રાફ નહીં સમગ્ર વ્યક્તિત્વની વાત છે .
આ ગાળા પછી જીવનમાં બધે એક સ્થિરતા આવે ..લગ્ન ,કુટુંબ ,વ્યવસાય બધું થોડું સ્થિર થાય એટલે વિકાસ થોડો સમથળ બનવા માંડે ..એટલે કે પહાડી ઝરણું મેદાનમાં આવીને મોટી નદી બને પણ તેનું તોફાન શમે અને ઊંડાણ આવે એ રીતે …જીવન શીખવાડે છે કે ગતિ સાથે ઊંડાણનો સંબંધ શું છે ???ગતિ ભલે મંદ હોય પણ ઊંડાણ અને અનુભવથી એક બીજ વટવૃક્ષ બની શકે …અહીં ગતિ અને વિકાસ સાથે સમાધાન કરીએ તો જ યોગ્ય ….
હવે શરીરનો સાથ ધીરે ધીરે ઓછો થવા લાગે છે …ઉત્તરાર્ધની પ્રતીતિ થાય છે .આંખે ઝાંખપ આવે એટલે બેતાલાનો સમય એ કહે છે કે દેખ્યાના ઝેર થી બચવું હોય તો દેખવું નહિ અને દાજવું નહીં …હવે રામાયણ વાંચીને પોતાના અને નવી પેઢીના ઘડતરના સહભાગી થઈએ ( જાણું છું કે આ શક્ય નથી ..અને એને શક્ય કરવાનો પ્રયત્ન પણ અધીરાઈ થી પીડાતી નવી પેઢી નહીં કરવા દે )…
કાન માં ઇઅરફોન પહેરો :પણ જેટલું ઓછું સંભાળશે એટલું ઓછું દુખ થશે …અને મનદુઃખ પણ નહીં થાય ( મતલબ આંખ આડા કાન કરો )….
હાથમાંની ૧૦૮ મણકાની માળા કરવામાં ઓછો વિક્ષેપ આપણા લાભાર્થે હોઈ શકે પણ ના આવું કરાય ???
નાના મોટા તમામ દર્દોનું વાવેતર જુવાનીની જીવનશૈલી કરતી જાય છે પણ આપણે બેધ્યાન હોઈએ તો !!!ચોકલેટથી સડેલા દાંત તો ઠીક પણ મોટી વયમાં ડેન્ચર પહેરીની ખાવા પીવાનો શોખ કરતી વખતે થોડુંક વિચારીએ :દાંત પડે એટલે દાંતથી ચાવવું પડે એવું ખાવાનું ઓછું કરી ક્રમશ: ઓછું કરીએ તો વધતી વયને લીધે ક્ષીણ થતું જઠર ,આતરડું ,મળમાર્ગને થતી સમસ્યાઓ ઘણા અંશે નિવારી શકો …ભૂલતા નહીં આ ગોઠવણ કુદરતની જ છે .ઓછા મસાલા અને સાદું ભોજન બનાવવા જેટલી શક્તિ તમે કસરત કરીને જુવાનીમાં શરીર કેળવ્યું હશે તો રહેશે જ ..આંખ કાનની સોબત ઓછી હશે તો વાણીનો સંયમ સુલભ જ રહેશે ..
” ઓહ ડીઅર !! આઈ કાંટ બીલીવ ધેટ યુ આર હેવિંગ અ ડોટર ઓફ સિક્સટીન ઇઅર્સ !!!” આવા વાક્યો સાંભળીને હરખાવા માટે પહેરતા ડેન્ચર ,ડાઈથી કાળા કરેલ વાળ ,કોન્ટેક્ટ લેન્સ લેસર ટેકનોલોજી થી થતી સ્કીન સર્જરી આખરે તો આપણું કુદરતી જીવન ખેરવી દે છે એ મોહાંધ આપણે સમજી નથી શકતા ..
આપણા આશ્રિત સંતાનોને નાનપણથી એવી રીતે કેળવો એ મોટા થઈને એ કોઈના આશ્રિત ના બને ખુદ માતા પિતાની મિલકતના પણ નહીં !!!! અને વૃદ્ધાવસ્થા એ એવી અવસ્થા છે કે જ્યાં તમારી બચત ખરેખર તમારે તમારા આરામ માટે વાપરવી જોઈએ જેથી પાછલી જિંદગીમાં પરાધીન ના થવાય !!!
આ વાત સમાધાન ક્યાં ક્યાં કરીએ છીએ એની નથી પણ સમાધાન કેમ કરવું પડે છે એની છે !!!! થોડી તરંગી લાગે પણ શાંતિ થી વિચારતા સાચી પણ લાગશે !!!

Advertisements

2 thoughts on “સમાધાન….

 1. સમાધાન એટલે પરિસ્થિતિનો અનિચ્છાએ કરવો પડતો સ્વીકાર.

  સંયમ એટલે કોઈ પણ પરિસ્થિત્તિ દરમ્યાન પોતાની જાત પર કાબુ.

  જે લોકો સંયમ ન સાધી શકે તે લોકોએ સમાધાન શીખવું જોઈએ. જો સમાધાન પણ ન આવડે તો પછી પરાજય નિશ્ચિત હોય છે.

  ઉત્તરાવસ્થા આવવી તે પ્રત્યેક જીવ માટે વાસ્તવિકતા છે. ઉત્તરાવસ્થાનો ગરિમાપૂર્ણ સ્વીકાર અને અવસ્થા મુજબ રુચી, ટેવોમાં બદલાવ લાવવો જરુરી હોય છે. જે લોકો સમય સાથે બદલાતાં નથી સમય તેને બદલી નાખે છે.

  બુઢ્ઢા હોગા તેરા બાપ ફીલ્મમાં સારુ લાગે પણ વાસ્તવિક જીવનમાં તો શરીર અવસ્થા પ્રમાણે જવાબ દઈ જ દેતું હોય છે.

  વિચારપૂર્ણ વિચારવા લાયક લેખ.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s