નફરત …નફરત ….


નફરત …નફરત ….આ શબ્દ નથી ગમતો પણ તોય એનું અસ્તિત્વ મટતું જ નથી …નફરત એ પ્રેમનો વિરોધી શબ્દ છે …અને નફરતની પૃષ્ઠભુમી વગર પ્રેમ સમજાયો નથી ક્યારેય …અણગમો જરા સારું લાગે નહીં …તો ચાલો આજે પ્રેમના ભાત સાથે નફરતની કઢી પીરસીએ …..
નફરત ખાટી છાસમાંથી બનેલી છે અને એમાં મીઠાશ ભેળવવાની મનાઈ છે ..આમ તો આનો પ્રથમ પરિચય કડવી દવા સાથે થાય …પેલા એક દિવસના નાન્લા બચોળીયાને પણ દવા પાવ …હેય તેનો ભેંકડો સંતાઈને નીકળે મોટું બ્યુગલ બનીને …પછી ઘરના ખાવા પર થતી નફરત …બહારના પર પ્રેમ …વારંવાર રોકટોક કરતી વ્યક્તિને પ્રેમ કરવાનું એક કારણ તો કહો …ના તમારું ભલું ઈચ્છે છે એ નહીં ચાલે …તમે કોઈવાર ઈમોશનલ અત્યાચાર સહન કઈરો ચ ???? અને ઇન્ડિયન પીનલ કોડ માં કોઈ સજાની જોગવાઈ બી ની મળે ….હા પેલા આપણા સ્ત્રી વર્ગની ફરિયાદ સાંભળે પણ ઈ ટોપિક સાવ જુદો ….અહીં તો નફરતની વાત છે …
હવે બોલો આ ગરમી માં માંડ બાર વાગે ઊંઘ આવી હોય અને સવારે આપણે શાહરૂખખાનની ફિલ્મનું શુટિંગ જોતા’તા …હિરોઈન માંદા પડ્યા …નિર્માતાની નજર આપણી પર પડી …બસ મારી પાસે આવીને પૂછ્યું : તમે મારી આ ફિલ્મ …..
” મમ્મી ,મારે કોલેજ જવાનું મોડું થાય છે …ઉઠ !!!! ” હવે તમે જ કહો એ લાડકવાયી દીકરી આ સમયે કેવી લાગે …માંડ એક મોકો મળેલો તે ગુમાવી દીધા સાથે એક કડવી વખ જેવી નફરતની લાગણી થઇ ગયી ….
હવે તમે સ્કુલમાં છો …પાણીપતની લડાઈ કોના વચ્ચે કઈ સાલમાં થઇ અને ઔરંગઝેબે શાહજહાંને કેદ કરીને ક્યાં રાખેલા એ બધા સવાલો જયારે પ્રશ્નપત્રમાં વંચાય ત્યારે થાય કે હે તમારે જે કરવું હતું તે ભલે કર્યું પણ તમે એને ઈતિહાસ બનાવીને અમારી માથે કેમ મારો છો ??? અમે તો એ બધા કેસમાં સાવ નિર્દોષ હતા તોય એ સવાલોના જવાબ અમારી ઇતિહાસની કોર્ટ હજુ કેમ અમને પૂછે છે ??? અને સાચું કહું અમને ઈતિહાસ પર નફરત થઇ ગયી અને અમે જયારે સ્કુલ છોડી ત્યારે અમારા પરિણામ પત્રક ફાડીને બાળી નાખ્યા ..ક્યાંક એ આવનાર પેઢીના હાથે ચડે તો પછી અમને  ધમકાવી ના શકીએ ….જન્મજાત વકીલ બનીને આવેલી નવી પેઢી આપણી શું વાલે કરે કેમ ????
અને પેલા ગણિત અને વિજ્ઞાન !!! ભલેને આખી દુનિયાની એ મહત્વની શોધ હોય પણ એને હજી સમજી નથી શકતા તેથી કહેવાનું મન થાય છે : હે ગણિત !! હવે દિવસ આવી ગયા છે કે તું પરિપક્વ બન અને તારા દાખલા તારી જાતે ગણતા શીખ …નાં આવડે તો કેલ્ક્યુલેતર વાપર કે કોમ્પ્યુટર શીખ પણ અમારું માથું ના ખા…માસ્તરની મારેલી વેંતના ઝખ્મો તાઝા થાય છે ….પ્પેલી રોજ ઘરકામ તપાસીને લાલ ચોકડા આપતી મિસ માટે પ્રેમ !!?? કદી નહીં !!!
બીજું આપણામાંથી ઘણાને હજી કારેલા પર અને થોડે અંશે રીંગણ પર નફરત ખરી નહીં ???…..આપણામાંથી ઘણા પતિદેવ નામની વ્યક્તિને અંદરખાને વારંવાર પોતાને ત્યાં ધસી આવતી પત્નીના પરમ પૂજ્ય મમ્મી તરફથી અંદરખાને નફરત ખરી કેમ !!! ના જવાબ ગુપ્ત જ રાખજો …..બિલકુલ શ શ શ શ ……
પેલા મોટા મોટા નસકોરાના નગારા વગાડતા પણ બિચારા અજાણતા જ નફરતનો હાથો બની જાય છે …પેલી નારદમુનીના આ પૃથ્વી પરના પ્રતિનિધિ તરીકે ઓળખાતા માંનુકાકા કે જમનીમાંસીને જોઇને લોકો રસ્તો બદલી લે …….એક નાનકડા સવાલનો બે કલાક સુધી જવાબ આપતા લોકોની સજા ભોગવવાની કેટલાની તૈયારી ????આજુબાજુ ગંદકી કરીને પોતાના ઘર સાફ રાખતા પડોસીને પ્રેમ કેવી રીતે કરી શકાય ????? બીજાની ગર્લફ્રેન્ડને પોતાની બનાવી લેતા દોસ્ત …….પ્રેમ કે નફરતને પાત્ર ??!!! રસ્તાની વચ્ચે નાક સાફ કરતા કે ભીંત પર લૂછતાં લોકો !!! હવે તો ફ્લેટના પગથીયામાં પડીકી થૂંકતા લોકો !!! નફરત કરવી તો નથી પણ કરવી ફરજીયાત બની જાય એવી પ્રજા છે આ બધી …..
અને છેલ્લે મનુષ્યનું લોહી લાલ છે ચાહે ક્યાંય પણ જાઓ ..પણ ધર્મ જ્ઞાતિને નામે સમાજના ભાગલા કરાવી નફરતના ઝાડ ઉગાડતા અને થોડા પૈસા માટે દેશને પણ ગીરવે મૂકી દે એવા લોકો ખરેખર નફરતને લાયક છે …..જેને મનુષ્ય તરીકે બીજા જીવજંતુ પ્રાણીઓ અને જંગલ અને વૃક્ષોથી પ્રેમ નથી એ બધા પણ નફરતને લાયક જ છે ……….
ચાલો આ નફરત વિષે લખતા બહુ ભેજું કસવું પડ્યું બાકી પ્રેમ વિષે હોત તો સડસડાટ લખી દીધું હોત !!!

Advertisements

2 thoughts on “નફરત …નફરત ….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s