મારામાં મીરાં તારામાં રાધા ….


મીરાં…..
આ પાત્રનું નામ છે એક સ્ત્રી પાત્રનું … હિન્દુધર્મમાં કૃષ્ણના નામથી જેમ કોઈ અણજાણ ન હોય તો એને માટે મીરાંનું નામ પણ અણજાણ ન જ હોય !!!મેડતાની રાજકુંવરી અને મેવાડની મહારાણી છતાય હલક લઈને તંબુરના સૂરે ગાતી રહી …”મેરો દરદના જાને કોઈ …!!!”નાનપણથી ભક્તિની હવાને શ્વસીને મોટી થયેલી મીરાંને રોમેરોમ વસેલા કૃષ્ણ ….જેને અપાયેલ ઝેરના કટોરાને અમૃત કરવાની જવાબદારી પણ કૃષ્ણને વહન કરવી પડે એવી અનન્યા મીરાં …!!!!
આપણી દુન્યવી આંખો એને દુઃખ પડ્યા સંસારી ….એમ કહેતીહોય પણ ભક્તિમાં સમાધિ અવસ્થાને સમર્પિત એમાં અભિભૂત થયેલી મીરાંને એ દુન્યવી દુઃખ શું એને કદીય સ્પર્શ્યા હશે ખરા !!???
એક અવસ્થા પછી જયારે મન સર્વોચ્ચ કક્ષાએ ભાવ વિલીન બની જતું હશે !! આત્મા સાથે એકાકાર થઇ જતું હશે !! ત્યારે નાડી ચાલતી હશે અને હૃદય ધબકતું હશે તોય આ ખોળિયું તમામ સંવેગોથી પર બની અ-ચેતન બની જતું હશે ….અનંતમાં એકાકાર આત્મા !!અને ત્યારે ચેતના શબ્દોનું રૂપ ધરી એકતારાને તારે હોઠો પરથી સ્ફુટ થતા હશે અને એ પદો થકી અને ભક્તિની સમાધિમાં ગુલતાન એ શબ્દોને પદના રૂપે સંવારવા માટે ખુદ હરિને સરસ્વતીને મોકલવા પડ્યા હશે !!!! કે પછી ખુદ આવવું પડતું હશે !!! એટલે જ દુન્યવી ખોળિયાને કોઈ ઝેરના કટોરાની અસર ના થઇ હશે !!!
જયારે આત્મા શરીરની કરચલી ,આંખો નીચે કુંડાળામાં અટવાયા કરશે ત્યાં સુધી બધા દુખો તેનો પાલવ પકડી સાથે ચાલ્યા જ કરશે ….કારણકે દ્રષ્ટિ તેની આગળ જોઈ ના શકે એવો માયાનો મોતિયો આવી જાય છે ……અને કીર્તન કરતી બેસુધસી સાધુ મંડળીમાં નર્તન કરતી મીરાંને તો કૃષ્ણ એ પોતાની મૂર્તિમાં સમાવી લેવા પડ્યા ..એવો સર્વોચ્ચ ભક્તિ એની …એ ભક્તિ હતી કે કૃષ્ણ પ્રેમ !!! પ્રેમમાં જયારે માત્ર હૃદયમાં મૂર્તિ બેસાડીને પ્રેમને આરાધ્ય બનાવી દેવાય તો એને માટે મીરાં બનવું પડે …જેને મૂર્તિના દરસ પણ કાફી છે !!!!!!!!
ચાલો હવે રાધા ….આવતી વખતે ….
મારામાં મીરાં તારામાં રાધા ….

Advertisements

One thought on “મારામાં મીરાં તારામાં રાધા ….

 1. જ્ઞાનીઓનું જે નિદિધ્યાસન છે
  યોગીઓનું જે ધ્યાન છે
  કર્મયોગીઓનું જે નિષ્કામ કર્મ છે
  તે
  ભક્તોની ભક્તિ છે.

  સાધકની અવસ્થા અને સ્વભાવ પ્રમાણે અલગ અલગ સાધન પદ્ધતિઓ છે.

  સહુ કોઈ પહોંચે છે એક લક્ષ્યે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s