ફોરાંની લખોટી…


વાદળોના ફોરાંની લખોટી રમવાની મોસમ આવી…
થોડા થોડા છુટા છવાયા વાદળ બ્લેક એન્ડ વ્હાઈટની થીમ વળી પાર્ટીમાં નીકળ્યા હોય એમ પોતપોતાની કારને ટ્રાફિકમાં જગ્યા કરી ભગાવતા ભગાવતા ભટકાતા ભટકાતા કોઈ ટ્રાફિક સેન્સ વગર ચલાવતા નજરે પડી રહ્યા છે …અને પછી જાણે સંતાડેલી પાણી વળી બંદુકમાંથી થોડી ઝરમર કરીને મજાક ઉડાવે ….અને પવન તો જાણે કબડ્ડી રમતો હોય એમ તડકાના ધૂપ છાંવમાં ફોટા પાડ્યા કરે છે …..રેનકોટ લઈને નીકળવું કે વરસાદમાં પલળવું એ વિકલ્પ વિચારવાનો થોડો હોય ??? હા વળી પલળીને જ પાછા ફરવાનું ….એ વખતે જયારે લાઈનસર વરસાદની ધારનું પાણી તમારા ચેહરા પરથી બુંદ બુંદ બની નીતરતું હોય ત્યારે જયારે વિચારોની કાળાશ ધોવાયા પછીનો ચોખ્ખો માણસ નજરે પડે છે …પેલી વાળની લટ નળિયું બની એક એક બુંદ ગણતી હોય એમ ક્રમબદ્ધ ટીપાને નીચે પાડવાનો આદેશ આપે અને પછી આંખોની પાંપણની રોંગ સાઈડમાં પણ જતા રહે …ત્રાંસી ધારના વરસાદમાં એની સામે સ્કુટર કે સાયકલ ચલાવતા એવું લાગે જાણે સામેથી અર્જુનની સેના એકધારા અણિયાળા તીરોનો મારો ચલાવી રહી છે ..અને ચૂંચી આંખ કરીને વાહન ચલાવવું પડે ….સાચું કહું તો હું સ્કુટી પર વગર રેનકોટે કોઈ મસ્ત ગીત ગણગણતા ધીરી ગતિએ વાહન ચલાવતી રહું …અને મારી સાથે વૃક્ષ અને અને રૂંવા ઊંચા થયેલા પક્ષીઓ પણ હોય …સહુથી વધુ જોવાની મજા આવે તો આ વરસાદમાં એક ઘટના જરૂર જોજો ..કાબરબાઈનું કેટ વોક …એ ડોક હલાવીને વરસાદ જેવો બંધ થાય તેવી અગાસીની ધારે ચાલે ત્યારે એનો રૂઆબ !!!! મને પણ એવું ચાલતા આવડે હો !!! પછી બીતા બીતા કુતરા બિચારા સંતાતા હોય અને હાંફળા ફાંફળા દોડાદોડ કરતા હોય …પેલું પેટ્રોલનું ટીપું પડે ત્યારે કાળી સડક પર રચાતું મેઘધનુષ્ય હજીય ગમે …અરે આ તો ટ્રેલર છે …ફિલ્મ તો હજી બાકી છે દોસ્ત !!!!
હમણા તો ટ્વેંટી ટ્વેંટીની મેચ જેવા ઝાપટાની મોસમ છે ..પછી જયારે અનરાધારે વરસે ત્યારે આપણે ખાબોચિયામાં છબછબીયા કરવાના છે અને પછી બધા કાગળની હોડી બનાવીને આવજો ..નહીં તો પ્રવેશ નહિ મળે …

Advertisements

2 thoughts on “ફોરાંની લખોટી…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s