હેપ્પી હોળી …..


જુઓ જુઓ પેલા પર્ણ વસ્ત્રો ફગાવીને રિસાયેલી પ્રકૃતિ કેવી ચોરી છુપે પોતાની જાતને રંગ બેરંગી ફૂલોથી શણગારીને બેસી ગયી છે …અને હજી એનો શૃંગાર પૂરો નથી થતો …હા એને કેસુડો આવીને રંગે પછી એનો શૃંગાર પૂરો કરે ને !!!!
એને એક રંગનો પાવડર ના ચાલે …દરેક રંગે ચેહરો રંગે ….ખેતરે ખેતરે લહેરાય અને પછી ઠંડીને ભગાડવા તાપણું કરે અને એમાં થોડું ખાવાનું પણ પધરાવે ..પેલો આંબાના મરવા, પેલા અનાજના પહેલા ફાલ ,પેલી જારની ધાણી પેલા ચણા….અને શ્રીફળ પણ પધરાવે અને ઠંડીને કહે એય ને આવજો …આવતી સાલ વહેલા વહેલા પુનઃ પધારજો …..અને હવે આ હોળી છડી પોકારે કે હવે તો ગ્રીષ્મની સવારી સુરજને તપાવવા આવી ગયી છે ….ચાલો હવે આકાશ ને ધરતીને એકાંત આપવાનો સમય થયો …પણ શરદ અને ગ્રીષ્મ ટા ટા બાય બાય ના કહે …એ લોકો તો રંગે ચંગે જુદા પડે …..ગ્રીષ્મ એક વરસ બાદ પાછો ફરે તો રંગોનો ભંડાર પોતાના નાના ખીસા માં ભરી ને આવે ..અને શરદના મોઢે લગાડીને એનું મો લાલ લીલું પીળું રંગી દે …અને આ શરદ જતનથી જાળવેલો કેસુડો લઇ એનું કેસરી પાણીની ડોલ ભરી ગ્રીષ્મને નવડાવી દે ….અને એમના આ રંગોત્સવમાં આપણે પણ ઘેલા ઘેલા બનીને મેલા ઘેલા કપડા પહેરી નીકળી પડીએ પિચકારી ભરી ભરી …આપણા બાળકોતો જોને અઠવાડિયાથી થનગને છે રંગોથી રંગવા અને રંગાવા …મોટા પણ ઘેરૈયા થઇ ફરી વળે છે …..રંગો બદલાયા પણ રંગ નથી બદલાયો …હજી બાળપણ ક્યારેક પાછું ફરી જાય છે ધૂળેટી બની …
હોલિકા અને પ્રહલાદની વાર્તા સાંભળી મોટા થયેલા આપણે હજી આપણા બાળકો અને પૌત્ર પૌત્રીને હોંશે હોંશે કહીએ છીએ ને !!!!..હજીય ગુલાલ ગુલાબી જ છે …હજીય હોળીની મુહુર્ત જોઈએને પેટાવ્યા પછી પ્રદક્ષિણા થાય જ છે અને પછી બળેલા નાળીયેરને બહાર કાઢી કોપરું ખવાય છે …..ક્યાંક ચુટકી વાળી ચાંદલો કરેલી હોળી છે તો ક્યાંક તો વાંદરાની જેમ મો કાળું કરી અઠવાડિયે રંગ જાય એવી મસ્તી પણ છે ….
મૌસમ બદલાય છે યુગો યુગો થી પણ રૂપ બદલી ને તહેવારો વાર ફરતી આપણને મળતા આવતા રહે છે …
હવે તમે અહીં વાંચતા હતા ત્યારે થોડો ગુલાલ મેં પણ તમારા પર નાખી દીધો છે !!! જોઈ લો અરીસો …હેપ્પી હોળી …..

Advertisements

6 thoughts on “હેપ્પી હોળી …..

  1. અરે અરે પ્રીતિબહેન એક તો કવિતાએ સવારમાં જ અબીલ ગુલાલથી રંગી નાખેલો અને તેમાં પાછો તમે ય ગુલાલ ઉડાડ્યો?

    લ્યો ત્યારે હવે તમેય ક્યાં જવાના ? આ રંગ્યા 🙂

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s