ગદ્ય સ્વરૂપે પદ્ય …


કવિતા ….
થોડા વખત પહેલા કશે વાંચ્યું છે કે કવિતા એ આત્માનો અવાજ છે .ફિલ્મી ગીત સૂર અને લય જાળવતા સંગીતને આધારે લખાય છે જયારે કવિતા એ શબ્દોમાં મઢેલું એક સંગીત છે .એ મૂક સંગીત છે છતાંય શબ્દ શબ્દ વાંચતા એ આપણા ભીતરને અડતું રહે છે ..એ સહજ સ્પર્શ એમાં નીરુપાયેલા ભાવો પ્રમાણે હૃદયને ભીંજવે છે ,રમાડે છે ,પ્રણયોન્મત કરે છે ,નફરત ભરે છે ચિંથરેહાલ બરબાદીની નગ્નતાને જીવંત કરે છે ,શૌર્ય ભરે છે ..અરે બધું જ કરે છે …………
સત્તર અક્ષરોમાં સમેટાઈ જતા સૌથી નાના સ્વરૂપ હાઈકુ થી લઈને ૧૮ પર્વોના મહાભારતના મહાકાવ્ય સુધી વિસ્તરેલો એનો વિશાળપટ ….અલંકારનો શણગાર તો ગદ્ય પણ કરી શકે છે પણ છંદ તો કાવ્યનો એકાધિકાર કહેવાય ..પ્રાસ અનુપ્રાસ ,છાંદસ- અછાંદસ ,ગીત ગઝલ કાવ્ય નઝ્મ,લોક ગીત કોઈ પણ સ્વરૂપે એ લખાઈને એ કાગળ પર પથરાય પણ એ સીધી હૃદયમાંથી ઉગતી લાગે કેમ ને ??!!
ક્યારેક શબ્દોની સાદગીમાં પણ ભરપુર સૌન્દર્ય નિખારતી લહેરાય તો ક્યારેક ભારેખમ શબ્દોના ભારથી શણગારાયેલી કોમલાંગીની લચકાતી કમર જેવી લાગે …
પ્રાચીન કાવ્ય થી અર્વાચીન કાવ્ય સુધી એની સફર માણસના અક્ષરજ્ઞાનના આરંભથી ચાલી આવે છે .દુનિયાભરમાં લખાતી,વંચાતી,બોલાતી સર્વ ભાષાઓમાં કાવ્ય સાહિત્યના અભિન્ન અંગ તરીકે લખાતું રહ્યું છે ..પહેલા પથ્થર પર ટાંકીને લખાતું અને હવે લેપટોપ નોટ બુક સુધી આંગળીને ટેરવે …હર યુગ હર ભાષામાં લખાયેલી કવિતાને ક્યારેય કોઈ પ્રકાર કે દેશના સીમાડા નથી નડ્યા …નામી અનામી કવિઓના કાવ્યો અને લોકગીતોને પોતાનામાં સમેટીને બેઠેલા આ સમુદ્રની દુનિયા એમાં સમાયેલા ભાવો જેટલી જ વિશાળ છે ને !!!
કાવ્ય ,છંદ ,અલંકાર ,પ્રકાર વિષે ઘણું લખાયું છે પણ કવિતા કેમ લખાય છે બસ આજે એ લખવું છે મારે ….એ મને કેમ ગમે છે ??? મને ગમે એનું લાઘવ .થોડા શબ્દોમાં થતો મનોવ્યાપાર ….દરેક એહ્સાસને કલમબદ્ધ કરવાની એની શક્તિ …એક જ કવિતાના બે મર્મ હોઈ શકે બે જુદી જુદી વ્યક્તિ માટે ..કવિતાનું ખરું સૌન્દર્ય તો એ વ્યક્તિના એહ્સાસનો નીચોડ હોય છે જે એને આંખોથી જોઇને કર્યો હોય ,હાથના સ્પર્શ નો હોય ,કર્ણપટ પર થયેલો કેકારવ હોય એને શબ્દોના બીબા માં ઢાળીને તૈયાર થતી એક પ્રતિકૃતિ એ પ્રત્યેક કવિતા …એમાં શબ્દો શબ્દકોષોમાં શોધાતાં નથી પણ હૃદયમાં ઉગીને કાગળ પર કલામના બોગદામાં પસાર થઇ ઉતારાતા જાય છે … એ વખતે એ વ્યક્તિ દુન્યવી નથી રહી શકતો એ મનની શુદ્ધતા માં પ્રવાહિત થઇ જાય છે …
કવિતા એ માંહ્યલામાં રહેલ મનનું નિષ્પાપ ,પારદર્શક ,સ્ફટિકશા નિર્મળ હૃદયનું પ્રતિબિંબ છે જે કાગળ પર ઝીલાઈને સીધી દિલ સુધી પહોંચે છે ..માત્ર લખવા જ નહીં વાંચવા માટે સમજવા માટે પણ મન એ ક્ષણો પુરતું પણ યથાર્થ શુદ્ધિમાં વિહરે છે …..એટલે જ સીધા સાદા શબ્દોમાં કંડારાયેલી કવિતા પણ ધગધગતા સીસા જેવી વેધક નીવડી જાય છે ….
તો કવિતાને નામ જતા જતા એક હાઈકુ :
તને લખવા
કલમ સ્યાહી સાથે
દિલ જરૂરી ………

