સંવેદનો અને આપણે….


ચાલો આજે લાગણી નામની બહેનપણીને યાદ કરીએ …ચોવીસ કલાક જોડે રહે પણ બહુ ઓછું ધ્યાન રહે છે એનું ….લાગણી કરતા પણ સંવેદના કહીએ તો યોગ્ય રહેશે …હવે તો આ લાગણીઓના મેનેજમેન્ટના પણ વર્ગ ચાલે છે ..અને કહે છે આઈ ક્યુની જેમ ઈ ક્યુ એટલે કે ઈમોશનલ ક્વોશંત બી બહુ મહત્વનો છે અને તમારી સફળતા નિષ્ફળતા …ખુશી અને હતાશા નક્કી કરે છે …પણ ભલા માણસ આ બધી આપણી અંદરની વાતો બહારના માણસ સમજાવે એની જેવી વિષમતા બીજી કોઈ હોઈ શકે ??? અને આપણા વિષે કોઈ બીજું કહે ???
આમાં આજે વાત લોહી થી બંધાતા સંબંધ કે પાસ પડોસ કે એવા કોઈ સંબંધ નહીં પણ એક સમયની મર્યાદાથી બંધાયેલા લાગણીના સંબંધોની વાત કરવી છે ..એક નાનકડો છ માસ નો છોકરો પડોસમાં રહે ..નાનપણથી રમાડતા રમાડતા એની સાથે મોહ થઇ ગયો …એક દિવસ એની મમ્મીએ કહ્યું અમે હમેશા માટે અમદાવાદ જઈએ છીએ …હું ભીતરથી ભાંગી ગયી .. એ લોકો ગયા પછી મેં એની બાલ્કનીમાં નજર કરવાનું છોડી દીધું ..લોકો સાથે હળવા ભળવાથી દૂર થઇ ગયી ..બસ રડવું આવે …મેં જતી વખતે એની મમ્મીને કહ્યું કે તમે જોજો જરૂર પાછા આવશો ..મારો વિશ્વાસ છે …માત્ર ત્રણ મહિના પછી એ છોકરો વડોદરા અને અમારા બધાથી દૂર થઇ હિજરાવા લાગ્યો …આખરે એ લોકો માત્ર ત્રણ મહિનામાં પાછા આવી ગયા …..આને હું મોહ જ કહીશ ..કોઈ વગર જીવન જીવવું અશક્ય થઇ જાય એ પણ જે આપણા નીકટના સંબંધી ના હોય તેના વગર …પણ આ પછી એક સબક મળ્યો કે ભલે આપણે ખુબ ચાહીએ પણ આપણા મનને પહેલે થી સમજાવવું કે કદાચ એના વગર જીવવું પડે તો તું એને માટે પણ તૈયાર હોઈશ …પહેલા આંખ સમક્ષ હોય એને યાદોમાં જીવવાની તૈયારી રાખીશ …એ તારી મજબૂતીનું કારણ હશે કમજોરી નું નહીં ….કેમકે જીવવા માટે આ જરૂરી છે ….
ક્યારેક કોલેજ મિત્રો જે બહારગામ કે વિદેશથી ભણવા આવ્યા હોય , ઓ એન જી સી કે આઈ પી સી એલ જેવી કંપની માં કામ કરવા આવતા જેની સ્થળાંતર થયા કરે એવી નોકરી હોય એવા લોકોમાં બંધાતા સંબંધો આવા પ્રકારના હોય છે …આપણે ખબર હોય છે કે જુદા પડવાનું જ છે પણ તોય જુદા પડતી વખતે આપણે પોતાની જાતને સાચવી નથી શકતા ..આપણને લાગે છે જિંદગી રોકાઈ ગયી છે ….આપણે જુનું શહેર કે ઓફીસ છોડી નવી ઓફીસ કે નવા શહેરમાં પહોંચીએ ત્યારે પણ આવી જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે ..
આવા વખતે સૌથી વધારે જરૂર છે કે એમનાથી જુદા પડ્યા પછી ઉભા થયેલા નવા સંજોગોને જેટલા વહેલા અપનાવી લઈએ એટલી આપણી સ્વસ્થતા આપણે વહેલી મેળવી શકીશું …નવા લોકો નવા વાતાવરણને અપનાવવામાં સંકોચ ના કરો ..કદાચ એ આપણા સ્વભાવ વિરુદ્ધ હોય તો પણ એક હદ સુધી આપણે એની સાથે તાલમેલ સાધવા પ્રયત્ન કરવો જ પડે કેમ કે આપણે હવે ત્યાં જીવવાનું છે …અને વાતાવરણ સાથે સમતુલા નહિ સાધીએ તો લાગણીમાં અસંતુલન સર્જાવાની પૂરી શક્યતા અને જો તમે સંવેદનશીલ હો તો તમારા સ્વાસ્થ્ય પર પણ આની અસર થાય …વળી જો તમે નહીં ભળો તો બીજાના મનમાં તમારા વિષે ખોટો અભિપ્રાય સર્જાશે ..અને તમે ભળવાનો પ્રયત્ન કરો ત્યારે કદાચ તેઓ તમારાથી દૂર થઇ જાય એવું પણ બને …
જે વ્યક્તિ પરિવર્તનને પ્રકૃતિનો નિયમ માની જેટલી સહજતાથી અપનાવી શકે એને એટલી જ શારીરિક અને માનસિક તકલીફ ઓછી પજવી શકે …તકલીફો તો આવે પણ એમાંથી બહાર આવવાનો માર્ગ એ આસાનીથી શોધી શકે ………..
આવી જ કેટલીક વાતો હવે પછી પણ …
અહીં “યે નજદીકીયાં” ફિલ્મનો ડાયલોગ યાદ આવે છે : જિંદગીમેં રિશ્તોમેં કિસીકે ઇતને કરીબ મત જાઓ કી દોનોકો બાંધતી હુઈ ડોર ઉલઝકે રહ જાયે ,યા ઇતને દૂર ભી મત રહો કી ડોર કભી બંધના હી મુશ્કિલ હો જાયે …મેરી દોસ્ત ઇસ ખુબસુરત અંતરકો ગોલ્ડન બ્રીજ કહતી થી …

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s