ચાલો સુખના સેલમાં : ભાગ -૨


જે ઘડીની પ્રતીક્ષા હતી તે આવી પહોંચી …સવારે બરાબર દસને ટકોરે સુખના સેલના દ્વાર ખોલી નાખવામાં આવ્યા …અહીં ગરીબ તવંગર ,સંસારી ફકીર ,બાળક વૃદ્ધ કોઈ ફરક નથી …આ મેદાન પર પગ મુકતા વેંત અચાનક ધક્કામુક્કી કરવાની વૃત્તિ અદ્રશ્ય થઇ ગયી …સૌ પોતાનો વારો આવે તેમ એક પછી એક અંદર દાખલ થવા માંડ્યા ….
અરે !!! અહીં કોઈ વિધિવત બાંધેલા સ્ટોલ જ નહોતા ..બધી વસ્તુઓ વ્યવસ્થિત મુકાયેલી હતી …એક કુપનની બુક આપવામાં આવી ..જે ૧+૧ માં હતી …એક ભાગ પોતાની પાસે રાખી બીજો વસ્તુ પર ચોટાડી દેવાનો હતો …મુલ્ય માંથી નિર્ધારિત ડીસકાઉન્ટ કાપ્યા પછીનું પેમેન્ટ બહાર નીકળતી વખતે કરવાનું હતું …અહીં જે વસ્તુ લો એ પોતાના માટે કે બીજા કોઈક ના માટે એ મહત્વનું નહોતું …અને હા એક વાર આગળ વધી ગયા પછી પાછા ફરાય નહીં ….અને એક વાર પ્રવેશ પામેલા ને બીજી વખત પ્રવેશ ના મળી શકે એ માટે પ્રવેશદ્વાર ખોલતી વખતે એમની ફિંગરપ્રિન્ટ લેવાઈ ચુકી છે અને કઈ વસ્તુ ક્યાં છે એનું માર્ગ દર્શન પણ સચોટ રીતે છે . કોઈ દેખરેખ રાખનાર નહીં …
મોનાબેન ૧૦૦ તોલા સોનું ખરીદે છે .એમની પાસે ૪ કિલો સોનું અને ૫૦ કિલો ચાંદી અને અઢળક ઝવેરાત છે …
રાકેશ નરુલા દુનિયાના મોંઘા શહેરમાં ૧૦ પ્રોપર્ટી ખરીદે છે .
હિમાંશુ દેસાઈ દસ વિદેશી લક્ઝરી કાર બૂક કરાવે છે .
જાગૃતિબેન અને એમની બહેનપણીઓ દસ થી સાઠની સંખ્યા સુધી મોંઘી સાડીઓ ખરીદે છે ….
કોલેજમાં ભણતો ઋત્વિક પોતાની સાયકલને બદલે લેટેસ્ટ મોટરસાયકલ અને લેટેસ્ટ મોબાઈલ ખરીદે છે ..
જીજ્ઞા પાઠક ૧૦૦ ડિજાઈનર વસ્ત્રો ખરીદે છે મેચિંગ એસેસરી સાથે ..
નયન પટેલ ઓસ્ટ્રેલિયાની યુનીવર્સીટીમાં એડમીશન મેળવે છે .
વિશ્વા મનગમતા યુવકનો બાયોડેટા એક કોમ્પ્યુટરમાં સરકાવે છે …સામે એવો જ એક બાયોડેટા મળી જાય છે ..
ગરિમા અને સંજય એક અનાથ બાળકને દત્તક લઈને માતા પિતા બને છે ..
વૃધ્ધો પોતાની માંદગીથી નીરોગી અવસ્થાનું વરદાન મેળવે છે ..અને તરછોડાયેલા માં બાપ પોતાના સંતાનોની સદબુદ્ધિની કામના કરતો પત્ર એક પેટીમાં સરકાવે છે ….
