ચાની કીટલી પર બેસીને….


દોસ્તી ….
કદાચ બહુ વખત લખી ચુક્યા પછી પણ આના વિષે ફરી લખવાનું મન થાય છે ….એક સંબંધ જે આપણે બનાવીએ છીએ અને નિભાવીએ પણ છીએ .એના બદલાતા પરિમાણો જોઈએ છીએ ત્યારે કોઈક વાર નિસાસો નાખી દેવાય છે તો ક્યારેક ખુશી થાય છે ….ઈન્ટરનેટને પ્રતાપે આ દોસ્તીના સીમાડા વિસ્તરી રહ્યા છે …દુર સુદૂર પરદેશ દેશ બધે …વ્યક્તિને મળવું જરૂરી નથી પણ એના વિષે ઘણું જાણવા મળે છે …અને એમાં સોશિયલ નેટવર્કિંગ નો ફાળો નાનો સુનો નથી જ ….
આપણે પોતાની શરતો પર દોસ્તી કરીએ છીએ …કોઈક બહુ જલ્દી દોસ્તી કરી લે પછી જુએ કે ના ફાવે એવું નથી તો તોડી નાખે …તું તારા રસ્તે હું મારા રસ્તે …
ઘણા પરિચય થી દોસ્તીની મજલ પર એક એક કદમ ફૂંકી ફૂંકીને મુકે અને જો એ વ્યક્તિ ખરેખર દોસ્તીને લાયક લાગે તો જ એની સાથે સંબંધમાં આગળ વધે …એને કોઈ ઉતાવળ હોતી નથી અને એથી જ એની પાસે દોસ્તોનું મોટું ટોળું પણ નહીં હોય ..પણ જે દોસ્ત હશે તે ખરેખર દીર્ઘાયુષ્ય લઈને જ આવ્યા હશે ..અને મજબૂત ખભાવાળા હશે ..
ઘણી વ્યક્તિઓ માટે દોસ્તીનો સંદર્ભ ફક્ત મનુષ્ય સાથે નહીં પણ ખુબ વિસ્તરેલો હોય છે ..એમાં પ્રકૃતિના પ્રત્યેક અંગ …પ્રાણીઓ પક્ષીઓ બધા સામેલ હોય છે ..એ લોકો ન ફક્ત એમની સંગત કરે છે પણ તેમની ખુબ સંભાળ પણ રાખે છે ..અને એ મૂંગા પ્રાણીઓ એમના પ્રતિભાવો પણ આપે છે …તે લોકો ખુબ સંવેદનશીલ હોય છે અને નિરુપદ્રવી પણ ….
ઘણી વ્યક્તિઓને ફક્ત મોટી ઉમરના લોકોની સંગત પસંદ હોય છે જેમકે દાદા દાદી ,નાના નાની ,કે પડોસમાં વસતા મોટી ઉમરના કાકા કાકી …તેઓ એમની પાસે થી જિંદગીના અનુભવોના પાઠ ભણે છે અને કોઈ વાર પોતાની ઉમર કરતા વહેલા પુખ્ત થઇ જાય છે …એ સંબંધને દોસ્તી તો નથી કહેતા પણ એમાં ખરેખર દોસ્તીની તમામ લક્ષણો ચોક્કસ હોય છે …એ નિસ્વાર્થ હોય છે …એમાં ઘરમાં કોઈ વડીલ વર્ગ ના હોય ત્યારે એમની હુંફ માટે તેઓ વડીલોની સોબત પસંદ કરે છે ..અનુભવને આધારે પોતાની મુશ્કેલીઓનું નિવારણ લાવી શકે છે …અને એક વાતની ખૂબી એ હોય છે કે તેઓ ના સંબંધોમાં નિખાલસતા ભરપુર હોય છે ..અને મોટી ઉમરના વડીલો જે આજના દોડતા યુગમાં પોતાનાઓ જયારે એમની માટે સમય ના કાઢી શકતા હોય ત્યારે આવા બાળકોની સંગત એમના માટે રણમાં મીઠી વીરડી સમાન હોય છે …..
આથી વિરુદ્ધ ઘણા લોકો નાના બાળકોની સંગત પસંદ કરે છે ..અને એમનું બાળપણ થોડું વધુ આયુષ્ય ભોગવી શકે છે અને તેઓ ખુશખુશાલ રહી શકે છે. પોતાના કામની તાણથી દૂર પણ રહી શકે છે …બાકી આ રસ્તો તો મારો અજમાવેલો જ છે અને ખરેખર મજાનો પણ છે ….
પણ દોસ્તીની કેડી પર કેટલાક પગલા જોઈએ જતા જતા :
પહેલા તો પ્રાથમિક પરિચય થાય અને પછી નામ વગેરેની ઓળખાણ …રસ અને રૂચીનું સામ્ય એની ઝડપ થોડી વધારે ..અને સ્વભાવ એ તો મુખ્ય …કોઈ અંતર્મુખી હોય અને કોઈ વાચાળ..અને નવાઈની વાત તો એ હોય છે કે પરસ્પર વિરોધાભાસી સ્વભાવ આકર્ષણનું મુખ્ય કારણ બને છે ….વારંવાર મળતા રહેવાથી આ પરિચય જો અનુકુળ હોય તો દોસ્તીમાં ફેરવાય છે ….અને પછી ધીરે ધીરે ઊંડાણ મેળવી શકે છે ….સ્થળ સમય એમાં અગત્યનો ભાગ ભજવે છે .દા.ત . એક ઓફીસ એક સોસાઈટી કે એક શહેર હોય તો એ મજબુત રહી શકે છે …હવે તો આ ઈન્ટરનેટ પણ એને ટકાવી શકે છે ….પણ કોઈ વ્યક્તિને દોસ્તી કરતા વેંત જ એની અંગત વાતો ના પૂછો …એનામાં તમારા માટે વિશ્વાસનું વાતાવરણ ઉભું થાય પછી એને ખુલવાનો સમય આપવો જરૂરી છે …જે તમને પસંદ હોય એ એને પણ પસંદ હોય એ જરૂરી નથી ….દરેક વ્યક્તિનું અંગત વિશ્વ હોય છે એમાં દખલગીરી લાગે એ રીતે દરમ્યાનગીરી કરવી યોગ્ય નથી ….

