ચાલો સુખના સેલમાં ….


પંદર દિવસ થી ચોમેર બેનર લટકી રહ્યા છે મારા આ શહેર માં ….
ચાલો સુખના સેલમાં ….
ક્યારેય ના સાંભળેલું હોય ,ના જોયેલું હોય ,ના કલ્પેલું હોય એવું એક અને અજોડ સેલ આપના શહેર વડોદરામાં પહેલી વાર જ્યાં તમને દરેક સુખના સાધન ૫૦% થી ૭૫% ડીસકાઉન્ટથી મળશે ….ફક્ત ત્રણ દિવસ માટે …તારીખ ૧૭ એપ્રિલ થી ૧૯ એપ્રિલ ……
આ સુખનું સેલ ભરાવાની જાહેરાત છાપામાં આવતાવેંત એક આશ્ચર્યનું મોજું ચોમેર ફેલાયું છે ..આના સમાચાર દેશ વિદેશ સુધી પ્રસરી ગયા છે …
મહિલાઓ સાડી સમજીને માળિયામાં મુકેલા પેલા ડબ્બામાંથી રોજિંદા ખર્ચમાંથી બચાવેલા પૈસાની રકમ ગણી રહી છે .પુરુષો ક્રેડીટ ડેબીટ કાર્ડ પરની લીમીટ તપાસી રહ્યા છે …કોઈ લોન મળવાની સંભાવના ચકાસી રહ્યા છે .નોકરીપેશા લોકો નવતર બહાના બનાવી અર્લી ગોઇંગ કરી પહોંચી જવાના પ્લાન બનાવી રહ્યા છે .અરે એમના બોસ પણ બધી મીટીંગ કેન્સલ કરીને ત્યાં જ તો પહોંચવાના છે …!!!
ખરેખર બધાના મનમાં એક જીજ્ઞાસાએ ભરડો લીધો છે :આ સુખનું સેલ ??? સ્ટોલ પર પણ સુખ મળી શકે ???રોકડ ડેબીટ ક્રેડીટ કાર્ડ પર ચેક થી પણ અવેલેબલ હોઈ શકે ???આ “સેલ “શબ્દ તો મહિલાઓનો સૌથી લાડકો શબ્દ અને આના નામનું પાટિયું ઝુલાવી પોતાની રોકડી કરી લેવાની કરામત કરનાર આ વેપારીઓ સફળ માનસ શાસ્ત્રીઓ છે સ્ત્રીઓના આ રોગના લક્ષણનું નિદાન કરવામાં ક્યારેય ગોથું નથી ખાતા કેમ !!!
બાળકોને આ સેલમાં ખાસ રસ નથી ..પણ મમ્મી પપ્પા રાઈડ અને પોપકોર્ન પીઝાની લાલચનું ગાજર લટકાવી જરૂર લઇ જશે એની ખબર છે …કોઈ વાર નહીં ને આ વખતે વૃદ્ધ લોકોને પણ આમાં રસ પડી ગયો છે કે ઉમરની આટલી લાંબી મજલ કાપી છતાય જે વસ્તુ પાછળ મૃગજળની પાછળ દોડતા હરણની માફક દોડ્યા કર્યું એનું શું સેલ ભરાય ખરું ? હાટડી મંડાય ?? એ કઈ વસ્તુના સ્વરૂપે હશે ???અરે પહેલી વાર આપણે અનુભવનું ડહાપણ નહીં દેખાડી શકીએ કે અમારા જમાનામાં આ વસ્તુ આવી હતી અને આ કીમતે મળતી ….
ઉત્પાદન કરતા ઉદ્યોગપતિઓ પાસે આ નવી પ્રોડક્ટના સમાચાર પ્રકાશ કરતા ચાર ગણી ઝડપથી પહોંચી ગયા છે …આ શહેરમાં આવતી તમામ ફલાઈટોનું બુકિંગ ફૂલ છે અને ચાર્ટર્ડ પ્લેનને ફક્ત લેન્ડીંગ કરીને દસ મિનીટમાં રવાના થઇ જવાની શરતી પરવાનગી મળી છે …તેમના પ્રતિનિધિઓએ શહેરની મોટી હોટેલોનું બુકિંગ છલકાવી દીધું છે …રો મટીરીઅલ થી માંડીને ફાઈનલ પ્રોડક્ટ ની માર્કેટિંગ સ્ટ્રેટેજી નો અભ્યાસ કરવા માટે દેશની ટોચની માર્કેટિંગ એજન્સી પણ ઉતરી પડી છે ..એની અરજન્ટ એડ બનાવવા સુપર મોડેલને પણ બમણા દામ આપી ત્યાં બોલાવાયી છે …
ટી વી ચેનલો આનું લાઈવ પ્રસારણ કરવા માટે એની ટીમ સાથે શહેરમાં ડેરા તંબુ નાખી ચુકી છે ..અને આ શહેર છેલા સાત દિવસ થી મીડિયાના તમામ પ્રસારણ માધ્યમોના ટોપ બ્રેકેટમાં આવી ચુક્યું છે .આ શહેરની સ્થાપના થી માંડીને તેની વિકાસગાથા ,તેના જોવાલાયક સ્થળો ,લોકો ,ખાણીપીણી, ઉદ્યોગો ,વિકાસ ની શક્યતાઓ આ બધું વાંચીને જોઈએને આ શહેરમાં જન્મેલા અને પોતાની ત્રીજી પેઢીને ગોદમાં રમાડતા લોકોને પણ અચંબો થયો કે સાલું આ બધું તો આપણને પણ ખબર નથી હો !!!
લોકો અતિ ઉત્સાહિત છે …પ્રદર્શનના સ્થળની આસપાસ તો કુંભ મેળાનું દ્રશ્ય છે …
એન્ડ નાઉ કાઉન્ટ ડાઉન બીગીન્સ ..છેલ્લા ચોવીસ કલાક થી માંડીને કાલ સવારના દસ વાગ્યા સુધીના સમયનું …..
તો મળીએ આપણે સૌ પણ ….અને જોઈએ કે આ સુખનું સેલ કેવું છે ???? તક ચુકી ના જવાય !!!!!!!!!!!

Advertisements

2 thoughts on “ચાલો સુખના સેલમાં ….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s