પાંચ છ બાળકો ખુબ બધા રમકડા લે છે …એક વડીલ પૂછે છે તો કહે છે : કે આ રમકડા તેઓ કોઈ શ્રમજીવી ,કોઈ કામવાળી બેન કે કોઈ અનાથ બાળક માટે લઇ જાય છે …કોઈ ગરીબ કે નિરાધાર લોકોનું બાળકોની સેવા પણ માંગે છે .કોઈ નિરક્ષરો માટે અક્ષર જ્ઞાન માંગે છે …….
પેલા ઉદ્યોગપતિઓ એમના પ્રતિનિધિઓ ,ચેનલવાળા પોતાની કામગીરી ભૂલી પોતાનું સુખ શોધવામાં પડી ગયા છે …માત્ર એક કર્તવ્યનિષ્ઠ પત્રકાર આ સમગ્ર ઘટનાનું કવરેજ કરે છે ….
ગણી ગણાય નહીં એટલી ઈચ્છાઓની પૂર્તિની અપેક્ષાએ અહીં ગણતરી મંડાય છે અને ખરીદી પણ થાય છે …….
સૌ ધરાઈને ખરીદ્યા બાદ બહાર નીકળવાના માર્ગ પાસે આવે છે અહીં પેમેન્ટ આપવાનું છે …એક નાનકડો દરવાજો પસાર કરવાનો છે ….અહીં એક હેડફોન માથા પર પહેરીને એક સેકંડ પછી કાઢી નાખવાની પ્રક્રિયા કરીને બહાર નીકળી જવાનું …અહીં એક સુચના લખેલી છે અને સંભળાય પણ છે …આ એક સાઉન્ડ પ્રૂફ કેબીન છે વિશાળ……
અહીં લખેલું છે : તમે ખરીદેલી તમામ વસ્તુઓ લીધા બાદ આ હેડફોન પહેરીને તમારી અંદર ચાલતો વિચાર રેકોર્ડ થઇ જશે ……
અહીં હેડફોન કાઢ્યા પછી કાઉન્ટર પર જવું .. ..
આ કાઉન્ટર પર લખેલું હતું : જો તમે એવી અનુભૂતિ કરી હશે કે જે પણ તમને જોઈતું હતું તે તમામ સુખ આજે તમને મળી ચુક્યું છે ..હવે કોઈ ઈચ્છા બાકી નથી તો અહીં લીલી લાઈટ થાય છે …અને જો એવો વિચાર કર્યો કે ફરી આ તક ક્યારે મળશે ..અને બસ હવે થોડું બીજું બાકી રહ્યું કે એવો અપૂર્ણ અહેસાસ થશે તો લાલ લાઈટ થશે ….
અહીં માત્ર લીલી લાઈટ વાળી વ્યક્તિઓ તમામ વસ્તુ લઇ જઈ શકશે અને તે પણ વિના મુલ્યે …બાકી તમારા સામાનની કુપન અહીં જમા કરાવી દેશો ….
તમામ વસ્તુ અહીં જ રહી જશે …..
અહીંથી બહાર નીકળનાર મોટા ભાગના લોકો  ખાલી હાથે નીકળતા હતા ….  બહુ ઓછી વ્યક્તિ અહીંથી કૈક લઇ જઈ શકી છે ..આપને અંદાઝ તો આવી જ ગયો હશે …બીજા અને ત્રીજા દિવસે પણ આ જ દ્રશ્ય જોવા મળ્યું ..ભલે લોકોને ખબર હતી પણ મન પર લગામ ના રાખી શકી .. માણસ હમેશા અતૃપ્ત ઝંખનાઓનો જીવ છે …અને જ્યાં સુધી આ અતૃપ્તિ હશે ત્યાં સુધી સંપૂર્ણ સુખની અનુભૂતિ શક્ય ખરી ???? હા હવે સુખ પછી વિશેના મારા વિચારો ચોક્કસ કહીશ ….

