બહુ અઘરું છે નહીં ??? !!!!


યુ ટર્ન….
બહુ સાંભળેલો શબ્દ છે અને એ રસ્તા પર જોવા મળે છે ..ક્યાંક યુ ટર્ન લેવાની મનાઈ હોય છે તો ક્યાંક તમે ગમે ત્યારે લઇ શકો છો …આવું જિંદગીમાં પણ થાય છે હેંને ….તમે દિવસ દરમ્યાન કે રાત્રે પણ ગમે ત્યાં ગયા હો પણ એક ઘર નામના સ્થળે યુ ટર્ન લઈને આવી જ જાવ છે ….ઘર એટલે ઈંટ માટી ગારા નહીં પણ કોઈ ફૂટપાથ કે ઝાડનો છાંયો કે ગામની ભાગોળ પણ હોઈ શકે ….પણ સમય નામની ઘડિયાળને ચોવીસ કલાક હોતા નથી ..એતો આપણે આપણી અનુકુળતા માટે કરેલી શોધ છે ..એતો બસ આગળ ચાલ્યા જ કરે છે ક્યારેય યુ ટર્ન લેતી નથી ….પણ આપણી જિંદગીમાં કેટલાક તબક્કા જરૂર આવે છે જેને તમે યુ ટર્ન તરીકે ઓળખી શકો છો ..આપણે બાળક હતા ..અને આપણે ત્યાં બાળકનો જન્મ થવાની ઘટના બને છે ..ત્યાર બાદ એ બધું જ આપણા જીવનમાં ફરી ઘટિત થાય છે પણ ખાલી પાત્રો બદલાઈ જાય છે …તમે ધંધો વ્યવસાય કરતા હો તો કૈક ભૂલ કે સંજોગથી ચડતી માંથી પડતી કે પડતી માંથી ચડતી જેવા યુ ટર્ન આવ્યા કરે છે ..પણ જિંદગી અટકતી નથી …રાત દિવસની ઘટમાળની જેમ …
સંબંધોમાં પણ આવા યુ ટર્ન આવે છે ..આજે એક ભાણે ખાવાના સંબંધો ક્યારેક એક બીજાના મોં પણ જોવા ના ગમે એટલા કથળી જાય ,આજનો દોસ્ત   કાલે પાક્કો દુશ્મન બની જાય અને દુશ્મન દોસ્ત બની જાય એવા યુ ટર્ન ….લાંબી દોસ્તી પછી પ્રેમનો એહસાસ અને એકરાર પછી કરેલા પ્રેમલગ્ન ક્યારેક ક્યારેક અહં નામના વાયરસને કારણે છૂટાછેડામાં પરીણમતો યુ ટર્ન બની જાય છે ..
આ બધા યુ ટર્નમાં આપણે બીજા લોકો સાથે સામેલ હોઈએ છીએ ..પણ ક્યારેક આપણે આપણી અંદર જ ભીતર જ યુ ટર્ન લેવા પડે છે ..આપણા સિદ્ધાંતો સાથે આપણી મહેચ્છાઓ સાથે કરાતા સમાધાનો આમાં સામેલ કરી શકાય …પણ આમાં સંજોગો નામનું પરિમાણ ખુબ અગત્યનો ભાગ ભજવે છે …
પણ મારે વાત કરવી છે એક એવા ખુદમાં લેવાતા યુ ટર્નની કે જે આપણે સંપૂર્ણપણે સ્વેચ્છાએ લઈએ છીએ ….અને એ ખુબ અઘરો પણ હોય છે …કે જિંદગીના અમુક તબક્કે જયારે એવું લાગે કે હા હવે જે ઈચ્છ્યું હતું તે બધું હાસલ કરી લીધું છે , અથવા તો જે ઈચ્છ્યું હતું તે ભલે નથી મળ્યું પણ હવે એની પાછળ વ્યર્થ દોડ્યા કરવાને બદલે કદાચ કૈક બીજી લાઈફ પણ જીવી લઈએ ..નહીં તો બાવાના બેઉ બગડ્યાનો ઘાટ થશે ….સફળતાની ટોચે છો પણ સ્વેચ્છા એ નીચે ઉતરી જવું ….આ સૌથી વધારે સમ્માનપૂર્ણ વ્યક્તિત્વ કહી શકાય કે જે બીજા માટે સ્વેચ્છાએ ગરિમાપૂર્ણ રીતે જગ્યા કરીને જતા રહે …..ખૂબ ધન હોય પણ વાનપ્રસ્થમાં તેને યોગ્ય રીતે વહેંચી દાનધર્મ કરી પોતાના સ્વપ્નની સુંદર જીવન વ્યતીત કરવાનું સપનું પૂરું કરી શકે ……
આને સેલ્ફ એક્ચ્યુઅલાઈઝેશન કહે છે ..જેમાં પોતાની ખોજ હોય ,પરમાત્મા સાથે તાદાત્મ્ય સાધવાની ખ્વાહીશ હોય …વધુ પડતી મોહમાયાનો ત્યાગ હોય ..જિંદગી પાસે માગવાની નહીં પણ આપવાની ખ્વાહીશ હોય ……સંબંધોનું બિનજરૂરી વળગણ ના હોય …જો તમે તમારી ઉત્તરાવસ્થા ખૂબ સુંદર વિતાવવી હોય તો આવનાર પેઢીને સંસારની કમાન સોંપીને ગરિમાપૂર્ણ રીતે નિવૃત્ત થાઓ અને મનપસંદ રીતે પ્રવૃત્ત થાઓ ….
બહુ અઘરું છે નહીં !!!!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s