છેલ્લું પેપર ……


છેલ્લું પેપર ……
બસ હવે ઘડીયો ગણાઇ રહી છે ..કે શાળાઓમાં પરીક્ષા પૂરી થવાની આરે …અમારે છેલ્લા પેપર માં ચિત્ર રહેતું ..પણ પછી મોટા ધોરણમાં આવ્યા એટલે ઘણીવાર માથાનું બામ ( બામ એટલે કે જેને વાંચતા માથું દુખી ગયું હોય એનો ઈલાજ નથી પણ દુખાવાના કારણ જેવું સમજવું ) જેવું પેપર છેલ્લું હોય …સાલું બધા પેપર સારા ગયા હોય પણ આ એક જ બાકી હોય તોપણ ટેન્શન લાગ્યા જ કરે …અને એ મૂડ કેવો હોય …આગળ દિવસે રૂમમાં ચોપડી ખોલી પ્લાન ચાલતા હોય ..એં આ વખતે તો ગામડે જવાનું છે ..પેલા નગીનીયા ને હીરા પાસે લખોટી પાકી શીખવી છે …મામાને ત્યાં ખેતરે જઈશું ને પેલી નહેરમાં ધુબાકા …પછી વળી પેપરના ફિલ્મનું પાનું ખોલી કાલે પેપર પૂરું થાય એવું ત્રણ થી છ નો શો મિથુન કે અમિતાભનું પિચ્ચર પાકું હોં !!!અને પછી રાત થોડી નહીં ઘણી ધીમી ચાલે …અને એક મિનીટ અર્ધી કલાકે પૂરી થતી લાગે ને જેવું પેપર છૂટે એવી દોટ અને પેલી છૂટ્યાની લાગણી !!!! યાદ આવી ગયું ને !! એ …મને બી યાદ આવી ગયું ….લગભગ તો ફિલ્મનો પ્રોગ્રામ પાકો હોય જ ……અને પછી મમ્મી ઘઉં લઈને આવ્યા હોય એ વીણવા બેસવાના ..અને પછી ઘરકામમાં મદદ ..થોડું ભરત ગુંથણ પણ શીખતા …અને મારું ઘર સવારના દસ પછી તો છોકરાઓ નો અડ્ડો બની જતું …બધું રમવાનું ..ઇન ડોર આઉટ ડોર ….અને સંતાકુકડી અને પતંગિયા પકડવાના પ્રોગ્રામ પાક્કા …
પણ જયારે આપણે આપણી શૈક્ષણિક કારકિર્દીની આખરી પરીક્ષા આપીને આવીએ ત્યારે એ લાગણી કૈક અલગ જ હોય છે …કોલેજના ઓટલા પિયર જેવા પારકા થઇ જાય છે ..ત્યાં બીજા આવી જાય છે …જાણે જિંદગી અહીંથી જ બદલાઈ જાય છે …હવે જાણે એક મુક્ત પંખીની જેમ ઉડતી જિંદગી પૂરી થઇ જાય છે …હવે જીવનની સાથે અસલ જંગ શરુ થવાનો છે એ ધાસ્તી શરુ થાય છે …ભલે બધું નક્કી હોય પણ એ છેલ્લું પેપર ખરેખર અઘરું બની જાય છે ..એ એહસાસ જેને પણ યાદ આવ્યો હશે એ ચોક્કસ એક ગમનો એહસાસ બની ગયો હશે …પછી જાણે બધું હાથમાંથી છૂટી જાય છે …ફરી એ લોકો મળે કે ના મળે એ લાગણી …ત્યારે જે છેલ્લે વિખુટા પડીએ ત્યારે ….નથી કહેવું …..એ છેલ્લું પેપર એ નવી અસલ કારકિર્દીની શરૂઆત બની જાય છે …પુસ્તકના જ્ઞાનને અસલિયતમાં જીવનમાં ઉતારવાનો અવસર …એક મોટો વળાંક …..
હવે તમે જ્યાં હો જે પણ હો આજે એક વિનંતી છે કે એ છેલ્લા પેપરને જરૂર યાદ કરજો …વાત અહીં પરિણામની નથી ….એ તો જે હોય તે પણ વાત એક દોર પૂરો થવાની છે …હું મારી વાત કહું તો એમ કોમની ફાઈનલ પરીક્ષાનું છેલ્લું પેપર આવીને હું સાડા ત્રણ વાગ્યે ઘેર આવી …અને કમ્પાસ ખાનામાં મુક્યો અને ધ્રુસકે ધ્રુસકે રડી પડેલી …..એવું કહેલું મમ્મીને કે મમ્મી પુરા સત્તર વર્ષ જે પુસ્તકો સાથે જે શાળા કોલેજ સાથે રહી તે હવે છૂટી ગયા !!!???

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s