સુખનું સરનામું


ચાલો આજે સુખને મળવા જવું છે ?? સરનામું છે મારી પાસે …પહેલા તો સ્ટેશન જાવ પછી સીધા સૌથી મોટા શહેરમાં જાઓ …ત્યાંથી પાછા ફરો …સ્ટેશન ઉતરીને સીધા દસ મિનટ સુધી ચાલો .પછી બસ માં ધોલપુર ઉતરો ત્યાંથી રીક્ષા કે છકડા મળશે …દસ રૂપિયામાં ગહાનું ગ્રીન કહેવાનું …ત્યાં ઉતારે ત્યાંથી પાછા દસ મિનીટ ચાલો …ત્યાંથી જમણે પંદર મિનીટ ચાલો …તેમાં વિભાગ ૨ માં છેલ્લી લાઈનનો છેલ્લો બંગલો …અરે યાર અહીં તો તાળું છે ……..!!!! બસ અહીં તો સુખ રહે છે પણ અત્યારે બહારગામ ગયું છે …
વિકલ્પ બે : આંખો બંદ કરો …મનગમતું સંગીત સાંભળો …અને બસ પ્રિય વ્યક્તિને યાદ કરો …..
આ તો બે રસ્તા છે સુખભાઈને મળવાના ..અને મજાની વાત છે આપણે પહેલા વિકલ્પમાં જ રચ્યા પચ્યા રહીએ છીએ નહીં ??? બીજા માટે ટાઈમ નથી યાર !!!!
સાચું કહું તો સુખ એક દુઃખ બેઉનું જીવન એક ક્ષણ જ હોય છે ..પણ એ ક્ષણનો પડછાયો પકડીને આપણે એને લાંબે સુધી ખેંચી જતા હોઈએ છીએ ..
દીકરાએ બોર્ડમાં ટોપ કર્યું તો બે મહિના સુધી સન્માન સમારંભો થયા …પાંચ હાજર છસો અઠાવન કોલ આવ્યા …તેર હાજર કાર્ડ આવ્યા ….આ બધા સુખના પડછાયા છે …..એ જ દીકરો બારમાં ધોરણમાં નાપાસ થયો છે ….એ નિરાશાની ગર્તામાં જતો રહ્યો …છ મહિના સુધી પપ્પાના મેણા ટોણા…દોસ્તોનું આગળ જતા રહેવાથી થતું જે દુઃખ છે એ પણ દુઃખનો પડછાયો જ છે …
સુખ અને દુઃખ એ મનની અંદર જ છે ..અને તમારી દ્રષ્ટિ પર નિર્ભર કરે છે …સાચું કહીએ તો એ પળ ને ત્યાં જ છોડી દો અને આગળ ચાલો …સુખને વધુ પંપાળો નહિ અને દુઃખને એક દિવસનું મેહમાન માની વિદાય આપો એને કાયમી સદસ્ય ના બનાવો ..કેમ કે સમય સારો હોય કે ખરાબ એ જતો જ રહેવાનો છે ….અને સુખ પણ દિલની એક લાગણી છે જે શબ્દોની મોહતાજ નથી …કોઈના રડતા ચેહરા પર આપણો સાથ સંગાથ કે કોઈ વાત એક સ્મિત છોડી જાય એ સુખ છે ..અને એ પણ જો એ કોઈ ઓળખાણ વગર હોય તો સોનામાં સુગંધ ….
સુખ વિષે વધુ નહીં કહું કેમ કે મારી લાગણીઓ ને વિવિધ શીર્ષક હેઠળ હું વ્યક્ત કરી ચુકી છું ….
સુખનું સરનામું હમેશા એક જ છે તમારું દિલ …..

Advertisements

2 thoughts on “સુખનું સરનામું

 1. સુખનું સરનામું એકદમ સચોટ આપી દીધું. તેવું જ દુ:ખનું સરનામું યે નોંધી રાખીએ : આપણું દિલ.

  સુખ = સ+ઉ+ખ
  દુ:ખ = દ+ઉ+ખ

  સ= અનુકુળતા
  દ=પ્રતિકુળતા

  ઉ=ઉમા=પ્રકૃતિ
  ખ=બ્રહ્મ

  બ્રહ્મને આશરે રહેલ પ્રાકૃતિક મન જ્યારે અનુકુળતા અનુભવે છે ત્યારે તેને સુખ કહે છે.

  બ્રહ્મને આશરે રહેલ પ્રાકૃતિક મન જ્યારે પ્રતિકુળતા અનુભવે છે ત્યારે તેને દુ:ખ કહે છે.

  જેણે મનને જીત્યું તેને માટે સુખ દુ:ખ સમાન છે. અનુકુળતા અને પ્રતિકુળતા આવવા જવા વાળા છે. તે બંનેને અનુભવનારું મન જીવીએ ત્યાં સુધી સાથે રહે છે. જેણે મનને જીત્યું તે હંમેશા આનંદમાં રહી શકશે. આનંદનો કોઈ વિરોધી શબ્દ નથી. આનંદ બ્રહ્મથી અભિન્ન આત્માનો સ્વભાવ છે.

  વ્યક્તિ જ્યારે પોતાના સ્વભાવ સત, ચિત અને આનંદને ભુલીને પ્રકૃતિના ત્રણ ગુણો સાથે તાદાત્મ્ય કરી લે છે ત્યારે તે પ્રકૃતિમાં થતાં પરીવર્તનોની સાથે સાથે સુખ દુ:ખ અનુભવે છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s