કે તમારો દોસ્ત !!!!


“તુમ્હે તુમ્હારી માંને ક્યાં યેહી સિખાયા હૈ ???”
આ ડાયલોગ કાલે એક સીરીઅલ “યહાં કે હમ સિકંદર ” જેની એક વાર પહેલા પણ વાત કરેલી એમાં એક અલી નામનું પાત્ર બોલે છે …એક ખુબ ચુલબુલી હસમુખી રમતિયાળ અને હમેશા બધાને નિર્દોષ રીતે હેરાન કરતી છોકરી રંજના માટે ….એ છોકરી પહેલી વાર કશો જવાબ આપ્યા વગર ચુપચાપ જતી રહે છે ..ત્યારે એની એક બહેનપણી જે એની સાથે હોય છે તે અલીને કહે છે કે તને ખબર છે તે એને બહુ ખોટું કહ્યું …એની માં તો નાનપણમાં જ મૃત્યુ પામેલી ..એની માં નથી …બીજે દિવસે અલી એને સોરી કહે છે ત્યારે એ છોકરી સહજ હાવભાવ સાથે કહે છે : તે કશું ખોટું નથી કહ્યું ..મારી માં હોત તો એ મને સારી અને સાચી વાત શીખવાડત ને ??? અને જતી રહે છે …અલીને નવાઈ લાગે છે કે જે વાત સાંભળતા એની આંખો રડી પડવી જોઈએ તેને બદલે તેને કોઈ ફરક જ ના પડ્યો …ખરી છે ….
રાત્રે એ એની નાની બહેનને આ વાત પૂછે છે તો આ ગહન વાત નો સરસ જવાબ એની નાની બહેન આપે છે : જે માણસના જીવનમાં આટલું મોટું દુઃખ હોય છતાય જો એવી રીતે વર્તે કે જાણે કઈ જ બન્યું નથી તો એવો માણસ ખરેખર ખુબ જ બહાદુર કહેવાય …એ પોતાના દુખો છુપાવીને હમેશા ખુશ રહેવાની કોશિશ કરે છે અને બીજાને ખુશ રાખી શકે છે …….
અલી બહેનનો આભાર મને છે કે એણે એક નવો દૃષ્ટિકોણ આપ્યો ………
વાત તો સીરીઅલની છે પણ અહીં આપણી પાસે જે વસ્તુ હોય છે એની સાચી કદર આપણને ત્યારે થાય છે જયારે એ વસ્તુ વગર બીજા માણસને પોતાનું જીવન અર્થ વગરનું અને ખુબ કઠીન લાગ્યું હોય …..રંજનાને માં નહોતી એટલે એને સાચે જ કદર હતી ..પણ નાની નાની વાતની ખુબ ધ્યાન રાખતી માં પોતાના જીવનની સૌથી અમુલ્ય અસ્કયામત છે એ વાત એ સીરીઅલના એક પાત્રને સમજાવે છે …ઘણી વાર આપણે જિંદગીની રમતમાં હાર કે જીતને એટલું વધારે પડતું મહત્વ આપી દઈએ છીએ કે જેની પાસે પૈસો હોદ્દો સત્તા હોય તેઓ તેનો દુરુપયોગ માત્ર અને માત્ર અયોગ્ય રીતે જીત મેળવવા કે સંતાનો માટે કરે છે …એ કરતી વખતે ગરીબ ઘરના કોઈ ખરેખર લાયક સંતાનનો હક્ક પણ છીનવવામાં પણ તેમને શરમ નથી લાગતી…ત્યારે મોટા લોકો સમય સાથે સમાધાન કરી લે છે પણ બાળકો તેની સાથે લડવા માંગે છે અવાજ ઉઠાવવા માંગે ત્યારે એને યોગ્ય વ્યક્તિઓએ સાથ આપે એ સમયની માંગ છે ….તે લોકો જીતશે કે નહીં એ તો ખબર નથી સમય પર છોડી દઈએ પણ એ છોકરાઓ એટલું તો કરે છે કે ખોટું કરનાર વ્યક્તિના મનમાં એણે ખોટું કર્યું છે કોઈનો હક્ક માર્યો છે એ લાગણી જન્માવે છે …અહીં જ જીત ની શરૂઆત છે …
રંજના દરેકને કહેતી હોય છે બહુ નસીબદાર છો કે તમારી પાસે આટલા સરસ દોસ્ત છે …આટલા સારા સંભાળ લેનાર લોકો છે ……શું આપણી જિંદગીમાં આવા વ્યક્તિઓ છે …..છે જ …બસ થોડું જુદી રીતે જુઓ તો ચોક્કસ ખબર પડશે કે તમારું લાખોનું બેંક બેલેન્સ ભલે નથી પણ એ લાખો રૂપિયા થી ના ખરીદી શકાય એવા સરસ લોકોનો સક્રિય સાથ છે ….આવી વ્યક્તિઓની સાચી કદર કરો …ચાહે એ તમારા માતા પિતા હોય કે કોઈ રસ્તે જતો અજાણ્યો વ્યક્તિ ….કે તમારો દોસ્ત !!!!

Advertisements

2 thoughts on “કે તમારો દોસ્ત !!!!

  1. જેને શીખવું છે તે કોઈ પણ પરિસ્થિતિમાંથી, કોઈ પણ વ્યક્તિ પાસેથી, ટીવી, ફીલ્મોમાંથી, પશુ-પંખી પાસેથી કે ક્યાંયથી યે શીખી શકે છે.

    ગુરુ દતાત્રેયને ૨૪ ગુરુ હતાં.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s