અફાટ રણમાં મીઠી વીરડી


બપોરે બે વાગ્યે બગડેલી બસમાંથી ઉતરી હાઈ વે પર ચાલતા ચાલતા ધોમધખતા તડકાની વચ્ચે આવી મળે એક લીમડાનું ઘેઘુર વૃક્ષ અને ટાઢી બોળ છાંયડી અને નીચે કાળું માટલું પિત્તળનું પવાલું માંજીને મુકેલ હોય અને પિત્તળની તાંસળી ઢાંકેલી હોય માટલા ઉપર ….
તમને એહસાસ થયોને ??!! કે તરસ, શીળી છાંયડી જયારે અભાવમાં મળે ત્યારે જ એની થાય ખરી કદર …..
ચાલો હવે કાલે રવિવાર છે ..છેલ્લા એક મહિનાથી એક દિવસ રજા નથી પાડી રવિવારે પણ કામ કર્યું છે …દરેક દિવસ ઓછામાં ઓછું અઢાર કલાક તો ખરું જ !!! ત્યારે પછી મળતી એક રજા જયારે કામ પૂર્ણ થયું છે ત્યારે મળી તો એ રજામાં તમે કરશો શું ????
લગભગ આવી રજા સવારે મોડે સુધી ઊંઘવામાં ગાળવાની મજા …શું સાલું ઉઠીએ એટલે ઉપાધી ચાલુ જ તો વળી !!!
આજે આપણે એવા લોકોને યાદ કરીએ આપણા જીવનમાં જે ખરેખર લીમડાના ઘટાદાર વૃક્ષ જેવા છે કે હતા …સ્વાદે કડવા પણ ગુણે મીઠા ….એવી પળો જે જતી રહી છે પણ એનો આનંદ હજી ય એવો જ તાઝો છે જે એ વખતે હતો ..એવી કોઈ નાની મુસાફરી …વચ્ચેના સ્ટેશન થી ચઢીને પાંચ સ્ટેશન પછી ઉતરી ગયેલો પણ એ ગાળા માં કૈક એવું કરી ગયો કે પછી ક્યારેય મળ્યા નથી પણ એ જરાય ભૂલાતો નથી અને એને મળવા માટે તમે ગમે તે વખતે તૈયાર છો !!!!
બહુ ઓછી વ્યક્તિઓ એવી હશે પણ એમની યાદ આવતા જ એમનો ચેહરો તમારી નઝરને ભરી દેતો હશે …એની વાતો હજી કાનમાં ગુંજતી હશે …
કહે છે કે વર્તમાનમાં જીવો ભૂતકાળને વળગીને ના ચાલ્યા કરો …સાચી વાત …સાવ સાચી વાત …..પણ વર્તમાનના પાયામાં રહેલો એ ભૂતકાળને અળગો કરી કેમ રહેવાય …અને વર્તમાન જયારે માણસને ધીરે ધીરે એકલો કરી રહ્યો છે ત્યારે ?? ત્યારે અનાયાસે આવી જાતી એ યાદો !!!
બસ એને યાદ કરીને નિસાસો નાખવાનો છોડી દો…એના આનંદને જ યાદ કરો …તમારા ચેહરા પર વિલસી જતું એક સ્મિત તમારામાં એક તાઝગી ભરી દેશે …અને હા આપણે બધા કેટલાક વણ જોઈતા પૂર્વગ્રહોને પાલવે બાંધીને જીવ્યા કરીએ છીએ ..કે ફલાણો તો આવો અને ઢીકનો તો તેવો ….એ છોડી દો …કદાચ તમારી પહેલી મુલાકાત વખતે એ વ્યક્તિ ખુબ ટેન્શનમાં હોય અને ના બોલી હોય કે કૈક અજુગતું વર્તન કર્યું હોય તેથી ફર્સ્ટ ઇમ્પ્રેસનથી આગળ થોડા સેકંડ મેળ મિલાપ પણ થઇ જવા દો તો ખોટું નહિ અને આના થી ઊંધું પણ થયું હોય …..યાદ રાખો જુના સંબંધો પણ એક પણ સાવ અજાણ્યા અને નવા જ હતા ..કૈક જતું કરીને કૈક મેળવીને થોડું હંસીને થોડું રડીને એને નિભાવી લીધા ત્યારે એ વર્ષો જુના થયા હોય છે …..
મારા જીવનમાં પણ બે થી ત્રણ વ્યક્તિઓ બહેનપણીઓ એવી છે કે ગમે તેટલા અંતરાલ પછી પણ વાત કરું પણ હૈયું ઠાલવી નાખું અને એ વ્યક્તિ પણ !!! એ યાદ આવે એટલે હસવું જ આવે …હું આઠેક વર્ષ પહેલા નોકરી કરતી ત્યારે એક ભાઈ મારી સાથે એ ઓફીસમાં હતા …એ બધાને હજારની નોટ દસની નોટ એવું કહેતા ..આખી ઓફીસનો માહોલ જ એવો હતો …મને તો એવું જ કહે આ નોટ તો ઇન્ડિયામાં ચાલે જ નહિ ..અને અમે મજાક કરતા કે જો તમારી બદલી થાય તો ચાર લીલા નારિયેળ માં સ્ટ્રો નાખી એકસાથે પીવાની માનતા માનીએ છીએ …અમે જુદા પડી ગયા અને એ ભાઈની બદલી થઇ ગયી …મેં નોકરી છોડી દીધી …એક દિવસ ફેસબુક પર મળ્યા …ત્યારે મારી અશાંત મનોસ્થિતિ વાળું એક સ્ટેટસ એ વખતે લખેલું તો તેમણે કમેન્ટ આપી કે શો મસ્ટ ગો ઓન …પિક્ચર અભી બાકી હૈ દોસ્ત !!!
ત્યારે મારું ગુમાઈ દીધેલું હાસ્ય પાછું આવી ગયું અને મેં પેલા લીલા નારિયેળ યાદ કરાવી દીધા ……
બસ અફાટ રણમાં મીઠી વીરડી જેવા કેટલાક ચેહરા કેટલીક પળો …..તરોતાઝા રાખે છે આપણને !!!!!!