Advertisements

6 thoughts on “ચાલો સુખના સેલમાં : ભાગ -૨

 1. સામાન્ય રીતે તેવું માનવામાં આવે છે કે જે ઝંખ્યું હોય તે પ્રાપ્ત થઈ જાય તો સુખ મળે.

  ધારોકે કોઈ એક નિસંતાન દંપતીને બાળક જોઈએ છે. સતત તે બાળકના અભાવથી પીડાય છે. તેનું મન બાળક વગર અધૂરપ અનુભવે છે. તેનું ચિત્ત તંત્ર લગભગ બધો સમય કેમ બાળક પ્રાપ્ત કરવું તેમાં લાગેલું રહે છે. હવે તે અજંપાભરી પરિસ્થિતિમાં રહે છે. જે વખતે તેઓ પરણ્યા નહોતા તે વખતે તેમને કશી ઝંખના નહોતી. પરણ્યાં પછી એકાદ વર્ષ આનંદપૂર્વક જીવ્યાં. એક વર્ષ પછી યે જ્યારે તેમને ત્યાં સંતાન પ્રાપ્ત થાય તેવા કોઈ ચિન્હો ન દેખાયા એટલે તે અજંપો અનુભવવા લાગ્યાં. જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ સંતાન પ્રાપ્તિની તેમની ઝંખના વધુ ને વધુ તીવ્ર થતી ગઈ. ઘણાં ટેસ્ટ કરાવ્યા, ઘણાં ઉપચારો કરાવ્યા પણ પરીણામ શૂન્ય. તેમના જીવનમાં ઘોર નીરાશા વ્યાપી ગઈ. એકાએક કોઈ રામબાણ ઈલાજ મળ્યો અને પત્નિ ગર્ભવતી બની. તે સમયે તેના આનંદની ચરમ સીમા હતી. યોગ્ય સમયે યોગ્ય બાળક અવતર્યું અને તેમના આનંદનો પાર ન રહ્યો. હવે તેમની બાળક મેળવવાની ઝંખના પુરી થઈ પણ બાળકને મોટું કરવાની, બાળકને કશું ન થઈ જાય તેની ચિંતા શરુ થઈ.

  માણસને અજંપાભરેલી પરિસ્થિતિમાં મુકાવા માટે માત્ર એક ઈચ્છા પુરતી છે. જ્યારે માણસો પાસે ઈચ્છાઓનો સમુહ હોય છે અને કેટલીક તો એવી કે જે કદીયે પુરી ન થાય.

  ઈચ્છા થાય ત્યારે બુદ્ધિ ચંચળ બને અને સતત ઈચ્છિત વિષયનું ધ્યાન ધરે. જે વખતે ઈચ્છા પુરી થાય તે વખતે વિષયનું ધ્યાન ન રહેતાં બુદ્ધિ સ્વરુપમાં સ્થિત થઈ જાય છે. તેથી આનંદતો સ્વરુપનો આવે છે પણ વ્યક્તિને લાગે કે ઈચ્છા પુરી થવાથી આનંદ આવે છે. જ્યારે ખરેખર ઈચ્છા પુરી થવાથી વિષય પરથી ધ્યાન હટતાં બુદ્ધિ ક્ષણ વાર માટે સ્વરુપમાં સ્થીર થાય છે તેનો આનંદ આવે છે.

  આમ આનંદ વસ્તુ કે વિષયમાં નથી હોતો પોતાના સ્વરુપમાં હોય છે.

  Like

 2. હું પહેલા આજ થી ચાર વરસ પહેલા નાની નાની વાતો થી ખુસ થતો હતો .પણ થોડીક આર્થિક સંકડામણ આવવાથી હું બહુ ગુમસુમ થઇ ગયો હતો .ત્યાર બાદ મેં તમારો લેખ વાંચ્યો અને હવે હું પણ પહેલની માફક ખુસ રહું છુ.ધન્યવાદ પ્રીતિ બેન …….

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s