મારા બાળપણથી જે દોસ્ત છે અને જેની દોસ્તીથી હું માલામાલ છું એ દોસ્ત છે પુસ્તકો …જયારે ઈચ્છા હોય ત્યારે ખોલીને વાંચી લઉં અને એ હમેશા કૈક આપે છે કોઈ ફરિયાદ વગર …અને મારી તમામ મુશ્કેલીઓનો ઉકેલ પણ આપે છે ..મારા સાચા દોસ્તો છે એ …..
હું ફેસબુકની સભ્ય છું ..અને એને હું એક બુક સમજીને જ વાંચું છું …વિભિન્ન લોકો ના વિભિન્ન અભિપ્રાયો જીવન વિશેના અભિગમ વાંચવા મળે છે ..અને હું ત્યાં ખુબ મિત્રો નથી બનાવતી પણ મારા થી વિખુટા પડી ગયેલા મારા એક સમયના મિત્રો ,મારા વિદેશમાં વસતા સગાવહાલા અને એવી વ્યક્તિઓ જેને હું વ્યક્તિગત રીતે જાણું છું તેમની મિત્રતાને અગ્રીમતા આપું છું ….મારા નજીકના મિત્રો સાથે પણ મને ચેટ કરવી કે વારંવાર ફોન કર્યા કરવો મને પસંદ નથી …કોઈની અંગત માહિતી માગવી નહીં એ મારો સિધ્ધાંત છે સિવાય કે હું એમની ખુબ નજીકની વ્યક્તિ હોઉં !!!! છતાય એ સૌ મારા મિત્રો છે જેના ભિન્ન વિચારો જાણવા મળે છે …
આ વર્ચ્યુઅલ દોસ્તી છે ….પણ તોય એક વાર મળવું તો જરૂરી જ છે દોસ્ત !!!!!
અને મારો પ્રિય પ્રકાર તો ચાની કીટલી પર બેસીને અર્ધી ચા પીને વરસતા વરસાદમાં ફરી ખભે હાથ મુકીને ચાલતા નીકળવું એ જ છે …..

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s