ચાલો આજે ઝખ મારીએ !!!!


તમે તમારા જીવનને ધ્યાનથી જોયું છે ??? કશાક હેતુ વગર તમે કોઈ કામ કરતા જ નથી ..અને એ હેતુસર કામ કરતા કરતા બીજા કેટલાય કામ કરી નાખતા હો એ વાત જુદી છે ..મમ્મીએ શાક લેવા મોકલ્યા તો બાજુ વાળા શાંતિકાકાની ટપાલ પણ નાખી આવ્યા એ રીતે સ્તો !!! સવારે ઉઠીએ છીએ કેમકે ઉઠવું પડે છે …કેમ ?? એ તો બધાના કારણો જુદા જ હશે …કોઈ કામસર આપણે ઉઠી જઈએ છીએ …સવારે ત્રણ વાગ્યાની ગાડી પકડવી હોય તો જ બે વાગ્યે ઉઠાય નહીં તો અમસ્તો આંટો મારવા કોઈ ઉઠે છે ખરું ( અસ્વસ્થ તબિયત કે ટેન્શનવાળા જીવો અહીં બાકાત છે ) ????
મારે તો એવું છે કે જે દિવસે સવારે કોઈ લગ્નમાં જવાની કંકોતરી હોય અને સવારથી રાતનો પ્રોગ્રામ ત્યાં સેટ હોય એ દિવસ બહુ બેકાર લાગે ..એવી રીતે નહીં જે રીતે તમે વિચારો છો ..પણ એક તૈયાર જમવાનું મળે એ સિવાય કોઈ વાત મને આકર્ષિત કરતી નથી ..હા બધાને મળાય છે પણ તમે કેટલી વાર શું શું વાત કરી શકો એ બાબત પર નિર્ભર કરે છે …..પણ હા એકાદ બે એવા લગ્ન સમારંભ મને યાદ છે જેમાં હું અને મારા શ્રીમાન બેઉ ગયેલા ..એમાં વર પક્ષ ના માત્ર કુટુંબ સિવાય કોઈ ઓળખે જ નહીં ..અને બીજું કોઈ મિત્ર મંડળ પણ નહીં ..જાણે ભીડમાં અનાયાસે મળેલું એકાંત બસ શાંતિથી બેઠા …બેઉ જાણે ઘર બહાર નિરાંતે બેસીને વાતો કરીને ખુશ થયા …કોઈ કનડગત નહીં કોઈ કશું કહે નહીં બસ ઘણું બધું જોવાય અને સમય ધીરે ધીરે ચાલ્યો જાય ..અને આમાં કોઈ હેતુ જ નહીં ..હા એક વ્યવહાર નિભાવવાનો ખરો ….પણ એમાં બીજા વિકલ્પો હતા જ ..
મતલબ જો તમને કોઈ કામ કર્યા વગર માત્ર બેસી રહેવાનું કહેવામાં આવે તો આ આકર્ષક લગતી ઓફર બસ ગણતરીના કલાકમાં સજા જેવી લાગશે ..તમને સુતા ઉઠાડવામાં જ ના આવે તો એક હદ પછી તમને પોતાને પણ ઊંઘ નહીં આવે અને જાતે જ ઉભા થઇ જશો ….ઓફીસમાં ખડૂસ બોસ અચાનક તમારા પર દયા કરી તમને કોઈ કામ જ ના સોંપે બસ ખાલી મસ્ટરરોલ પર સહી કરી આરામથી એ સીમાં બેસી રહો ..અને સમયસર ચા અને નાસ્તો કરી સાંજે સમયસર ઘેર જાવ ..એક દિવસ કદાચ તમે કાઢશો પણ બીજા દિવસથી તમને પોતાને આ નહીં જ ગમે !!! મમ્મીને નક્કી કરીને એક અઠવાડિયું સવારથી સાંજ સુધીનું કામ બીજા સભ્યો માથા પર લે ..ખાવાનું તૈયાર કોઈ સરસ હોટલમાંથી ટીફીનમાં આવે અને બેસાડી રાખવામાં આવે તો આ એને આરામ આપીએ તો એ કોઈ બીમારી વગર જ બીમાર જેવી લાગશે …અરે મમ્મી જ નહીં જેને કામ નથી કરવા દીધું એ તમામ લોકો એવા જ લાગે …
ધારવામાં સરળ અને સુંદર લાગતી આ આરામની કલ્પના જયારે હકીકત રૂપે જીવવી પડે તો અઘરી હોય છે …કોઈ પણ  પ્રકારના કામ વગર કોઈ વ્યક્તિ કે જીવ જીવી શકતો નથી …હા ,ફરક એટલો જ હોય છે કે એને કરવા પડતા દરેક કામ તેને મનગમતા નથી હોતા તેથી તે કંટાળે છે , બીજું એને એ કરવા માટે એક નૈતિક ફરજ પાડવામાં આવે છે ( પગાર માટે કે પછી આજ્ઞા તરીકે )….એ કામ એને અનુકુળ સમયે કરવાનો વિકલ્પ નથી આપવામાં આવતો …એની વૈયક્તિક પ્રાથમિકતા સાથે આ કામની પ્રાથમિકતા ઘણી વાર સામસામે થઇ જતી હોય છે અને એક ને ભોગે બીજા સાથે સમાધાન કરી લેવું પડતું હોય છે …..
પણ છતાય એક સ્વપ્ન જોઈ લો ..એક વેકેશન લો …એક દિવસ જ્યાં ફક્ત તમારા સિવાય કોઈ પણ ના હોય એવો વિતાવો ..તમારી મનગમતી પ્રવૃત્તિ સાથે ..એ કદાચ જે પણ હોય ..પણ એવી કે જે તમે એકલા જ કરો …લખોટી પણ રમી શકો …અથવા મોટા અવાજે ગાઈ શકો ..એક મજાના ઢાબામાં એકલા એકલા ડીનર અને પછી એક ફિલ્મ એ પણ એકલા …….એક વેકેશન જે તમારા ટેન્શન વાળા જીવનની એક જરૂરિયાત છે પણ ઓળખાઈ નથી હજી સુધી …..

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s