એક અજાણ્યા જણની વાત ..


એક અજાણ્યા જણની વાત …બસ એક મુલાકાત થાય ત્યારે એક અંદરથી ખેંચાણ થાય પણ અનુભવ ના થાય …એ મુલાકાત થયા પછી એનો ચેહરો યાદોની ક્ષિતિજ પર ડોકાયા કરે …અને એ નાનકડી મુલાકાત યાદ આવી જાય …એના વિષે ઘણા વિચારો પણ આવે પણ એની કોઈ ખોજ ખબર લેવાનું સરનામું પાસે ના હોય …આવા અજાણ્યા જણ આપણી જિંદગીમાં કેટલા હોઈ શકે ???? આંગળીના વેઢા વધી પડે એટલા ….
બસ તેજને આજે એવી જ વ્યક્તિ યાદ આવી છે …એનો ચેહરો છાપામાં હતો …એની સમાજસેવા ક્ષેત્રે કામગીરી બદલ નોંધ લેવાઈ અને રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર મળ્યો …એણે માં વિહોણા બાળકો માટે ખરે જ ખુબ કામ કર્યું છે ….તેજ પણ એક પત્રકાર હતો …ઈમૈલ મેળવીને એને અભિનંદન આપ્યા …
એનો સામો જવાબ આવ્યો : તમે મારી સાથે ટ્રેનમાં ચોવીસ કલાક મુસાફરી કરી હતી તે જ વ્યક્તિ છો ને ??? કારણકે તમારી એક ડાયરી મારી પાસે છે જે તમે ઉતરતી વખતે ભૂલી ગયેલા ….
તેજે પણ જવાબ આપ્યો : બસ તમારું નામ નહોતી ખબર ..પણ આજે તમે મને ઓળખીને ગૌરવ આપ્યું છે ….
એનો વળતો જવાબ આવ્યો : બસ હમણાં હું બીઝી છું .પણ જે દિવસે થોડી પણ સમયની છૂટ થશે એ દિવસે તને મેલ કરીને એડ્રેસ આપી દઈશ ..
બે મહીને ફરી એનો મેલ આવ્યો …મસુરીમાં બોલાવેલો ….તેજ તો બુકિંગ કરીને જવા ઉતાવળો હતો …દિલ્હી સુધી વિમાનમાર્ગે અને પછી ટેક્ષીમાં પહોંચી ગયો …એ બહુ ખુશ થઇ ગયા ..એમના પતિ સાથે ઓળખાણ કરી ….આર્મીમાં મેજર હતા ….
સાંજે ફરતા ફરતા એણે તેજને કુટુંબ વિષે પૂછ્યું …તેજે બધી વાત નિખાલસતા થી કરી ….તેજે એને પણ પૂછ્યું પણ એ મૌન જ રહી …
બીજી સવારે એણે તેજને બહારની લોન પર ગાર્ડન ચેર પર બેસીને ચા પીવા જણાવ્યું …સામે થોડા આલ્બમ મુક્યા હોય એવું લાગ્યું …ચા પૂરી કરી તેણે એ આલ્બમ જોવા કહ્યું …એનો એના કુટુંબ સાથે ફોટો હતો ….એના મમ્મી અને પપ્પા એના સગા દીકરા અને વહુ હતા …અને તેજ એનો પૌત્ર…..તેજ એકટશ એની સામે જોઈ જ રહ્યો …..
બેઉ જણાની આંખમાં અશ્રુ હતા ….એણે શ્રીમતી શોભાદેવી મુખરજીએ કહ્યું કે તેજના પિતા સંયમ એની પ્રેમિકા જાહ્નવી સાથે લગ્ન કરવા માંગતા હતા પણ તેમને શોભાદેવી નો અહં નડ્યો …પોતાની લંડન વાળી બહેનપણીની દીકરી સ્નિગ્ધ સાથે એના લગ્ન કરવા માંગતા હતા ….સંયમ અને જાહ્નવીએ સાદાઈથી લગ્ન કરી લીધા અને એક ગુમનામીની દુનિયા માં જતા રહ્યા …એકના એક દીકરાથી આટલા વર્ષોની જુદાઈનું કારણ પોતાનો અહં છે એ સમજતા શોભાદેવી દિલથી સમાજના અનાથ બાળકો માટે કશું કરવા માંડ્યા …હજી એમની આંખો એમના સંયમને શોધતી હતી અને તેજની ભુલાયેલી ડાયરીમાં એનો ફોટો મળી ગયો તેજ અને જાહ્નવી સાથે ……
ત્રીજા દિવસે મુંબઈ વરલીના ફ્લેટ પર માતાપિતાની લગ્નની ત્રીસમી વર્ષગાંઠ પર એમના પુત્ર તેજે એમને એમના માં બાપનું મિલન આપ્યું …

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s