કોને ફરિયાદ કરીએ ??


ક્યારેક જિંદગી થોડી ફંટાય તો આપણે એના માટે ફરિયાદ કરવી શરુ કરીએ છીએ અને આપણા પોતા સિવાય બધા આ કાવતરામાં શામેલ હોય એમ ફરિયાદ કરવા માંડીએ છે …જો કોઈ વ્યક્તિ હાથમાં ના આવે તો પછી ભગવાન તો છે જ ને …અને વળી ધાર્યું ના થાય તો ગુસ્સો છોગામાં મળી જાય છે ….
આપણી અપેક્ષા અને કાર્યસિદ્ધિમાં જેટલો ફરક ઓછો એટલા આપણે જાતને સફળ માનીએ અને ફરિયાદ ઓછી હોય .
આપણી અપેક્ષા અને કાર્યસિદ્ધિમાં જેટલો ફરક વધારે એટલા આપણે નિષ્ફળ અને ફરિયાદ ખુબ વધારે ….
આ બે સાદા કારણો છે ફરિયાદ ઓછી હોય કે વધારે એના …..જો માંગ ઓછી હોય તો આપણે એને જલ્દી મેળવી શકીએ અને ફરિયાદ ઓછી હોય અહીં ચાદર પ્રમાણે સોડ તાણવાની વાત પણ સામેલ છે ..અને આનાથી વિરુદ્ધ સ્થિતિ હોય …
એક વાત છે જો આપણે આપણી જાતને સામા વાળાને સ્થાને મુકીને આખી સ્થિતિ માટે વિચારીએ તો ફરિયાદ પણ ઓછી થાય …પણ આ બધા માટે શક્ય નથી ….કેમકે આપણે શ્વાસ સાથે સ્વાર્થને પણ વણી લઈએ છીએ ….
તમને સંજોગો જેમ જેમ મઠારે એમાંથી જો તમે સકારાત્મક બનતા શીખી શકો તો તમે એક જ પરિસ્થિતિમાં વધારે પરિપક્વતાથી વર્તીને પોતાના વિષે ,જીવન વિષે અને તમારી સાથે જોડાયેલી વ્યક્તિઓ માટેની ફરિયાદ આપોઆપ ઓછી કરી શકો છો .
મને થોડા સમય પહેલા મારી જિંદગી માટે ખુબ ફરિયાદો વધી ગયી …જીવવાનું પણ દુષ્કર લાગવા માંડ્યું …પણ સમય જતા વિચાર આવ્યો કે દુષ્કર સંજોગોના સમયમાં પણ સામા પ્રવાહે મને તરવાની શક્તિ મળી ..અને એ જ સંજોગો મને સામાન્ય જ લાગ્યા …અને એ ખૂણાને છોડી બાકીની દુનિયા તો હજીય સુંદર છે જ ને એ ફરી વાર યાદ આવી ગયું …સમયે વિચાર બદલી ફરિયાદ ઓછી કરી નાખી ….આપણે જયારે આપણાથી નિમ્ન અને ખરાબ સંજોગોમાં રોજિંદી જિંદગી જીવતા લોકોને ધ્યાનથી જોઈએ ત્યારે આપણી પાસે કાર કે બંગલો નથી એ ફરિયાદ નથી રહેતી અને જે પણ કઈ છે એ વિષે આપણી મેહનત માટે માન જાગવું સ્વાભાવિક છે . જયારે પણ કોઈ વ્યક્તિ સાથે મતભેદ થાય ત્યારે એ પણ વિચારો કે એને પણ આપણા માટે ફરિયાદ હશે જ કેમકે આપણે પણ સંપૂર્ણ તો નથી જ …અને કદાચ આપણી જે ભૂલ આપણને ના દેખાઈ હોય તે તેને દેખાઈ ગયી હોય ……અને એ વ્યક્તિ ખરેખર પારદર્શી છે કે તેણે બીજાની જેમ મૌન સાધવાને બદલે આપણને સ્પષ્ટ પણે કહી દીધું ….આપણને સુધરવાની તક આપી ……
દરેક દિવસ ,દરેક પળ ,દરેક વ્યક્તિ આપણને કૈક શિખવાડવાના પ્રયોજન સાથે જ સહેતુક આપણી જિંદગીમાં આવે છે …શીખી શકો તો તમારું સદભાગ્ય અને ના શીખાય તો ફરિયાદનો માર્ગ તો છે જ ..બીજા પર દોષારોપણ પણ કરી શકો …દુનિયાને ખરાબ કહી શકો કે ભગવાન અને ભાગ્યને દોષ આપી શકો …..પણ તમારી રીત જ તમને ટોળામન ઘેંટા કે એક ઉંચાઈ પર ઉભા રહેવા યોગ્ય બનાવી શકે છે …

Advertisements

4 thoughts on “કોને ફરિયાદ કરીએ ??

 1. મોટા ભાગની ફરીયાદોનું કારણ આપણે પોતે જ હોઈએ છીએ.

  સ્વામી વિવેકાનંદે કર્મ અને તેનું રહસ્ય નામના તેમના ઐતહાસીક પ્રવચનમાં કહ્યું હતું કે : ’મારા પર આવેલું એક પણ અનિષ્ટ એવું નથી કે જેના માટે મેં મારા પોતાના હાથે રસ્તો તૈયાર ન કર્યો હોય.’

  આ પ્રવચન મને એટલું બધું ગમે છે કે નાનપણમાં મેં તેને મારા અવાજમાં કેસેટમાં રેકોર્ડ કરી રાખેલું અને જ્યારે સમય મળે ત્યારે તેને હું સાંભળતો. આપ અને આપના વાચકો ઈચ્છે તો તેઓ નીચેની લિન્ક પરથી સાંભળી શકશે.

  http://madhuvan1205.wordpress.com/2011/03/11/katma_ane_tenu_rahasya/

  દાદા ભગવાન તેમના સાર રુપ ઉપદેશના થોડા વાક્યોમાં એક વાક્ય આ પણ કહે છે કે :
  ’ભોગવે તેની ભુલ’. આ એક વાક્યને સમજાવવા માટે એક આખી નાનકડી પુસ્તિકા લખવામાં આવેલ છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s