Advertisements

4 thoughts on “અફાટ રણમાં મીઠી વીરડી

 1. સરસ લેખ. આપની લેખન શૈલિ ઘણી પ્રવાહી છે તેથી લેખ વાંચવા ગમે.

  વાસ્તવમાં કોઈ ભુતકાળમાં જીવતું નથી હોતું. ભુતકાળની સ્મૃતિ વર્તમાનમાં આવે અને તેને આધારે તે સમયે અનુભવેલા પ્રસંગો ફ્લેશ બેકના દૃશ્યોની જેમ મનની અંદર ભજવાય અને જેવી રીતે સ્વપ્ન જોતા હોઈએ ત્યારે જેમ અનેક ભાવ અનુભવાય તેવી જ રીતે સ્મૃતિ ભજવાતી વખતે તે ભાવોનું પુન: પ્રસારણ થાય. જો આ ભાવ સુખના હોય તો આનંદ અનુભવ કરાવતા સ્ત્રાવો ઝરે અને દુ:ખના હોય તો તે પ્રમાણે મગજમાંથી સ્ત્રાવ ઝરે.

  જુદી જુદી વ્યક્તિઓ કે પ્રસંગોની સ્મૃતિ થતાં જુદા જુદા ભાવ અનુભવાય છે કારણ કે તે સમયે ચિત્તમાં જે સંસ્કાર અંકિત થયો હોય તે ફરી પાછો સપાટી પર ઉભરાય.

  ચિત્ત એક સરોવર જેવું છે. જેમ સરોવરમાં સતત તરંગો ઉઠયા કરે છે તેમ ચિત્તમાં સતત વૃત્તિઓ ઉઠ્યા કરે છે.

  જે આ વૃત્તિઓને સાક્ષિ ભાવે જોતા શીખી જાય તે ધીરે ધીરે વૃત્તિઓથી સંચાલિત થવાને બદલે સ્વરુપનો આનંદ મેળવતા શીખી જાય.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s