હું આ છું ..હું આ નથી ..


હું આ છું ..હું આ નથી …હું આવો લાગીશ ..ના મને આ સારું નથી લાગતું …આવું બધું આપણે મન સાથે વાત કરીએ છીએ ..ક્યારે ?? અરે આયના સામે ઉભા રહીને …દર્પણ ,કાચ ,આયનો સૌથી પ્રમાણિક વસ્તુ છે ..જે જેવું હોય તે તેવું જ દેખાડે ..પોતાનું કોઈ મંતવ્ય ઉમેર્યા વગર ..અને નાનકડા બાળકથી માંડીને વૃદ્ધ સુધી બધાને એની સામે ઉભા રહેવું બહુ ગમે …આપણે આપણી જાતના પ્રેમમાં પડી જઈએ એ વસ્તુ ..જયારે પ્રેમમાં હોઈએ ત્યારે તો કલાકોના કલાકો ગાળવા ગમે ..આપણી સાથે એક પ્રિયતમનું કાલ્પનિક પાત્ર પણ દેખાતું હોય પાછું …આપણે કેવા દેખાઈએ છે એનું આભાસી પ્રતિબિંબ ..હા એમાં ડાબું અંગ જમણે અને જમણું ડાબે દેખાય એટલે આભાસી થયું કે નહીં ??? અને આભાસ હમેશા સુંદર જ હોય …અને કોઈને પણ પોતાનું પ્રતિબિંબ સારું જ લાગે ….
પણ આપણે એમાં આપણી જાતને જોઈ શકીએ છીએ ખરા ?? પોતાના ભીતરને ??? ના એ તો રાતના એકાંતમાં ઓશિકાને અઢેલીને નિદ્રા વગરની રાતમાં ભૂતાવળ બની સામે નાચે છે ….મારા આ ચેહરા પાછળનો ચહેરો કોઈ જોઈ શકે છે ખરું ??? મારા આ સુંદર મજાના સ્મિત પાછળ પેલા આંસુ કોઈને દેખાઈ તો નહીં જાય ને ?? કેમકે જો મારી નબળાઈ કોઈ જાણી જશે તો એ દુખતી રગ દબાવવાની લોકોને બહુ મજા પડશે ….મારા આ આંસુની ભાષા કોઈ સમજી નહિ શકે ….દુખ પિતાજીના ગુજરવાનું નથી પણ એ પોતાની સઘળી મિલકત એક વૃદ્ધાશ્રમને દાન આપતા ગયા એનું છે ….મારા ભીતર પડેલા રાગ-દ્વેષની રમત ,ઈર્ષ્યાથી છલોછલ હૃદય ક્યારેય અરીસો દેખાડી શક્યું છે ???મારામાં ધરબાઈને જ્વાળામુખી બનેલી નફરતનો એક અણસારો પણ આ અરીસો દેખાડી શકતો નથી …એ પેલું ઓશિકામાં સંતાઈને પડ્યું રહે છે ….
એક મનુષ્ય મૂંગે મોઢે હમેશા બીજાને મદદરૂપ થવા તત્પર રહે છે ,બીજાના દુખોને ગળે વળગાડી એને વહેંચે છે , કોઈના મૂંગા આંસુ લુછી લે છે એ પણ અરીસો દેખાડતો નથી …કેમ કે એ તો ભીતરની વાત થઇ ..અને બીજી વાત એ છે કે આ માણસ જયારે રાતના એકાંતમાં ઓશિકાને અઢેલીને સુએ કે તરત નિદ્રાધીન થાય છે …પાછો સવારે તરોતાજા ….
આપણે આપણી જાતને બીજાની જગ્યાએ ક્યારેય મુકીને નથી જોતા …ચાલો એક દાખલો આપું …માં બાપ પુત્ર અને પુત્રી ચાર વ્યક્તિનું કુટુંબ છે ..કહે છે કે ચારેય એક જ જગ્યા એ રહે છે ..લાગણીથી બંધાયેલા …પણ ચારેયના જીવન એક બીજાથી તદ્દન જુદા છે …પિતાનું ઘર છોડીને આવેલી માં અહીં ગૃહ મોરચો સંભાળે છે ..એની દુનિયા સવારે ઉઠીને કચરો વાળવાથી રાત્રે દહીં મેળવવા સુધી …પિતા સવારે ઉઠી છાપું વાંચી કામધંધે જાય ત્યાં ટીફીન જમે કે ઘેર આવીને જમે અને રાત્રે ઘેર પાછા આવે …અર્થ કમાવવા માટે કરવી પડતી બધી મેહનત એ કરે ..દીકરો એના દોસ્ત જુદા ,સ્કુલ કક્ષા ,શિક્ષક ,ભણતર ,સમય ,એની પ્રાયોરીટી બધું જ જુદું ..એક છોકરા તરીકે એના શોખ પણ જુદા અને વસ્ત્રો પણ ..અને એવું જ પુત્રી માટે ..ચારેય જણ ઘર નામની જગ્યાએ ભેગા થાય ત્યારેય એકમેક થી જુદા …વિચારો વહેંચે લાગણી વહેંચે તોય એમનું જીવન તો જુદું જ ..જુદા વ્યક્તિત્વ જ છે …પુત્રી પરણીને જાય એટલે માતા જેવું જીવન ઘણું ખરું શરુ થાય …તબક્કા બદલાયા કરે છે …વાળની સફેદ લટો આયનામાં દેખાય ત્યારે એને કલપ પાછળ સંતાડી દેવાય …થોડું વધી ગયેલું પેટ જીમમાં જઈ ઘટાડાય …પણ પોતાના ભીતરના અસંતોષની આગને ઠારતા ના શીખાય …
માણસ હમેશા અધૂરું અધૂરું જીવે છે …જયારે જીવે છે ત્યારે પોતાની પાસે વહાલી ગણાતી વ્યક્તિ કે વસ્તુ ગુમાવી તો નહીં દે એ કલ્પનાથી એ ઘણા સમાધાનો કરતો રહે છે …મૃત્યુથી ડરે કે જીવન જ છીનવાઈ જશે તો ???? પણ જયારે અરીસામાં ઉભો રહીને એ પોતાના બધા ડરને એ ખંખેરી નાખીને જીવતા શીખે ત્યારે એ ખરા અર્થમાં ભરપુર જીવી શકે છે ….ગુમાવવાના ડરથી કરાતાં સમાધાનો માં આપણે ઘણી વાર હોય એના કરતા પણ વધુ ગુમાવી દઈએ છે …વહાલી વ્યક્તિ આગળ એટલા ઝુકી જઈએ કે કોઈ વાર એ વ્યક્તિ આપણી પીઠ પર પગ મુકીને પણ જતી રહે …..ખાસ કરીને સંતાનોની બાબતમાં માં બાપનો આ સંતાપ હોય છે ….નિષ્પક્ષ ,નીડર બનીને જીવવું એટલું અઘરું નથી જેટલી કલ્પના છે …અને એ નીડરતા મેળવવા એક વાર અરીસામાં ખુદના ભીતરને શોધીએ તો ????

