ઘરેડમાં ચાલવાની આદત …..


ઘરેડમાં ચાલવાની આદત …..
હમણાં જ એક પરિચિતને મળવાનું થયું …દીકરાના દસમાં ધોરણમાં પરિણામ આવ્યું ..નવી રીત મુજબ ૯૯ પર્સન્તાઇલ આવ્યા …દીકરો ડોક્ટર બનવા માંગે છે …સરસ વાત છે …મારી પાસે પડેલી એક માર્ગદર્શિકા એમને આપી જેમાં જાણી અજાણી તમામ વિષયોની માહિતી હતી ..
એ છોકરાનું કહેવું હતું કે બારમાંના પરિણામ પછી વાત !!! સારા ટકા આવે તો ડોકટરી કરીશ …નહીં તો બીજી લાઈન લઈશ …મને ડોક્ટર બનીશ તો કોઈ અભ્યાસમાં તકલીફ હશે તો મારા ફોઈ મદદ કરશે એમણે ગેરેંટી આપી છે અને એમના બે દીકરા પણ ભણી રહ્યા છે …ફોઈ કહે છે કે પછી મલ્ટી સ્પેસિઆલીતી હોસ્પિટલ ખોલીશું તેમાં આવી જજે ….
એક સહજ સવાલ પૂછ્યો ..શહેરમાં હવે સાદા એમ બી બી એસ ડોકટરોનું ચલણ નથી …જો તમારી સારવાર અકસીર હોય તો દર્દીઓ આવશે પણ ઘણા હજી દર્દીની રાહમાં હોય છે અને ઘણાને ત્યાં લાંબી લાઈન હોય છે …શું તું એક નાના ગામડામાં જઈ પ્રેક્ટીસ કરીશ ?? શું તું ડોક્ટર બની લોકોની સેવા કરીશ ????
તો જવાબ ના માં આવ્યો અને અપેક્ષિત જ હતો ….
બારમાંના પરિણામ પછી વાત !!! સારા ટકા આવે તો ડોકટરી કરીશ ..
બસ હું અહીં અટકી ગયી ..અહીં મનની મક્કમતાનો અભાવ હતો …જો અને તોનું સામ્રાજ્ય હતું …એક ઈચ્છા હતી પણ ત્યાં સુધી પહોંચવાની મક્કમતાનો અભાવ હતો …અને તો પણ બીજા વ્યક્તિ પર નિર્ભર રહીને કારકિર્દી આગળ વધારવાનો ઈરાદો હતો …..દુનિયાનું એક નાનું કામ કરવા માટે પણ એક મક્કમ ઈચ્છાની અને મેહનતની જરૂર હોય છે …પણ એમાં બાળકનો વાંક નહોતો …એ એને શીખવવું પડે છે અને બનતા સુધી તો એ પોતાના માં અને બાપને જોઇને શીખે છે ..એક બાળકને જરૂરી સુવિધા ઉપરાંત જે આપવું જોઈએ ..પણ એ માટે પોતાના વિચારોનું  સ્વાવલંબન અહીં નહોતું ….અને આવું ઘણા કરતા હશે …
મારી એક દલીલ એ પણ હતી કે બેટા , ગુજરાતનું જે શિક્ષણ છે તે બીજા રાજ્યોમાં જે આ કક્ષાએ અપાય છે તેનાથી થોડી ઉતરતી ગુણવત્તાનું છે અને એક ઘરેડમાં ચાલવાની આદતને લીધે આપણે વૈકલ્પિક વિદ્યાશાખા વિષે બહુ ઓછું વિચારીએ અને જાણીએ છીએ …મોટા ભાગના વિદ્યાર્થીઓ એ કહેતા સંભળાય છે મારા બધા દોસ્ત આ કોલેજ કે વિદ્યાશાખામાં જતા હતા તેથી હું પણ ગયો કે ગઈ …ખુબ ઉચ્ચ કક્ષાએ પણ ડોક્ટરનો દીકરો ડોક્ટર બને કે એ રીતની અપેક્ષા જોવા મળે છે ..
એક વખત અમે દિલ્હી જતા હતા ત્યારે કોટા રાજસ્થાનથી અમારા ડબ્બામાં દસ પંદર આવા જ દસમી પાસ કરેલા છોકરા છોકરી ચડ્યા ..જેઓ ફિરોઝપુર જતા હતા અને દસમી પછી આઈ આઈ ટીના સ્પેસીઅલ કોચિંગ માટે જ અહીં રહેતા હતા અને રાત્રિભર એ લોકો પોતાના પુસ્તકોમાં થી પ્રોબ્લેમ સોલ્વ કરતા હતા ..તેમને આઈ આઈ ટીમાં પ્રવેશ મેળવવાની મક્કમતા હતી …ત્યાં સાત કે આઠમાં ધોરણથી દીકરો કે દીકરી આઈ એ એસની પરીક્ષાની તૈયારીમાં મંડી પડે છે …આમાં પણ એક ઘરેડમાં ચાલવાની આદત જ સામેલ હોય છે …..પણ મુખ્ય રસ્તાની બાજુની કેડી પર નવી રાહ કંડારવી કોઈને પાલવતી નથી કેમકે જલ્દી મોટા વ્યક્તિ થવું છે જલ્દી કોઈ પણ રીતે પૈસાદાર થવું છે …જલ્દી સફળ થવું છે …..સમય નથી ..પણ આ બધામાં કદાચ જિંદગી જીવવાની ભૂલી જવાની પણ એક ઘરેડ ચાલુ થઇ ગયી છે …..મને લાગે છે કે આવતો યુગ મનોવૈજ્ઞાનિકનો યુગ હશે …..
ના મેં ઘણી બગાવતો કરેલી છે અને એને લીધે ઘણી મુશ્કેલીઓ ભોગવી છે અને રસ્તા પણ કાઢ્યા છે પણ તેની વાત ક્યારેક કરીશ પછી કોઈ વાર …

Advertisements

2 thoughts on “ઘરેડમાં ચાલવાની આદત …..

  1. સાચી વાત. દુનિયાથી અલગ ચાલો અને ખુદનો રસ્તો શોધો એટલે મુશ્કેલીઓ તો આવે જ. જીવનમાં અફસોસ ના રાખવો હોય તો ખુદના રસ્તા પર ચાલવાની હિંમત હોવી જોઈએ, બાકી અડધા ઉપરની દુનિયા ઘેંટાની જેમ જ જીવન પતાવી દે છે અને અંત સુધી ખબર પડતી નથી કે શું કરવા આવ્યા હતા? શું કર્યું? અને કેમ કર્યું?

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s