આવકારો મીઠો આપજે રે …


તો શું ચાલશે તમને ?? શિરામણમાં બાજરાના રોટલા ,માથે માખણ કે તાંસળી ભરીને પહેલા શેઢા નું દૂધ ….અને રોંઢો તો બપોરે પડેલા રોટલાના ટુકડાને મરચા કે “સા “(ચા) સાથે લેશું અને એયને રાત્રે વાળું કરીને આંગણે ખાટલો ઢાળીને સુઈ જશું …..ઓલી કોરથી આવો તો જસદણ જતા આવજો ..માંધાબાપુની તબિયત નરમ ગરમ ચાલે છે ઘડીક જતા આવજો …અટાણે કેમ હટાણું ( ખરીદી ) કરવા હાલ્યા ??? તલાલા અને જુનાગઢની કેસર વગર સુનો ઉનાળો થાય
સાવજના ડણાક થી ધરુજતા ગીરના જંગલમાં ગરવા ગીરનારના ખોળામાં બેઠેલા જુનાગઢના નરસિંહ મેહતાના પ્રભાતિયાને સવારના ઠંડા પહોરે વહાવતું આ કાઠીયાવાડ !!!!! ધીંગી ધરાના સફેદ રણની રેતી..કચ્છની ધરામાં અમિતાભ પણ આફરીન થાય અને એની કળા જગમાં વખણાય …એની ધૂળમાં એટલું ખમીર કે ધરતી રસાતાળ થાય તો ય એ મનેખ તૂટેલા ખંડેરમાંથી ઉભો થઇ ફરી અકડથી આગળ ચાલે …
અંબાજી માંની કૃપાથી ઉત્તરના સીમાડા સાચવતા બનાસકાંઠા અને સાબરકાંઠાની અલગ બોલી …અને દખ્ખણ બાજુ જાવ તો વલસાડની હાફૂસ અને ચીકુની વાડીઓ ,સુરતનો લોચો ,અને ઘારી ખાતા ખાતા (આ તાપીની ધરતીની ગાળો પણ વિખ્યાત છે !!) આવો અને નાસ્તો કરો ભાખરવડી અને લીલા ચેવડાનો વડોદરામાં અને પુગી જાવ પાવાગઢના કાળકામાંને દર્શને ….અને પેલું અમદાવાદ શું ફાલ્યું છે !!! શું ફાલ્યું છે !!! પેલા કુત્તા સસ્સાને હજી ધરતી માં ધરબીને વહેતી સાબરમતી તો હવે પોતાના ખોળામાં નર્મદાના નીર વહાવે છે …અરે ભરૂચની નર્મદા કચ્છના રણને લીલું છમ કરવાના સપના જોઈ શકે અને એને સાચા પણ કરી શકે એ કરસન અને કાશીના દેશનું નામ ગુજરાત …
સવાર થાય આ કરસનની ચા ના કોપ થી અને શિરામણમાં રોટલા થી માંડીને ગાંઠિયા પાપડી સાથે …બપોરે કાશી એને ભર્યે ભાણે દાળ ભાત રોટલી શાક કચુંબર અથાણા અને પાપડને પીરસી જમાડે …..બપોરે કાશી પછી બે કલાક સુવાની આદત વાળી હો !! હવારે ઉઠીને આ કાશીને પહેલું ટેન્શન આંગણ વાળીને કપડા ધોવાનું …રાતે પાક કળાના વિવિધ આયામો ના પ્રયોગો આ કાશી આણી કંપની કુટુંબના પેટ પર કરતી રહે …પીઝા પાસ્તા થી મુઠીયા હાંડવા સુધીની …
કોઈ વાર પ્રવાસે જાય ને ત્યારે જોજો હોટલમાં રૂમ મળે એટલે રૂમમાં દોરી બાંધીને માંડે કપડા ધોવા ..આ એની ખાસિયત …બીજું એ અમેરિકા પણ જાય તો ગુજરાતી થાળી શોધે અને હવે તો કરસન અને કાશીનો દબદબો એટલો બધો છે કે જગ આખાના લોક આ ગુજરાતી થાળીને ઓળખે …જયારે ફરવા જાય તો પહેલા ફોટા પડાવે એમાં કુતુબ મીનારની ખાલી ટોચ દેખાતી હોય અને કુટુંબના વિધવિધ પોઝ ….અને પછી તો કરસનનું ડેબીટ કાર્ડ એટલું બધું ડેબીટ કરી નાખે આ કાશી કે વાત નહીં …જો મણી અને મગન આ વખતે યુરોપ ગયા તો આવતા ઉનાળે કરસન અને કાશીનું બુકિંગ પાકું ….
આ કરસન અને કાશી ફરવાના બહુ શોખીન …જેટલું કમાય એટલું વાપરી પણ જાણે !! મોજ થી જીવતી પ્રજા …તેલ એની કમજોરી …અને ફેશનમાં પણ આગળ …એ વખતે એ નહીં જોવાનું કે શોભશે કે નહીં બસ શોખ કરી લેવાનો …ગાડી વાડી અને સુંદર લાડીની ચાહ રાખી ફરતા આ કરસને કેટકેટલા માંધાતા અને કેટકેટલા દેશોને પોતાના મલકમાં મલાઈ ખાવા બોલાયા છે બોલો !!!!કહે છે મુંબઈ માં રોટલો મળે પણ ઓટલો ના મળે …પણ અહીં તો રોટલો અને ઓટલો બંને મળે …….સૂઝ સાથે કોઠાસૂઝ તો કાશી કરસન લોહીમાં વહે છે …..
ખબર છે આ કાશી અને કરસનનું દિલ આટલું મોટું કેમ છે ???? સૌથી લાંબો દરિયા કાંઠો પણ એનો જ છે ….ગાંધી અને સરદારનું નેતૃત્વ ,ઝવેરચંદ મેઘાણીનું ખમીર ,વિક્રમ સારાભાઇનું વિજ્ઞાન કૌશલ ……કેટલું ગણાવવાનું …આ કાશી એ બધું ભલે ના જાણતી હોય
પણ પેલી દુલા ભાયા કાગની કવિતા હૈયે વસાવી છે અને કરતી રહે છે એનો ઉપયોગ જીવનમાં ….
એજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે રે આવે રે
આવકારો મીઠો આપજે રે …
એજી તારા કાને રે સંકટ કોઈ સંભળાવે રે
બને તો થોડું કાપજે રે ……..

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s