Advertisements

2 thoughts on “હું આ છું ..હું આ નથી ..

 1. પ્રીતિબહેન,

  અરીસા સામે ઉભા રહીએ તો શરીરનું આભાસી પ્રતિબિંબ મળે.

  આંતરિક સ્વરુપ અવલોકવા માટે તો મન રુપી દર્પણ સામે ઉભા રહેવું પડે. સ્વનું અવલોકન કરવાનું માણસ મોટા ભાગે ટાળતો હોય છે મન-દર્પણ તો જેવું સ્વરુપ હોય તેવું બતાવી દે.

  કાજલ ફીલ્મનું સરસ ગીત છે.

  tora man darpan kahalaye – 2
  bhale bure sare karmo ko, dekhe aur dikhaye
  tora man darpan kahalaye – 2

  man hi devata, man hi ish{}var, man se bada na koy
  man ujiyara jab jab phaile, jag ujiyara hoy
  is ujale darpan pe prani, dhul na jamane paye
  tora man darpan kahalaye – 2

  sukh ki kaliyan, dukh ke kate, man sabaka adhar
  man se koi bat chhupe na, man ke nain hazar
  jag se chahe bhag lo koi, man se bhag na paye
  tora man darpan kahalaye – 2

  સ્વામી વિવેકાનંદ પ્રેમની બાબતમાં સરસ કહે છે કે : તમારે જે આપવું હોય તે આપો પણ બદલામાં પ્રેમની આશા ન રાખો. આપણે બંધાઈ જઈએ છીએ – શા માટે?

  જે કાઈ આપ્યું છે તેને લીધે નહીં પણ બદલામાં પ્રેમની આશા રાખીએ છીએ માટે.

  જ્યાં સુધી સ્વ સાથે મુલાકાત નહીં થાય ત્યાં સુધી હું આ છું અને હું આ નથીની રમત ચાલુ રહેશે.

  જ્યારે સ્વ સાથે મુલાકાત થશે ત્યારે હું ચાલ્યો જશે અને રહેશે અસ્તિત્વ માત્ર. જ્યાં હું, તું કે આ તેવા કશા ભેદ નહીં હોય.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s