એકલતાની પીડા …


ક્યારેક તમે એકલા પડી ગયા છો ???
ના આ ઘર કે શાળામાં કે કશે પ્રવાસમાં એકલા પડવાની વાત નથી .બસ તમે આમ તો બધા સાથે હોવ છો પણ વૈચારિક રીતે તમે એકલા પડી ગયા હો ???મને મારા શાળા જીવનનું અગિયારમું ધોરણ યાદ આવી ગયું …એક દિવસ વાઈસ પ્રિન્સીપાલ સાહેબ અંગ્રેજી વ્યાકરણ ભણાવતા હતા …હુઝ ,હુમ કે હુનો ઉપયોગ કરી વાક્યને ફરી લખવાનું હતું …સાહેબ દરેક વિદ્યાર્થીને પૂછતા હતા …બધાએ પોતાના વિકલ્પો આપ્યા …પાછળથી સાહેબે થોડી શંકા બતાવી તો લગભગ ધીરે ધીરે બધાએ વિકલ્પો બદલી નાખ્યા ….બધા હુઝ વાપરવા માટે સંમત થયા …પણ મેં પહેલો જવાબ હુમ આપ્યો અને છેલ્લો પણ હુમ જ આપ્યો …સાહેબે મને ચેતવી કે હું એકલી જ છું ..તો મેં કહ્યું સર કદાચ હું ખોટી હોઈશ માત્ર એ બીકે હું મારો જવાબ નહીં બદલું ..મને આ વાત જિંદગીભર યાદ રહેશે …અને ફક્ત મારો જવાબ સાચો નીકળ્યો …ખોટા પડવાના ભયથી રાહ બદલવી નહીં એ પાઠ શીખી ….
હજીય આપણે બધા સાથે આવું થાય જ છે ..ક્યારેક આપણે સાચા હોઈએ તો પણ એકલા પડી જઈએ છીએ …કોઈને આપણે ખરા હોવાની સ્પષ્ટતા આપવા જતા નથી કેમકે સત્ય એકલું હોય તોય એ સત્ય જ હોય છે ..પણ જુઠા લોકો આપણા મૌનને આપણી હાર માનીને દુષ્પ્રચાર કરીને એકલા પાડે છે ..છડેચોક આપણી મજાક કરે છે ..ત્યારે આપણને લાગે છે કે આપણે એકલા પડી ગયા …..અને એ એકલતા જીરવી જવાની તાકાત આપણી અંદરથી આવે છે મળે છે …આપણા કુટુંબમાં ,ઓફીસમાં,પાસ પડોશમાં ,શાળા માં ,ધંધામેં દરેક જગ્યાએ આ અનુભવ થઇ શકે છે …પણ અહીં સત્ય સાથે સમાધાન કરવાની મન ના પાડે છે અને દિમાગ કહે સમાધાન કરીને શાંતિને વસાવી લો …થોડા પ્રેક્ટીકલ બનીને પ્રવાહમાં રહેવું યોગ્ય છે …..અહીં જ મારો સવાલ છે …
શા માટે ???? આપણે જયારે વૈચારિક પ્રગતિ કરીએ છીએ ત્યારે આપણું વિશાળ વાંચન ,વિશાળ દ્રષ્ટિ ,આપણું નિરીક્ષણ આપણને ઘણા તથ્યો અને સત્યો સમજાવે છે ..અને તેનાથી આપણે એક વૈજ્ઞાનિક  અભિગમ પારદર્શિતા સાથે કેળવી શકીએ છીએ …જયારે આપણે આવા સમાધાન કરવા પાડે ત્યારે આપણી આધ્યાત્મિક ઊંચાઈ પરથી નીચે ઉતરી જવું પડે છે ..કેમ ??? એક અભણ કે ઓછું અને છીછરી સમજ ધરાવતા મનુષ્યને કે જેને તમારા સાથ હોવા કે ના હોવાથી કોઈ ફરક જ ના પડે એના માટે સમાધાન કરવું એના કરતા એકલા પડી જવું એ બેહતર વિકલ્પ બની રહે છે …અહીં લડાઈ અહમની નહીં પણ સિદ્ધાંતોની હોય છે…અને આવી એકલતા ખુબ તંદુરસ્ત અને લાંબા ગાળે ફાયદાકારક હોય છે …આ એકલતા જો આપણા શોખને પોષવામાં વાપરીએ તો એમાં પણ વિકાસ થાય ..આમાંથી એક પરિવર્તનને નવી નઝરે મુલવવાની તક મળે છે …જો જરૂર હોય તો એક જરૂરી બદલાવ પણ લાવી શકાય …..
જરૂરી નથી કે આપણને બધા સમજે પણ જો યોગ્ય અને જેના પર આપણને વિશ્વાસ હોય એ વ્યક્તિ સમજે તો આનંદ થાય છે ..અને જો એ કદાચ સંમત ના પણ હોય તો યોગ્ય ચર્ચા કરીને એને આપણો અભિગમ સમજાવી શકાય ..એ ભલે ફરી સંમત ના હોય પણ એ જો એટલું જ સમજે કે દરેકને પોતાના સંપૂર્ણ અલગ અભિપ્રાય હોવાનો પોતીકો હક્ક છે તો ય ઘણું …આ વખતે યોગ્ય વ્યક્તિ સાથે એકલતા વહેંચવાની મઝા જ ઓર છે …..તો ગભરાયા વગર એકલા પડવાની મજા સ્વ ઉન્નતી માટે માણી જુવો …જિંદગી સામે ફરિયાદો ઓછી થઇ જશે …

