ખરેખર જો આવું થાય તો ???????


નાનકડો સૌરવ આજે સવારથી અગાસી પર એના ટૂલ બોક્ષ જેમાં નાની ખીલી ,કાતર,ડીસમીસ જેવી પરચુરણ સામગ્રી ભરેલી હોય છે ,થોડી દીવાસળીની પેટી ,રંગીન કાગળના ટુકડા ,તૂટેલા અરીસાના ટુકડા બધું લઈને બેસી ગયો છે …..
એને શોધતા એની મમ્મી આવ્યા પણ સૌરવ તો કઈ ગાંઠે ??? આખરે એના દાદા એને બોલાવવા માટે આવ્યા .એની સાથે બેઠા ..એને પૂછ્યું તું શું કરે છે ??? તો સૌરવે કહ્યું : અત્યારે પૃથ્વી પરની સૌથી ચમત્કારિક શોધની શરૂઆત થઇ ગયી છે દાદા …જો મારો પ્રયોગ સફળ થયોને તો બધા પ્રોબ્લેમ ખલ્લાસ સમજો ….દાદાએ નિર્દોષ બાળકની જેમ જપૂછ્યું :શું કરે છે ?? મને તો કહે ….
તો સૌરવ બોલ્યો : દાદા ,નાની નાની સૌર બેટરી બનાવું છું …જો આપણા શરીરને ઉર્જા લોહીમાંથી મળે છે અને લોહી ખોરાકમાંથી બને છે …તો હું અહીં એક એવું નાનકડું મશીન બનાવું છું જે મોબાઈલ કરતા પણ ચોથા ભાગનું હોય …અને એમાંથી સૌર ઉર્જા બને ..અને એ ઉર્જા એક નાનકડા માળાના પેન્ડલ મારફતે સીધી હૃદય ને મળે …અને એની વીજળી થી આપનું મગજ ચાલે ,લોહી ની જરૂર જ ના પડે ..આપણા કાન ,નાક ,મો, પેટ,આંખ બધું એનાથી જ ચાલે …અરે દાદા પછી તો પેટની પણ જરૂર ના રહે …જે ખોરાકથી થાય એ બધું આ સૌર બેટરીથી થઇ શકે ….અને બે નાનકડી પ્લેટ અને પંખો જો હાથ સાથે જોડી લઈએ તો એ ઉર્જાથી આપણે ઉડી પણ શકીએ ..ગરમી લાગે તો શરીરથી જોડાયેલા રેગ્યુલેટરથી ઠંડી પણ થઇ શકે અને ઠંડીમાં એમાંથી ગરમી પણ મળે ….
દાદાએ પૂછ્યું : પણ આ બધાનો ફાયદો શો ?? તો સૌરવ બાબા કહે :જો સૂર્યનો પ્રકાશ જ આપણે મફત મેળવીએ છીએ અને એ પણ હમેશા માટે ….હવે આપણે ખાઈએ જ નહીં તો ભેળસેળ ,મોંઘવારી કોઈને ના નડે …આપણે ઉડી શકીએ એટલે પેટ્રોલની જરૂર પણ ના પડે ..એટલે એ મોંઘવારી પણ ના નડે …ખોરાક અને લોહીને લીધે થતા તમામ રોગોથી મુક્તિ મળે ……અને જેમ ઊંટ પોતાના પેટમાં રણમાં ચાલતી વખતે પાણી સંઘરી શકે છે તેમ આપણે બધા એક પેટી જેવા બોક્ષમાં ચોમાસા અને વાદળછાયા દિવસો માટે બે મહિના સુધીનો સ્ટોક રાખી શકીએ …અને હા ! નાનું ભાઈ કે બહેન પણ એક કાચની બરણીમાં ઉછરી શકે ..એના માટે મારી મમ્મી જેમ હોસ્પિટલ ગયેલા તેમ ના જવું પડે ……બોલો દાદા કેવો આઈડિયા ???
દાદા બિચારા શું બોલે ??? પણ એમને લાગ્યું કે આપણા જેવા સામાન્ય માણસોની સમસ્યાનો આવો ખરેખર ઉકેલ આવે તો ?????
સૌરવે આગળ કહ્યું :પણ દાદા , આપણી માનવ જાતમાં ચોરી જેવા દુર્ગુણ છે એટલે દરેક વ્યક્તિને પોતાની સીસ્ટમનો પાસવર્ડ યાદ રાખવો જ પડે …..અથવા કુટુંબમાં જે મુખ્ય વ્યક્તિ હોય એની પાસે જઈ મેળવવો પડે ,બદલાવો પડે ……..
પણ ચોમાસામાં શું? તો સૌરવ કહે : જેવું પાણી આપણી પર પડે તરત વરાળ બની જાય …..
ખરેખર જો આવું થાય તો ???????

Advertisements

2 thoughts on “ખરેખર જો આવું થાય તો ???????

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s