સવાલ – જવાબ !!


એક છાપાની પૂર્તિમાં સરસ લેખ વાંચ્યો …અને એમાંથી નીપજ્યો એક વિચાર …
શું જિંદગીના ઘણા સવાલોના કોઈ જવાબ નથી જ હોતા ????
એ લેખમાં જ બાળકે કહેલું : કે જવાબ તો હોય છે આપણને આવડતા નથી ……
નાનકડા બાળકના જવાબમાં જોઈએ તો જીવનની દિશા છે …દરેક સવાલ એનો એક જવાબ લઈને જ જન્મે છે બસ એ સવાલમાં ગૂંચવાઈને આપણે જવાબ સુધી નથી પહોંચતા …ક્યારેક છોડી દઈએ છીએ ,તો ક્યારેક ખોટા જવાબ લખી દઈએ છીએ ,ક્યારેક ઓપ્શનમાં કાઢી નાખીએ છીએ …સવાલ એ પળે જવાબ ના મળે એનો નથી પણ એ પછી શું આપણે ના આવડેલા સવાલનો જવાબ શોધવાનું કષ્ટ કરીએ છીએ ..જો એ સવાલ આપણા કોઈ કામનો ના હોય ત્યારે તો ખાસ !!!
જિંદગીના બધા આધુનિક અન્વેષણો આવા જ કોઈના દિમાગમાં નિપજેલા સવાલોની ઉપજ છે અને એ અન્વેષણો એનો જવાબ છે …ક્યારેક એ જવાબ મળે તો ધાર્યા કરતા તદ્દન જુદો હોય અને સંદર્ભ સમજીએ ત્યારે સાચો ખ્યાલ આવે ,ક્યારેક આપણે ધરીએ તેવું તદ્દન જોવા મળે ,ક્યારેક બહુ બધા વિકલ્પો સાથે જવાબ મળે કે પસંદગી કઈ શ્રેષ્ઠ રહેશે એ મીઠી મૂંઝવણ બની જાય !!! પણ જવાબ તો હોય જ ….
નાનકડા બાળકના મનમાં ઉઠેલા સવાલો જયારે એ પુખ્ત બને ત્યારે મળે ,તો આપણી મૂંઝવણોનો ઉકેલ કોઈ નાના બાળક સાથેની વાતચીતમાં પણ મળે ….
પણ એક બીજી વાત છે કે ઘણા જવાબો આપણી પાસે હોય છે બીજાએ પુછેલા સવાલના પણ એનો શ્રેષ્ઠ જવાબ સમય અને સંજોગો જોતા મૌન જ હોઈ શકે !!! જવાબો અનાયાસે મળી જતી ઘટના પણ હોઈ શકે અને સંતાકુકડીની રમત પણ ….
દસમાં બારમાં ધોરણની બોર્ડની પરીક્ષા પછી જયારે સ્નાતક થઈને વાસ્તવિક દુનિયામાં પહોંચીએ ત્યારે ખબર પડે કે લેખિત જવાબો હમેશા પ્રાયોગિક પરીક્ષામાં કામ ના લાગે …ત્યાં ભણતર નહીં ગણતર કામ આવે ,અનુભવ કામ આવે ,લગન કામ આવે ,જીવન ઘડતરની રીત કામ આવે અને એ જવાબો આવડે એ જગતને જીતી જાણે …એક વસ્તુ છે કે જગત પહેલા તો નવી વાતનો વિરોધ કરે ,હાંસી ઉડાવે ,આપણને હાસ્યાસ્પદ પણ બનાવે,જીવન દુષ્કર બનાવવાની તાકાત પણ ખરી એમાં …પણ જે દિવસે તમારો જવાબ સમજાય એ દિવસે એજ જગત તમને સિંહાસને બેસાડે …
અહીં સાચા શોધકને કોઈ ફરક ના પડે …પણ અધૂરા ઘડા છલકાઈ જાય …….
મને એક સવાલ થયો કે હું કેવી રીતે મારી સમસ્યાઓના સમાધાન શોધી શકું છું ??? એનો જવાબ કાલે અનાયાસે મળ્યો …મને ચાર પાંચ દિવસથી દિવસના એક ભાગમાં ખુબ તાવ ચઢે અને સાંજ પડતા ઉતરી જાય …ડોક્ટર પાસે જવાની થોડી કૌટુંબિક સમસ્યાને લીધે આળસ પણ આવી …કાલે ગઈ …ડોકટરે બી પી માપ્યું તો ૮૦-૯૦ …મને ડોક્ટર કહે નાડી માં તો કોઈ બીમારી નથી પણ શક્તિની ગોળીઓ લો એટલે ઠીક થઇ જશે …ત્યારે જાણ્યું કે બસ કામ કરવાની લલકમાં તનને ભૂલી જવાય તો મન તો સ્વસ્થ જ હોય છે ….એટલે જવાબ શોધવા કે ના શોધવા એ જુદી વાત છે પણ જો સવાલ થવા બંદ થઇ જાય તો થોડું ચેતી જવું જરૂરી છે બોસ !!! ચાહે એ શરીર ના હોય કે મનના …..

Advertisements

2 thoughts on “સવાલ – જવાબ !!

 1. પ્રીતિબહેન

  આ સવાલ જવાબની રમતમાં મને બહુ મજા નથી આવતી.
  એક વાત સાચી કે પ્રશ્ન હોય , અને ખરી નીષ્ઠાથી તેનો ઉકેલ શોધવાની તૈયારી હોય તો જવાબ મળે જ છે.

  ઘણાં લોકો પુછવા ખાતર પ્રશ્ન પુછતા હોય અને પછી તેના અપાયેલા જવાબની તેને કશી કિંમત પણ ન હોય તેવા સવાલ જવાબ નીરર્થક સમયનો બગાડ હોય છે.

  આપની તબીયત સાચવશો.

  આવું કહેવા પાછળ એક સ્વાર્થ પણ ખરો કે આપના લેખ વાંચવા ગમે છે, અને જો આપની તબીયત સારી ન હોય તો આપ લખી ન શકો અને હું વાંચી ન શકુ.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s