Advertisements

2 thoughts on “ગદ્ય સ્વરૂપે પદ્ય …

 1. અક્ષર દેહે
  જીવાત્મા અવતરે
  કવિતા રુપે

  એકદમ પ્રવાહી કાવ્ય. લખાણ એટલું પ્રવાહમય છે કે તેની સાથે વહેતા વહેતા છેડે પહોંચા અને થયું બસ – પુરુ થઈ ગયું.

  સરસ કવિતા ગદ્યમાં લખી છે.

  શુદ્ધ બ્રહ્મમાં તો કશો ક્ષોભ થઈ ન શકે. ક્ષોભ પ્રકૃતિમાં થાય. ક્ષોભીત પ્રકૃતિ બ્રહ્મના સામર્થ્યથી ચેતનવંતી થઈને જ્યારે આ જગત રુપી દેહ ધારણ કરે ત્યારે વિરાટની લીલા શરુ થાય. સ્થુળ જગતના અભીમાનીને વિરાટ કહેવાય. તેના દેવતાને બ્રહ્મા તરીકે દાર્શનીકો ઓળખાવે છે.

  અવતરેલી સૃષ્ટિનું જે જતન પૂર્વક અને પ્રેમથી પાલન કરે તે સુક્ષ્મ જગતના અભીમાનીને હિરણ્ય ગર્ભ કહેવાય. તેના દેવતાને દાર્શનીકો વિષ્ણુ કહે છે.

  જ્યારે થાક વર્તાય અને આરામની ઈચ્છા થાય ત્યારે કારણ જગતના અભીમાની ઈશ્વર સઘળું સમેટીને પોતાની અંદર સમાવી લે. લોકો જેને સંહાર / કાળ કે રુદ્ર કહે છે. તે જ્ઞાનના અધિષ્ઠાતા દેવતાને દાર્શનીકો શિવ તરીકે ઓળખે છે.

  ઉત્પતિ,સ્થિતિ અને લય ત્રણેય વખતે ફેરફાર માત્રને માત્ર પ્રકૃતિમં થાય છે. તેના અભીમાની ચૈતન્યને જુદા જુદા દેવતા તરીકે કાર્યના આધારે ઓળખવામાં આવે છે. શુદ્ધ ચૈતન્ય બ્રહ્મમાં ક્યારેય કદી કશો ફેરફાર થતો નથી.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s