ખુશી @કલ્પના .કોમ


એણે મસ્ત પીળા કલરનો બર્મુડા પહેર્યો છે ..લાલ કલરની ટી શર્ટ ..બાંડિયું સ્તો !! આંખે કાળા કાળા ગોગલ્સ છે અને માથે નેતર ની હેટ…પગમાં મસ્ત સ્લીપર અને પીઠ પર એક ઝોલા બેગ …કાનમેં ઇઅર ફોન અને હાથમાં એક આઈ પેડ ….દરિયા કિનારે રેતીમાં ચાલ્યા કરે છે …
ચાલો આનો પરિચય કરાવું…..આનું નામ છે વેકેશન …..એ કેવો હોય ??? ના યાર એ પુલ્લિંગ નથી …..એ કેવી હોય ??? ના યાર એ સ્ત્રી લિંગ પણ નથી …તો એ છે કોણ ??? અરે એ તો એ બાળક છે ….વેકેશન કેવું ??????
બોલો એનું વર્ણન જ કહે છે કે એ ખુબ મસ્તીખોર બાળક જ છે …..એ લખોટી રમે છે હજી પણ રમે છે ..એ સતોળિયું ગોઠવીને રાત્રે દસ પછી આખા કોમ્પ્લેક્ષને જગાડે છે પોતાની બુમો થી …..એ સવારે બ્રશ કર્યા વગર બેટ પકડીને નીકળી પડે છે ..એ પરસેવે નીતરે છે …એ મમ્મીને બુમો પડાવે છે …પરાણે પરાણે નાહવા બેસે છે …પછી કેરમ ,લૂડો ,ચાઈનીજ ચક્કર , વિડીઓ ગેમ કે કાર્ટુન ચેનલમાં વ્યસ્ત રહે છે …પાછું સાંજે તોફાન મચાવે છે …એને બરફના ગોળા ચૂસવા છે અને કેરીનો રસ પીવો છે …એ મમ્મી એ અગાસીમાં મુકેલા તડકા છાયાના છુંદાનું અગાસીએ ચડતા કુતરા અને વાંદરા -બિલાડીને લાકડીને લઈને ભગાડતું રહે છે ……એને ફોઈના ફોન નો અને કાકાના કાગળનો ઇન્તઝાર છે …કાકાએ ગઈ સાલ વચન આપેલું કે આ વખત જો પહેલો નંબર આવ્યો તો એ મને એસ્સેલ વર્લ્ડ લઇ જશે બધા સાથે એટલે ચિંકી પીન્ટુ નિક્કી અને ચિરાગ ….બધા સુરત થી મુંબઈ જશું ….અને ફોઈ એના દીપક અને ગાયત્રી સાથે ઘેર આવશે ….બધા ફરવા જશે પાવાગઢ ……હુરર્રે …ક્રિકેટ રમશે …બેડમિન્ટન રમવા માટે એણે ચિરાગને કાલાવાલા નહીં કરવા પડે …..એના પપ્પા પીઝા પાર્ટી પણ કરવાના છે …મમ્મી સાથે એણે મામાને ઘેર પણ જવું છે …અને પછી એ વેકેશન સીમલા અને કુલુ મનાલી ટ્રેકિંગમાં પપ્પા સાથે પણ જવાનું છે ……..
આ માસુમ વેકેશન ખુબ ખુશ છે …એ પપ્પામાં પણ બાળક બનીને બેઠું છે ..એના પપ્પા પણ ક્રિકેટ રમવા આવે છે અને મમ્મી પણ બધી ગેમ રમે છે ..વેકેશને આ સાલ એની પાસે થી ઘરઘત્તા પણ શીખી હોંકે !!!! કાલે કોમ્પ્લેક્ષના ચારે ટાવરના બચ્ચાઓ એ ઢીંગલા ઢીંગલીના લગન રાખ્યા છે અને વેકેશનના કોમ્પ્લેક્ષના બધા રહેવાસીઓ લોકોએ સોલ્જરી માં આઈસ્ક્રીમ પાર્ટી બી રાખી છે …બધા દાદા દાદી ઉભી ખો રમશે અને દાદીમાં પંજાબી પહેરીને આંધળી ખિસકોલી રમવાની છે …આ વેકેશનને તમારા ઘર આંગણે બોલાવવું હોય તો ફોન નંબર છે :…તમારું મન ..અને ઈમૈલ અડ્રેસ છે : તમારી ખુશી @કલ્પના .કોમ ….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s