Advertisements

3 thoughts on “એકલતાની પીડા …

 1. એકલતા અને એકાંત વચ્ચે તફાવત છે તે શ્રી ભુપેન્દ્ર્સિંહજીએ તેમના બ્લોગ પર સારી રીતે સમજાવ્યું છે.

  http://raolji.com/2012/02/14/%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%AE%E0%AA%A8%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%8F%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A4/

  આપનો લેખ પણ સારો લખાયો છે.

  એકલતા એટલે કોઈનો સહવાસ હોવાની ઈચ્છા અને છતાં કોઈ સાથે ચાલવા તૈયાર ન થાય અથવા તો સાથે ચાલી ન શકે તેવી પરિસ્થિતિ.

  જેમ કે મૃત્યું વખતે કોઈને જવું નથી હોતું છતાં સહુને જવું પડે છે. તેવી રીતે વ્યક્તિ સમુહમાં પણ કોઈ સમ વૈચારિક વ્યક્તિ ન મળે તો એકલો પડી જતો હોય તેવું અનુભવાય. તેવે વખતે તે સમુહમાં હોય, બધા સાથે વાત ચીત કરતો હોય, હસતો ગાતો હોય, વ્યવહાર નીભાવતો હોય છતાં મનથી સતત એક પ્રકારની એકલતા અનુભવતો હોય. બધી ક્રીયા કરવા છતાં તે જાણે સમુહથી અલગ થઈ ગયો હોય, પોતે કોઈક બીજા ગ્રહ પર આવી ચડયો હોય કે જ્યાં ન તો તેને કોઈની ભાષા સમજાતી હોય કે ન તો તેની ભાષા કોઈ સમજતુ હોય તેવું તેને લાગે.

  એક સરસ ભજન છે :

  અમે છીએ પ્રવાસી પંછી અહીં ઘડી રહેવાના નહીં,

  હું શોધીશ અને પછી બીજી કોમેન્ટમાં તેની લિન્ક આપીશ,

  એકાંત તે અંત:કરણની સર્વોચ્ચ સ્થિતિ છે. સર્વ કોઈ જીવ, જગત અને જગદીશ્વર નો જે એક માં અંત આવે એટલે કે સર્વને સત્તા આપનાર તત્વ તેવું એક તત્વ હોય તેને સમજ્યે એકાંતની પરમોચ્ચ અવસ્થા અનુભવાય.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s