આજ ખાલી મગજના ચણા !!!!


સુકાયેલું ખરેલું પાન બર્ફીલા શિયાળાનું બ્રાંડ એમ્બેસડર છે …
ગરમાળા અને ગુલમહોર જયારે પૂરબહારમાં યૌવનમાં ઝૂમે છે ત્યારે કોયલ પણ તેમના નૃત્ય સાથે સૂર પુરાવે છે એ બધા ઉનાળાના બ્રાંડ એમ્બેસડર છે .
નિર્ભેળ હાસ્ય એ બાળક હોવાની સાખ પુરાવે છે .એ માટે અઢાર વર્ષની લીમીટ નથી હો !!!ખીલ ખીલ હાસ્ય એટલે બાળમનનું સાચું બ્રાંડ એમ્બેસડર …
પેલો ડ્રાઉં ડ્રાઉં દેડકો અને કળા કરેલો મોર એટલે ચોમાસાના બ્રાંડ એમ્બેસડર !!
કુકડો એ સૂરજની બ્રાંડનો પ્રતિનિધિ કહી શકાય …
જયારે મોટા મોટા રહેણાંક સંકુલો બંધાતા જોઉં ત્યારે એ મકાન લાગે પણ જયારે ત્યાં લોકો વસવાટ કરવા આવી જાય ત્યારે બાલ્કનીમાં સુકાતા દોરી પરના કપડા એ મકાન હવે ઘર બની ગયું છે એની જાહેરાત કરતા સુકાતા હોય …
પેલા ચોખાનો દાણા અને દાળનો દાણાની વાર્તાના બ્રાંડ એમ્બેસડર ચકા અને ચકી તમારે આંગણે આવે છે હજી ??? જો એ હજી આવતા હોય તો તમારો વિસ્તાર હજી પ્રદુષણમુક્ત છે તે વાતનું એ પ્રમાણપત્ર છે …
મોટો બંગલો અને લક્ઝરી કાર એ પૈસાદાર હોવાનું પ્રમાણ ભલે હોય પણ એ માણસ દિલનો પણ ધની છે એ વાતના સાક્ષી તો નથી જ …
મમતાની તો એક જ યુનિવર્સલ બ્રાંડ એમ્બેસડર હોઈ શકે અને એ છે માં …દુનિયાના કોઈ પણ દેશની માં અને કોઈ પણ જીવ હોય જનની હોય તેના દિલમાં મમતાનો દરિયો તો હોય જ ….
તો આજે આ હલકીફૂલકી વાત સાથે આપણા બાળપણની પેલી ચકા ચકીની વાર્તાનું આધુનિકીકરણ કરવાનું મન થયું છે …કેમ કે એ આજની પેઢીના બાળકોની કલ્પના સાથે મેચ થશે ….
એક હતો ચકો અને એક હતી ચકી ….તેમનો માળો પણ ટૂ બેડરૂમ હોલ કિચનનો હતો અને તેમાં બે બાલ્કની પણ હતી ……રોજ પીઝા,બર્ગર અને સેન્ડવીચ ખાઈને કંટાળેલા ચકા ચકી એ વિક એન્ડ પર જાતે ખીચડી બનાવાનું નક્કી કર્યું . પણ સંડે શોપ બંધ હતી તેથી તેમણે ફરજીયાત પણે પીઝા બનાવ્યા ….માઈક્રોવેવમાં પીઝા બનાવી ચકી બ્યુટી પાર્લરમાં ગયી ફેસિયલ ,હેર કટ અને વેક્સિંગ વગેરે કરાવવા માટે …એને પોતાના પીંછામાં લગાવવા માટે થોડી હેર કલીપ અને હેર કલર પણ લાવવાના હતા ..અને વળી તેને લેગીન્ગ્સ અને નવા ટી શર્ટ પણ લેવાના હતા …આમ શોપિંગનું લીસ્ટ અને ડેબીટ કાર્ડ લઈને તે નીકળી ગયી …હવે ચકો એકલો ઘેર …એને ખુબ ભૂખ લાગી હતી …તેણે ચકીના બનાવેલા બેઉ પીઝા ખાઈ લીધા ..અને માથે કપડું બાંધી સુઈ ગયો ..એને પણ પોતાના પૂર્વજોની કથા દોહરાવવાનો અભરખો થયેલો …લગભગ પાંચ કલાકે ચકીબેન પાછા આવ્યા …એમણે જોયું તો ચકો માથું બાંધીને સૂતેલો …પૂછ્યું તો કહે ફીવર છે ને !!!એટલે …ચકીએ માઈક્રોવેવ ખોલ્યું ..ત્યાંતો નો પીઝા ……ચકાને એમ કે હમણાં સળગશે ..પણ ચકીએ કહ્યું કે ડીયર, એ બેઉ પીઝામાં મેં વધારે ચીઝ નાખેલું અને યુ નો હું ડાયેટિંગ પર છું એટલે હું હમણાં બે પેકેટ ખાખરા પણ લઇ આવી છું ….હું એ ખાઈ લઈશ ….અને જો તને વધારે ખરાબ લાગતું હોય તો ૧૦૮ બોલાવી લઉં ..મેં મેડીક્લેમ ઇન્સ્યોરન્સ રીન્યુ કરાવી લીધો છે ………
ચકો શું બોલે ??? ના ડાર્લિંગ આઈ એમ ઓ કે …ચલ આઈનોક્સમાં મુવી જોવા ……….

Advertisements

2 thoughts on “આજ ખાલી મગજના ચણા !!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s