ધોમધખતા તડકામાં ગુલમહોર..!!


ટૂ ફિલ …..એટલે કે મેહસૂસ કરવું ..અને એક બીજો અર્થ ભરી દેવું …ખાલી જગ્યાને હવા, પાણી એહસાસ ક્યારેય કોરી કે ખાલી રહેવા દેતા નથી ….અને સાફ કરેલા હૃદયને ભરી દેવાય છે ..મારા ઘરની એક બારીમાંથી બધા મકાનો વચ્ચે થોડી દૂર આવેલી સડક પર ગુલમહોરના ઝાડની ટોચે મહોરી ઉઠેલા એ ફૂલો અત્યારે એના પુરા શબાબ પર છે ..અને મકાનોના ઝુંડ વચ્ચેથી ડોકાતા રહે છે ..જયારે સમય મળે ત્યારે એને જોઈ રહું છું …ધોમધખતા તડકા સાથે દોસ્તી અને પ્રેમ નિભાવતા એ કેવા ખીલતા રહે છે ..એનો કેસરિયો રંગ !!!! હમણાં પિયર ગયેલી ત્યારે મારા પિતાજી સાથે હું સાંજે ચાલવા જતી …કદાચ ક્યારેક ચુકી જતી તો એક અફસોસ થતો …વૃક્ષોથી બેઉ તરફ ઢંકાયેલી એ સડક હતી ..ત્યાં એક બાંકડા પર થોડી વાર બેસતા એની સામે જ બે ગુલમહોરના મોટા વૃક્ષ ..ભરયૌવનથી છલકાતા …એક પર ફૂલો ખીલેલા અને એક પર માત્ર કળીઓ હતી …રોજ થતું મારા પાછા જતા પહેલા એ કળીઓ ખીલી જાય તો !!!!!પણ ના એ કળીઓ મોટી થતી પણ ખીલેલી ના જોઈ …
કુદરત આપણે સર્જેલી મુશ્કેલીઓ સામે પણ ઝઝુમતી પોતાનો નિયત ક્રમ તોડતી નથી ….એટલે જ અસ્તિત્વને નખશીખ નિભાવી જાણે છે ને !!!
વિમાનમાં ઉડતી દુનિયા વચ્ચે એક લાકડીને ટેકે ચાલતા પપ્પા સાથે ધીમી ગતિએ આ મળેલા સમય વચ્ચે મને કુદરત કાનમાં જાણે કહી ગયી છે કે બસ આમ જ રહેવાય પોતાના નિયમો પણ અને પોતાની ગતિ પર પોતાના અસ્તિત્વને માણતી વખતે નિર્લેપ થઇ જીવતા રહેવાય …
બસ તડકા સાથે આમજ લડી લેવાનું …ધોમધખતા તડકામાં ગુલમહોર બની ખીલી જવાનું !!!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s