ડુ યુ લવ ઉનાળો ???


ડુ યુ લવ ઉનાળો ???
શું તમે ઉનાળાના પ્રેમ માં છો ?? સોરી પ્રેમમાં હતા ?? ના શું તમે ઉનાળાને પ્રેમ કરી શકશો ???
બધા ડોકા પૂર્વ થી પશ્ચિમની દિશામાં ફરી રહ્યા છે ??? ઓહ !!! ઉનાળાને પ્રેમ ??? ઓહ નો !!!
વાત ખોટી તો નથી જ ..પોતાના પગ પર મારેલી કુલ્હાડીને લીધે હવે વધેલી ગરમીને દોષ દઈએ અને દંડ તો ઉનાળાને આપવો જ રહ્યો …ભાઈ આતો અંધેર નગરી ને ગંડુ રાજાની વાર્તા જેવું …શૂળીનો ગાળિયો જે ગળામાં ફીટ થાય એ નરને ફાંસી દઈ દો !!!તો આ ગરમી ઉનાળાના ગળામાં ફીટ થઇ એટલે એ થયો સાવકો !!
પણ આજે ઉનાળાને પ્રેમ કરવાના કારણો શોધીએ તો ???
મામા કે કાકાને ઘેર જવાના સપના ક્યારે પુરા થતા ??? પેલા બાળપણની ગલીમાં જઈ ચડો છો એ સી કમરાની મુલાયમ પથારીમાં ઊંઘ નથી આવતી ત્યારે આળોટતા આળોટતા ત્યારે ઋતુ કઈ હોય છે એ સ્મૃતિઓને લીલીછમ કરે છે એ ???? પેલો છગનો ને કાશી ને રમણ ને હરેશીયો બધા ગીલ્લીદંડા અને કાચા મરવા તોડીને રણછોડકાકાને દંડો લઈને પાછળ દોડાવે છે એ ઋતુ કઈ ?? પેલા લીમડાના ઝાડ પરથી તળાવમાં છલાંગ લગાવવાની પરમીશન કઈ ઋતુમાં મળે ???
અને દિલને ટાઢક વળે છે ને બોલો !!!
સૌથી લાંબુ વેકેશન ક્યારે તો કહે ઉનાળામાં ?? ભણવાના ચોપડાનો બોજો ક્યારે ના હોય તો કહે ઉનાળામાં !!! મન ભરીને રમ્યા કરો એ સમય કયો ?? ઉનાળો …તમારા ઘરની અગાસીમાં ગોદડી કે ગાદલું પાથરીને રાતે તારાની અવરજવર જોવાની અને એક બીજાના કાનમાં કાનાફૂસી કર્યા કરવાની મોજ ક્યારે ??ઉનાળામાં !!! અને પેલી કેરી અને રસ બોલો બોલો !! કેસરથી હાફૂસ અને લંગડો થી રત્નાગીરી તમારા રસોડામાં શાકને સ્થાનભ્રષ્ટ કરી મુકે છે કેમ ??? અને હા પેલા બરફના ગોળા !! કાચીકેરી થી લઇ લો અને રોઝ સુધીની સેકેરીનમાંથી બનેલા શરબતો છંટાવીને ચુસ્કીઓ ક્યારે ભરો છો ??? ઉનાળામાં ..અને મમ્મી આઈસક્રીમ ખાવાની ભરપુર છૂટ ક્યારે આપે છે ?? ઉનાળામાં ….પેલા ભણવાનું ટેન્શન નથી હોતું એટલે ઓછામાં ઓછી માંદગી પણ ક્યારે આવે ( તમારી રહેણી કરણીનો દોષ હોય તો જ એ આવે )?? ઉનાળામાં …મમ્મીને છોટુને સ્કુલે મોકલવાનું ટેન્શન ક્યારે ના હોય ?? ઉનાળામાં ….
પત્ની પિયર જાય અને પતિદેવને મનભરીને આઝાદી માણવાનો અવસર કયો ?? ઉનાળો જ તો વળી ….એક ગૃહિણીની દ્રષ્ટીએ જુઓ તો ઘરમાં બધા જ હોય પણ સવારથી બાળકો ભણવામાં અને પતિદેવ કામે હોય …ઉનાળો એટલે સૌના ઘરમાં રહેવાનો પ્રસંગ …બહાર પણ ઓછું નીકળવાનું થાય …અરે બાગ બગીચા અને તળાવોનો ફુવારાનો ભાવ વધે તો ઉનાળો આવ્યો એમ સમજી જવાનું ……બાળકો બહારગામ ગયા હોય ત્યારે પતિ પત્નીને ઘડીભર એકબીજા માટે સમય મળી રહે અને રોમાન્સને જીવતો કરવાનો ચાન્સ મળી રહે ક્યારે ?? ઉનાળામાં …અને હા પ્રવાસ અને ટ્રેકિંગની મજા માણવા યુવાનોને ક્યારે સમય મળે ..