આમજ ચાલતા ચાલતા !!!!


ક્યારેક અમથા અમથા ખુશ થયા છો ?? કોઈ કારણ વગર ??? એક વાર સાંજે બાગમાં ગયેલી …એક યુગલ જોયું …વાર્ધક્યને ઓવારે …માસીના સંપૂર્ણ સફેદ વાળનો ગૂંથેલો લાંબો ચોટલો ..માથે લાલ ચટક ચાંદલો …કડક સરસ ઈસ્ત્રીબંધ સાડી..અને કાકા પણ તંદુરસ્તી સારી …બાંકડે બેસીને વાતો કરતા હતા …..ક્યારેક કોઈ આદિવાસી યુગલ સાંજે સાયકલ પર બેસીને જતું હોય …પાછળ મેડમ હોય અને આગળ છોકરું ..અને જે અદાથી સાયકલ ચલાવે તો એટલી અદા તો મર્સિડીઝ બેન્ઝમાં બેસીને જનારાની પણ ના હોય !!!!! પછી કામેથી પાછા ફરતા એક લાંબી કતારમાં આ જેને અમે પ્રેમ થી મામા કહીએ છીએ તેઓ ચાલતા હોય કોઈના ખભે નાનકડું બાળક બેઠું હોય અને સૌથી આગળ પાવો વગાડતા એક ભાઈ જતા હોય …સવારે પાંચ વાગ્યે તમે એમને જુઓ તો મર્દાના અહં વગર ભાઈ ચુલા પર મકાઈનો રોટલો અને શાક બનાવતા હોય અને બાજુ માં મેડમ બાળકને રમાડતા બેઠા હોય …..
આ બધું ક્યારેક આપણા મનમાં થોડીક ઈર્ષ્યા આપી જાય …આપણી પાસે જે રકમ ,સુખ સાહ્યબી ,દોર દમામ બધું છે પણ આ નિર્ભેળ આનંદ અને સુખ નથી …અથવા જે એમને માટે સહજ છે એ રીતે આપણે જીવી તો શકીએ પણ ખોટો બાહ્યાચાર અને દંભ આપણને જીવવા દેતા નથી …પણ આવા દ્રશ્યો જો જુઓ તો અમથા અમથા ખુશ જરૂર થવાય …કોઈ અઢાર ઓગણીસ વર્ષના છોકરો અને છોકરી હાથ પકડીને ચાલતા હોય તો આપણને થોડું ભલે ખટકે (અહીં પણ થોડો દંભ ) પણ એક મોટી ઉમરના કાકા કાકીનો હાથ પકડી રસ્તો ક્રોસ કરાવતા હોય તો દિલ ઠરે છે ……
આજે જે ટેન્શન અને દેખાદેખીના જમાનામાં આંધળી દોટ મૂકી રહેલા આપણે શું આ બધું જોઈએ છે ખરા ??? અને આવા આનંદને માણવા આપણી દ્રષ્ટિ છે ખરી ??? મલ્ટીપ્લેક્ષમાં મુવી ,રવિવારે સાંજે ઢાબામાં જમવાનું , કારમાં લોંગ ડ્રાઈવ ,આ બધામાં પણ આપણે એકબીજાને સાથે હોઈએ છીએ પણ પાસે હોઈએ છીએ ??? આઈ લવ યુ ના મેસેજને સમજવા માટે એક બીજાને સમય આપવો પડે છે ત્યારે લાંબા ગાળે એનો ખરો અર્થ સમજાય છે …….અને આ દોડતી ભાગતી જિંદગીમાં જ્યાં સુધી માણસની હુંફ નહિ મળે ત્યાં સુધી તમે એક સ્ટ્રેસના હવાલે રહેશો …..જે તમારા છે તેને તમારો સમય આપો …આ બોમ્બે સ્ટોક એક્ષ્ચેન્જમાં લીસ્ટેડ કંપની નથી …છતાય લાંબા ગાળાનું સૌથી સલામત ઇન્વેસ્ટમેન્ટ છે જે સોના કરતા પણ મોંઘેરું અરે અનમોલ છે ……પોતાના પગે ચાલીને દુનિયાને જીવનના અંત સુધી જોઈ શકવાની જડીબુટ્ટી ………આ તમારા એટલે તમારા સગપણ ,તમારા કુટુંબ અને તમારા અણમોલ દોસ્તો !!!!! આ અમથી અમથી ખુશી તો જરૂર મળી જશે …આમજ ચાલતા ચાલતા !!!!

Advertisements

2 thoughts on “આમજ ચાલતા ચાલતા !!!!

  1. કુદરતે જે કાઈ આપ્યું છે તેને માણતાં આવડી જાય તો સાવ નજીવા ખર્ચે આનંદથી જીવી શકાય.

    લોકો જીવતા રહેવા માટે ધન પાછળ દોટ મુકે છે અને જીવવાનું ભુલી જાય છે. છેવટે ધન પડ્યું રહે છે અને જીવન પુરુ થઈ જાય છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s