અર્ધી રાત મારી હમસફર …..


ક્યારેક એવી મન:સ્થિતિ આવે છે જ્યાં મન શૂન્યમનસ્ક હોય ..ના કોઈ બીમારી હોય ના ટેન્શન હોય ..કોઈ અણધારી પરિસ્થિતિ પણ નહીં છતાય મન કોરી પાટી જેવું થઇ ગયું હોય ..ના ત્યાં કોઈ ભૂતકાળની સ્મૃતિ હોય ના કોઈ વર્તમાન ના કોઈ ભવિષ્યની ચિંતા …બસ એક બે ત્રણ ચાર દિવસ આમ જ પસાર થાય ….આ સ્થિતિનો અનુભવ હાલ થયો ..મૌનનું અકળ સામ્રાજ્ય હતું …હું કશું લખું છું કે એનો વિષય આ હોઈ શકે એ પણ નહીં …ના કોમ્પ્યુટર કે ના નોટબુક કે ના કલમ ….એક નાનકડી બીમારીને લીધે ખુબ ઊંઘ પણ એ તંદ્રાવસ્થા કહેવાય એવી ….આમતો આવી પરિસ્થિતિમાં કોઈ પણ મનુષ્ય અકળાઈ જાય એ સ્વાભાવિક છે ……….
આખા દિવસ ઊંઘ લીધા બાદ કેટલાય મહિનાઓ પછી લાગ્યું નીંદરરાણી વેરણ થઇ છે …ખૂબ પડખા ઘસ્યા …ગરમી પણ ખૂબ …ખબર નહીં પણ મધ્યરાત્રી પછી ઉભી થઈને પેન્ટ હાઉસની મોટી અગાસીમાં ઘણા દિવસો પછી ગઈ …વાળેલી નહોતી પણ ભોંય પર સાફ કર્યા વગર બેસી ગયી …એકદમ ઠંડક અનુભવી શારીરિક અને માનસિક ….એકદમ નિ:શબ્દ વાતાવરણ ..તારાઓ થોડા ઓછા હતા પણ હતા એ ગ્રહો તેજસ્વી હતા …ચંદ્ર તો અત્યારે બીજ ત્રીજમાં થોડું સાંજે પશ્ચિમે મો બતાવીને જતો રહેતો હશે ….પણ કુદરત સાથે એક સંવાદ થયો મૂક સંવાદ ..પછી ઉભા થઈને આંટા માર્યા …દર પાંચ મીનીટે કોઈ ટુ વ્હીલર કે ફોર વ્હીલર કે રીક્ષા પસાર થતા ….સોડીયમ લાઈટો શાંતિથી ઉભેલી …દૂર કુતરાના ભસવાના અવાજ આવી આવીને શાંત થતા ….
કહે છે શૂન્યાવકાશ ક્યારેય હોતો નથી ….હવા તેને ભરી દે છે ..દેખાતી નથી …અને અત્યારે હવા કાળી રાત્રિનું પાનેતર પહેરીને બિલકુલ સ્થિર ઉભી છે જમીન પર પગ ટેકવીને …મુંબઈની લોકલ ટ્રેઈનમાં જેમ માણસ ઉભો રહે ,જરાય ચસકે નહીં તેમ …અને દૂર આકાશનો ભાર ઉપાડીને ઉભી છે …આટલા મોટા આકાશનો ભાર માથે છે તોય કોઈ ફરિયાદ નહીં ….આ સ્તબ્ધતા ,શાંતિ ,અંધારું મનને ખૂબ શાતા આપી રહ્યા …લગભગ અર્ધો કલાક એ અર્ધી રાત સાથે વિતાવ્યો ..પણ એને ચોક્કસ નહીં ગમ્યું હોય કે એનું એકાંત કોઈએ વહેંચી લીધું …એને મારે લીધે થોડી ખલેલ થઇ ગયી ……પણ એણે તો મને મુઠ્ઠીભર મનના મોતી આપ્યા …
ખરેખર આપણી જાણીતી જગ્યામાં જ આપણે ક્યારેક અજાણ બની જીવી ના શકાય ??? બહુ હલકું ફૂલ જેવું લાગે …..દરેક વ્યક્તિ માટે આવું થવું જરૂરી નથી કે કદાચ અનુભવી ના શકતા હોય પણ વર્તમાનને ચુપચાપ ભૂત અને ભવિષ્યથી થોડો અલગ રાખવાનો આ અનુભવ છે …

Advertisements

2 thoughts on “અર્ધી રાત મારી હમસફર …..

  1. અતિતાનાગતં કિંચિત ન સ્મરામિ ન ચિંતયેત
    રાગ દ્વેષ વિના પ્રાપ્તં ભુગ્જામ્યત્રમ શુભાશુભમ – શંકરાચાર્ય ( સદાચાર સ્તોત્ર )

    યોગીઓના ભોજન વિશે સદાચાર સ્તોત્રમાં વત કરતાં શંકરાચાર્યજી મહારાજ કહે છે કે :

    જે સદાયે પરમાત્મા સાથે જોડાઈને રહે છે તે નથી તો ભૂતકાળનું સ્મરણ કરતો કે નથી ભવિષ્યની ચિંતા કરતો. વાર્તમાનમાં એટલે કે અત્યારે જે કાઈ સામે કર્તવ્ય કર્મ કરતાં કરતાં શુભ કે અશુભ પ્રાપ્ય પરિસ્થિતિ છે તેને કશાયે રાગ કે દ્વેષ વગર માણું છું.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s