તો કહે …! સમજદાર છો સમજી ગયા ….જિંદગીને કોઈ પણ ટેન્શન વગર માણવા માટે ઉનાળો જરૂરી છે જ …અરે માર્ચ એન્ડીંગનું કામ પતી જાય અને પછી થોડું રિલેક્ષ કરો ત્યારે કેલેન્ડરમાં મહિનો જોઈ લો તો !! એપ્રિલ- મે…એટલે ??હા ..એ જ …પેલા ઢોલ અને શરણાઈ વગાડી ,ડી જે વગાડીને ભરખમ સેલા અને ઘરેણાથી પરસેવે રેબઝેબ થઈને વરઘોડામાં નાચવાની મજા ?? કહો કે ના કહો ઉનાળામાં લોકો મુહુર્ત એટલે કાઢે કે પરીક્ષા ના નડે ..બધા આવી શકે …અને લગ્નો લેવાયાની મોસમ મોટાભાગે તો ઉનાળો રહેતો હે ને ??
જો સુરજ તપે નહીં તો દરિયો ખારા પાણીને ગાળી વાદળોના મેન્યુફેક્ચરિંગ માટેનો વરાળ નામનો કાચો માલ પણ સપ્લાય ના જ કરે હો !!!અને પછી ગેલ અને ગલગલીયા કરાવે એ ચોમાસું છત્રી સાથે કીટ્ટા જ કરી દે ને !!!…ધરતીના પાણી થોડા ઓછા થાય તો નવા પાણી માટે જગ્યા થાય એટલે એ જગ્યા કરવા સૂર્ય દાદા સાદા પાણીનું શરબત પીધા કરે ઉનાળામાં ….
એ વાત જુદી છે કે આજની પેઢી એક્ટીવીટી ક્લાસને બહાને બાળપણની મુક્તિની પાંખ કાપી દે છે ….સગપણની ખાટીમીઠી માણવાનેને બદલે હિલ સ્ટેશનને હવાલે થઇ જાય છે …દીવાનખંડના ટી વી , ડી વી ડી ,કોમ્પ્યુટર કે પ્લે સ્ટેશનને હવાલે બાળપણનો હવાલો અપાઈ જાય છે …પણ તોય એ બધા માટે પસંદગી ની ઋતુ ફરી એકવાર ઉનાળો બની જાય છે ..બને છે ને !!! અરે માનવીઓ પહેલા તો પંખો પણ નહોતો ,તપેલા ટીનના પતરા વાળા ઘર હતા , લીમડાની છાયામાં મળે એ ઠંડક કહેવાતી તો પણ ઉનાળાને બધા પ્રેમ કરતા ..આજે આટઆટલી સગવડો વચ્ચે પણ આપણે રહી નથી શકતા ???? પર્યાવરણને લીધે તો ખરું પણ આપણે હવે સુંવાળા થઇ ગયા છે એટલે સંબંધોના ડાઘ પણ ના પડી જાય એની કાળજી લઈએ છીએ ….સ્વાર્થી તો ખરાજ ને !!!
મને ?? મને તો ઉનાળો વહાલો છે કેમકે મારા માટે તો આ ધરતીના મેહમાન થવાનો સમય જ ઉનાળો હતો …મે મહિનો ..એટલે જેમ પ્રથમ પ્રેમ ના ભૂલાય તેમ મે અનુભવેલી પહેલી ઋતુ પ્રત્યેનો પ્રેમ પણ કેમ ઓછો થાય ??????
ઉનાળા સાથે થોડો પ્રેમ તો થયો !!!

Advertisements

5 thoughts on “ડુ યુ લવ ઉનાળો ???

  1. હવે પેહલા જેમ ક્યાં શેરી મહોલ્લા રહ્યા છે … શેરી માં રમતા એ રમતો હજુ યાદ આવે તો મજા આવી જાય છે … આજ કાલ તો બાળકો વેકેશન કલાસીસ અને અન્ય પ્રવૃત્તિ માં જ વ્યસ્ત હોઈ છે …

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s