આગંતુક..


રવિવારે એક નાટક જોયું !!!એક સન્યાસી જયારે ગૃહસ્થાશ્રમમાં પુનઃ પ્રવેશ કરે છે તે મતલબ નું …દૂર દર્શન પર આગંતુક નામે …એક સહજ ભાવનો સાચો સન્યાસી બની ગયો હતો પણ હવે તો એ જગતમાં એના ગુરુની સમાધિ પછી રમાયેલા રાજકારણ અને કાવાદાવાને કારણે એ પુનઃ ગૃહસ્થ જીવનમાં આવે છે …બે સગા ભાઈઓ તરફથી દબાયેલા સૂરમાં વ્યક્ત થતો અણગમો ,એની જવાબદારી નિભાવવામાં કેટલા કષ્ટ પડશે એ દેખાડવું ….નોકરના રૂમમાં આશરો આપવો ….
એ સન્યાસીએ પોતાના ડીગ્રી સર્ટીફીકેટનો પણ નાશ કરેલો તોય નોકરી મળે તો કરવાની ઈચ્છા જાહેર કરે છે ..પોતાના ગુરુએ સોંપેલ અનુવાદનું કાર્ય પૂર્ણ કરે છે …એક વીસેક વર્ષનો ભાઈના પડોસમાં રહેતા એક ઉદ્યોગપતિનો દીકરો અને દીકરી કદાચ એ સન્યાસીના ઊંડાણને ગહનતાથી સમજે છે ….મનુષ્યની અંતઃ ચેતના સાથે સંધાન કરી એ છોકરાને એ મહિનાઓની બેહોશીમાંથી ચેતનવંતો કરે છે …
અને મનુષ્યની સ્વાર્થવૃત્તિની ચરમસીમા અહીં દેખાય છે …જે વાચકો સારી રીતે સમજે જ છે એટલે એનું નિરૂપણ અહીં નથી કરતી …પણ એક સવાલ જરૂર થયો કે શું ઉચ્ચ કક્ષાનું અધ્યાત્મ જીવવા માટે ભગવા વસ્ત્રો જરૂરી છે …શું માણસના વસ્ત્રો એની માનસિકતાની સાચી ઓળખ છે ??? એક જ માણસ બે ભિન્ન દ્રષ્ટિકોણથી જોઈ શકાય છે …આ સ્વાર્થી જગતને તો અભિપ્રાય બદલતા કોઈ વાર નથી લાગતી પણ એની સામે સંસારમાં રહી નિસ્પૃહતાથી નિર્લેપ બનીને તો એ જ માણસ રહી શકે જેને સન્યાસને સાચા અર્થમાં પચાવ્યો હોય …જેને દુ:ખ ડરાવી ના શકે અને સુખ હસાવી ના શકે …..એ કોઈ માન અપમાનનો મોહતાજ ના હોય …અને પોતાના જીવનકાર્યને કોઈ પણ પરિસ્થિતિમાં સંપૂર્ણ સમર્પિત રહે ……જે પોતાની અંત: ચેતનાને ઓળખતો હોય એની શક્તિથી વાકેફ હોય અને એના ઉપયોગ વિષે પણ સંપૂર્ણ સભાન હોય …..એનું દરેક કાર્ય એના મનને વફાદાર રહીને કરે ના સંજોગોને …સંસારમાં પાછા ફર્યા બાદ ઇશાનમાં (એ સન્યાસીનું નામ ) એ વાત જોઈ …
આપણે આ સંસારમાં રહીને પણ સન્યાસી બની શકીએ છે …દરેક જીવનકાર્ય માટે ખોળિયાને આત્માથી અલગ રાખી શકીએ છીએ ..કેમકે ઘણી વાર તમારું અસ્તિત્વ સંસારિક રીતે જરૂરી હોય છે પણ એ કાર્ય તમારા તમે આત્માને અલિપ્ત રાખી કરી શકો !!! એનું જ્વલંત ઉદાહરણ તે ભક્ત નરસિંહ મેહતા …..
જિંદગી કસોટીની એરણ પર ટીપાઈને ઓજસ્વી બને છે …પણ એ ટીપાવાના દર્દથી આતમરામ ક્યારે ઘાવ પામે ??? અને એમાં હાર અને જીત વિષે વિચારવાનું દુનિયા પર છોડવું પડે ..એમને થોડું કામ તો આપવું પડે ને !!!! આપણા કાર્યને એના પરિણામથી કોઈ ફરક ના પડે ….
આજુ બાજુ જરૂર જોજો ..કોઈક એવો વ્યક્તિ તમને જરૂર મળશે જ …..અને એમનું જ્ઞાન કોઈ મોટા ગ્રંથો અને ભાષાઓના વાંચનનું નહીં પણ સદગુણોના આચરણનું શ્રેષ્ઠ ઉદાહરણ હશે ….

Advertisements

2 thoughts on “આગંતુક..

 1. સંસારમાં રહીને સંસારથી અલિપ્ત રહી શકાય છે. જો કે વચ્ચે વચ્ચે થોડો વખત સત્સંગ કે એકાંત સાધનાની જરુર રહે – મનને કેળવવા માટે.

  સંસાર સુ સરસો રહે ને મન મારી પાસ
  સંસારથી લોપાય નહીં તેને જાણ મારો દાસ

  નાવ પાણીમાં રહે તેનો વાંધો નહી પણ નાવમાં પાણી ન આવવું જોઈએ. તે રીતે મનુષ્ય સંસારમાં રહે તેનો વાંધો નહીં પણ સંસાર મનુષ્યમાં ન પ્રવેશી જવો જોઈએ.

  એકાગ્રતા / અનાસક્તિ અને કર્તવ્યપાલન આ ત્રણ બાબતો જો વધુ ને વધુ શીખવવામાં આવે તો ભારત દેશની કાયા પલટ થઈ જાય. ભારતની જ શા માટે? સમગ્ર વિશ્વની અંતર ચેતના જાગી ઉઠે.

  જેમને તીવ્ર વૈરાગ્ય છે અને સંસાર જેમને ઝેર જેવો લાગે છે માત્ર તેમનો જ સંન્યાસ સફળ થાય છે. અધુરા વૈરાગ્યે જેમણે ઘર છોડ્યા હોય તે ન તો અહીં નો રહે કે ન તો તહીંનો.

  અલબત્ત જેમને સંન્યાસ અનુકુળ ન હોય તેમને સ્વમાનભેર પાછા સંસારમાં ફરવાનો માર્ગ ખુલ્લો રાખવો જોઈએ જેથી તેનું જીવન સાવ વ્યર્થ ન જાય.

  બહુ ઓછા લોકો જ્ઞાનમાર્ગના અધીકારી હોય છે. મોટા ભાગના લોકોને માટે કર્મયોગ જ વધારે શ્રેયસ્કર છે. શ્રી કૃષ્ણ પણ ભગવદ ગીતામાં જ્ઞાન માર્ગ કરતાં કર્મયોગ પર જ વધારે વજન આપે છે.

  કર્મયોગમાં નીષ્ફળ જાય તોયે તેના હાથમાંથી સંસાર ચાલ્યો જતો નથી જ્યારે જ્ઞાન માર્ગે પતન થાય તો લોક નિંદા અને આત્મ ગ્લાની અનુભવીને સાધક પાછો પડી જાય છે.

  સ્વામી વિવેકાનંદ કહેતા કે :
  અત્યારે જરુર છે પ્રબળ કર્મયોગની, સાથો સાથ હૈયામાં અખૂટ હિંમત અને અદમ્ય બળની.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s