માતૃ મહોત્સવ …


મે મહિનાનો બીજો રવિવાર એટલે આખી દુનિયામાં એક વ્યક્તિને દિલથી યાદ કરાય ..એ ” માં “…
કોઈ સ્ત્રી કદાચ દુનિયાના માપ દંડ પર કદરૂપી હોઈ શકે પણ કોઈ માં ક્યારેય કદરૂપી ના હોય ..દુનિયાનો કોઈ ખૂણો કે દેશ કે કોઈ ધર્મ કે કોઈ માનવી એવો ના હોઈ શકે જે એક ગર્ભવતી સ્ત્રી તરફ બુરી નઝરે જોઈ શકે …આપણા વજૂદનું એકમાત્ર માધ્યમ જે ઈશ્વરે નિર્માણ કર્યું તે માં …એના લોહી માંસથી નવ માસ સિંચાયેલો પીંડ એટલે આપણે …જન્મ આપતી વખતે કહે છે સ્ત્રીનો બીજો જન્મ હોય છે ..પ્રસવ પીડામાં દરેક સ્ત્રીને જાનનું જોખમ તો હોય છે જ ..પણ એ ઈશ્વરનો સૌથી મોટો કરિશ્મો છે કે માં બાળકને લગભગ હેમખેમ જન્મ આપી દે છે અને એ ક્ષણે એના સંતાનનું મુખ તેને જગત ના બધા દુખ ભુલાવી દે છે …
માં કોણ છે ??કેવી હોય છે ??? એની વ્યાખ્યા શું ?? એતો વિશ્વમાં એક જ હોઈ શકે ..અરે પોતાના બચ્ચાની ચાંચમાં દાણા લાવીને નાખતી ચકલી હોય કે પોતાના ઈંડા સેવતા પંખી હોય …જન્મ આપીને વાછરડાને ચાલતું કરી દેવા મથામણ કરતી ગાય ..એ બધા માતૃત્વના રૂપ જ છે …
સ્ત્રી જયારે નાની બાળકી હોય ત્યારથી એના દિલમાં એક માં તો હોય જ છે ..તમને યાદ છે નાની છોકરી ઢીંગલા ઢીંગલીની જે સંભાળ લે તે એક માંની જેમ જ લે …જયારે કોઈ પંખી કે નાનું કુતરું પીડાથી કણસતું હોય ત્યારે બાજુ વાળા રાજુને જે પણ જોઈએ તે દોડીને લઇ આવે …કોઈ બીમાર હોય તો તે મૂડલેસ થઇ જાય …જયારે મોટી થાય ત્યારે પિતાનું ધ્યાન પોતાની માં કરતા પણ અદકેરું રાખે ..એ ભાઈ અને પિતાને સાચવતા સાચવતા દેખભાળ કરવાના પાઠ કોઈ પણ પ્રયત્ન વિના અનાયાસે શીખી જાય છે …..અને એ ભવિષ્યમાં એને પોતાના સંસારમાં કામ આવે છે …
ઐશ્વર્યા રાય હોય કે ફૂટપાથ પર બસેરા બનાવીને રહેતી આદિવાસી કન્યાના માતૃત્વ કે તેને ધારણ કરતી વેળા થતો અનર્ગળ અવ્યાખ્યાયિત આનંદ કે પ્રસવની પીડામાં કોઈ ફરક નથી હોતો …એટલે જ તો કહે છે માતાનો ધર્મ તો યુનિવર્સલ છે એને કોઈ દેશના સીમાડા બાંધી ના શકે …..અને સ્ત્રી એક કરતા વધારે પ્રસુતિથી ડરતી પણ નથી …એને પોતાનો બાળક જો પ્રૌઢ પણ થઇ ગયો હોય તોય એ બાળક જ હોય એમ એનું ધ્યાન રાખતી માં …….
શું આવી માં માટે એક જ દિવસ ??? આ માતૃત્વનો મહોત્સવ તો આપણા જન્મથી મૃત્યુ સુધી હોય છે પણ છતાય જાણતા કે અજાણતા આપણે આ દુનિયામાં સૌથી વધુ દિલ માંનું જ દુભાવીયે છે અને એનું દિલ પણ એ વાતનું ક્યારેય માઠું નથી લગાડતું એ બીજું યુનિવર્સલ સત્ય છે ……..
હું મારા માતા પિતાનું પહેલું સંતાન !! મારા જન્મ વખતે ત્રીજા મહીને મારી માતાને જમણા આખા અંગે લકવો થઇ ગયો …સારવાર ચાલતી રહી ..માં પથારીવશ હતી ..ક્યારેક ગુસ્સે થઈને ખુબ આવેશ માં કહેતી પણ કે આવનારે મને દુખી દુખી કરી છે ..હું એને મારી નાખીશ ….અગિયાર મહીને અમદાવાદની વાડીલાલ હોસ્પિટલના ચાર મોટા ડોકટરોની હાજરીમાં મારો જન્મ થયો …બસ એ જ પળે મારી માંએ મારી દેખભાળ જે રીતે કરી છે તે મારા વડીલોએ કરેલી વાતો  યાદ કરીને આજે મારી આંખ ભીંજાઈ જાય છે ..અરે એતો કોઈને અડવા પણ નહોતી દેતી ..પાડી નાખે તો …તે પોતાના મનોબળથી ચાલતા શીખી અને ધીરે ધીરે થોડી અસર સાથે ફરી સંસારમાં પ્રવૃત્ત પણ થઇ …તેણે હમેશા મારા ભાઈ કરતા પણ મને વધારે જ પ્રેમ આપ્યો …..આ જનનીનું હું ઋણ આ જન્મે તો શું ક્યારેય નહિ વાળી શકું …આજે પણ શહેરમાં જ છે તેથી ફોન કરે અને પૂછે બેટા કેવું છે અને લાંબા લાંબા ગપ્પા મારે …એના વૃધ્ધવસ્થામાં એની સાથે વાત કરીને અમે એક બીજાને હુંફ આપીએ ..એ જ મારો તો માતૃ મહોત્સવ …

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s