“નારી”


નારીત્વની પરિભાષા કઈ ?????
ના પ્રેમની જેમ જેની વ્યાખ્યા ના કરી શકાય એવો શબ્દ ….”નારી” શબ્દ કાને પડે કે વાંચીએ એટલે એક પૂર્ણ યૌવનાની છબી આપણી આંખો સમક્ષ તરી આવે …કાલે નારીત્વ નો ગુણગાન ગાવાનો દિવસ હતો પણ હોળીના રંગોમાં રંગાઈ ગયો …નારી શું છે એની નહીં પણ નારી જે છે એના માટે કોણ જવાબદાર છે તેની એક નાનકડી વાત મારું મંતવ્ય તમને કહેવાનું મન થાય છે …
= બીજી સુવાવડ વખતે દીકરી આવે ત્યારે ભારતીય માં ના મનમાં ખરેખર ખુશી થાય છે ??? અથવા કુટુંબમાં દીકરીઓ હોય અને એક વધારે દીકરી જન્મે ત્યારે માં ખુશ થાય છે ????
= દીકરીનો જન્મ થાય ત્યારે સૌથી વધારે મોઢું કોનું વાંકું થાય છે ??? સાસુ માં …..
= દીકરીને સાસરે સૌથી વધુ ત્રાસની ફરિયાદ થઇ હોય તો સૌથી વધુ ત્રાસ આપનાર વ્યક્તિ તરીકે નામ : સાસુ ,નણંદ …..
=ઓટલા પરિષદમાં કોઈની બહેન દીકરી માટે થતી પંચાત કરનાર વ્યક્તિઓ ..પડોસની સ્ત્રીઓ કે સગાવહાલા તરીકે ઓળખાતો સ્ત્રી વર્ગ ……..
આ એક સત્ય છે કે સ્ત્રીને પીડા પણ એક સ્ત્રી જ સૌથી વધારે આપે છે …અને સ્ત્રી માટે નક્કી કરાયેલી મર્યાદાઓનો ચુસ્તી અને સખતાઈ થી અમલ પણ એક સ્ત્રી જ કરાવે છે બીજી સ્ત્રી પર …..તો આમાં વાંક કોનો ??? કે સ્ત્રી સશક્તિકરણની વાતો તો થાય છે પણ એની અસર સાવ ઓછી થાય છે …સ્ત્રી કમજોર છે એ વાત એના મગજમાં નાનપણથી સૌથી વધારે વાર એની દાદી ,કાકી ,ફોઈ ,માસી કે મમ્મી કહે છે ..એનું કારણ એની શારીરિક રચના છે ..જે પુરુષને મુકાબલે કમજોર છે …અને મનોવૈજ્ઞાનિક રીતે બીજી સ્ત્રી એને કમજોર કરે છે …..
એક છોકરી પ્રેમલગ્ન કરવા માંગે તો બીજી બહેનો પણ પાછળ છે એના ભવિષ્યનું શું ?? એ સવાલ આવે છે ..એક ભાઈને વિદેશ મોકલવા માટે એક હોશિયાર છોકરીના ઉચ્ચ અભ્યાસના સ્વપ્ન કચડાય છે ??? કેમ ?? તારે તો પારકે ઘેર જ જવાનું છે ને !!! એક દીકરી સાસરીમાં ત્રાસ હોય અને પાછી આવે તો કહેવામાં આવે છે કે આપણી આબરૂ નું શું ?? અને તેને યોગ્ય આશરો કે કાયદાકીય રક્ષણ માટે પ્રયત્ન કરવાને બદલે ખુદ માં એને સાસરી માં પાછા જવા દબાણ કરે છે …જયારે બળાત્કાર જેવા અઘટિત બનાવ બને ત્યારે એમાં પણ સ્ત્રીનો જ વાંક કાઢવામાં આવે …આવી પરિસ્થિતિ માં તો ખરેખર એ છોકરીની માંએ એનો સહારો બની એને લડવાની તાકાત આપવી જોઈએ ત્યાં એ જ એને ધિક્કારે છે …
એક ફિલ્મ યાદ આવે છે : હમારા દિલ આપકે પાસ હૈ : અનીલ કપૂર અને ઐશ્વર્યા રાય હતા ….
પુરુષ નાનપણમાં છોકરો હોય ત્યારે રમવાને બહાને બહાર હોય છે અને મોટો થઇને કમાવા માટે …એને ઘરના રાજકારણ માટે ઘણી વાર કઈ જ જાણકારી નથી હોતી …તેથી જે પરિસ્થિતિ માટે સ્ત્રીને સશક્ત થવાનું છે એ પહેલા પોતાનું સ્થાન ઘરમાં અને પછી જ સમાજમાં ઊંચું લઇ જવાનું છે …એક સ્ત્રી પુત્રીના જન્મને આવકારશે ,એક સાસુ જયારે વહુનું એક વહુ તરીકે નહિ પણ એક સ્ત્રી તરીકે સન્માન કરશે ત્યારે સમાજમાં ઉંચે જતા સ્ત્રીને સહેજ પણ વાર નહીં લાગે …એક દુખી સ્ત્રીનું દુખ સાચી રીતે બીજી સ્ત્રી સમજે એ પ્રાચીન થી માંડીને અર્વાચીન યુગ સુધીની તાતી જરૂરીયાત છે ….
એક સ્ત્રીને કેટલા બાળકને પોતે જન્મ આપવો એ નક્કી કરવાનો અધિકાર છે …પોતાના શિક્ષણનો અધિકાર છે …પોતાની કારકિર્દી અને જીવનસાથી નક્કી કરવાનો અધિકાર છે ….પણ એ અધિકારનો સ્વીકાર કરાવવો એ સૌથી મોટો અધિકાર છે અને અહીં જ સ્ત્રી હારી જાય છે …અહીં ઉદ્ભવતો અને ઉભો કરવામાં આવતો ભય હોય છે એનો ત્યાગ કરો દુનિયા તમારી છે !!!!!
શિક્ષિત હોય કે અશિક્ષિત સ્ત્રી પહેલા બીજી સ્ત્રીનો સહારો બનો …મારે બસ એટલું જ કહેવું છે !!!

થોડી હિંમત કરી સ્ત્રી ભ્રુણ હત્યા માટે જયારે જનની સ્ત્રી જ ના પાડશે થોડી તકલીફ સહન કરી લેશે પણ એ બાળકીને જન્મ આપવાની હિંમત કરશે ત્યારે સ્ત્રીને પોતાના સન્માન માટેના સંઘર્ષનો માર્ગ ખુબ સહેલો લાગશે કારણકે સમાજના પચાસ ટકા વર્ગનો એને સાથ હશે ….

Advertisements

4 thoughts on ““નારી”

    1. ઘણી વખત વિચાર એવા પણ હોય કે જેનો સો ટકા વિરોધ થવાનો પણ વિશ્વાસ હોય જ ….વિરોધનો વિચાર કર્યા વગર વિચાર વ્યક્ત કરવો જોઈએ એ મારો મત છે … આ લેખમાં જે લખ્યું છે એ એક નારી એ નારી વિરોધી લખ્યું હોય એમ પ્રથમદર્શી મંતવ્ય હોઈ શકે છે ..પણ અહીં રીડ બીટવીન ધ લાઈન્સ …છે …કે સ્ત્રીએ પોતાના સશક્તિકરણની શરૂઆત ક્યાંથી કરવી અને મજબુત પણ ક્યાંથી બને એ વિચાર મુખ્ય છે …….:D 😀

      Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s