પહેલો વરસાદ …!!!


પહેલો વરસાદ …!!!
કાલે ફેસબુક પર એક પ્રશ્ન કૈક આવો વાંચ્યો ..પહેલો વરસાદ એટલે કયો ?? જન્મ પછીનો ?? સોળમાં વર્ષનો ??? કે પહેલી વાર કોઈ માટે હૃદયમાં પ્રેમ સ્ફુરે ત્યારનો ??
કે પછી લગ્ન પછીનો પહેલો વરસાદ ???
આપણે એકધારી એકસરખી જિંદગી જીવતા એક વાત કેમ વિસરી જઈએ છીએ કે આજની તારીખ આજનો દિવસ આજનો વર્ષ આજની પળ ક્યારેય નહોતી આવી અને ફરી ક્યારેય આવશે પણ નહીં એટલે એ નવી છે …સદાય માટે નવી ..કાલ કરતા આજે હું કૈક નવી છું ભલેને જુના કપડા પહેર્યા હોય નહીં !!!
તો હં આપણે ક્યાં હતા ?? પહેલો વરસાદ કયો ..એ વાત પર ….
વાદળના પંક્ચર પડેલા ઘડામાંથી છટકી ગયેલી બુંદો પછી કાલે અચાનક ચાર વાગ્યા પછી ઇશાન દિશામાંથી ગ્રે શેડ વાળા વાદળો ધીમી ગતિએ નીલા આસમાનમાં ચુપચાપ આવીને ગોઠવાતા ગયા જેમ ફિલ્મ શરુ થયા પહેલા ઓડીયન્સ ચુપચાપ ગોઠવાઈ જતું હોય એમ …મેં ઘરની સામે હમેશા લહેરાતી જતી ધજા સામે જોયું તો સ્થિર હતી …મારે ઘેર મેહમાન હતા ..હું આ કુદરતને ઓળખું તેથી એમણે જવાનું કહ્યું તો મેં બહુ આગ્રહ ના કર્યો …કેમ કે આ વાતાવરણ કૈક કહેતું હતું … સૂરજ પણ ઓફીસ અવર્સ પહેલા વહેલો રવાના થઇ ગયો ..અચાનક કાળું અંધારું થવા લાગ્યું …
અને અચાનક ..
પવને પોતાની ફેરારી સ્પોર્ટ્સ કાર સ્ટાર્ટ કરી , એણે બધા વાદળોને એમાં ઘીચમ ઘીચ બેસાડી દીધા અને પુરઝડપે ચાલી નીકળ્યો ..અંધારામાં જોવા માટે એને વીજળીની હેડ લાઈટ થોડી થોડી વારે ચાલુ કરવી પડતી હતી .. એ વખતે હું મેહમાનના ગયા બાદ આ નઝારો જોવા માટે મારી અગાસીમાં વ્યોમને તાકતી ઉભી હતી …ધૂળ વાદળને મળવા ઊંચા ઊંચા કુદકા મારવા લાગી …અને મારા હાથમાં એક લાલ ગુલાબ હતું ..થોડી ડાળખી સાથે !!! એમ એક કુણો લીલો કાંટો હતો …
એ ફેરારીની બારીમાં બેઠેલા એક જાડા પાડા વાદળની ઓઢણીમાં ઘુસી ગયો ..ઓઢણી ફાટી ગયી ..અને વાદળે રોવાનું ચાલુ કર્યું ..પવને કાર સાઈડ પર લઇ બંધ કરી …બધા વાદળો એને સમજાવવા માંડ્યા અને એક વીજળી નો કેમેરા આપી મનાવી લીધો ..અને બધા પછી તો કુદાકુદ કરવા માંડ્યા ને એમના હરખના આંસુ થી ધરતી અને હું બેઉ ભીંજાઈ ગયા ………
પૂર્વ થી પશ્ચિમ સુધી માત્ર મેઘનું સામ્રાજ્ય હતું અને મોટી મોટી મોતીની માળાનું રૂપ ધરીને વાદળ ધરતીના પરોણા બની ગયા ….દસ મિનીટ સુધી ..બે હાથ ફેલાવી ..આંખો બંદ કરી મેં ઉપરવાળાનો આભાર માની લીધો ….
આ અનુભવ એને માટે શબ્દો નથી હોતા …દરેક વર્ષે આ જ પળો નવા પરિધાનમાં આવી રીતે આવે છે અને એ પળ એ જ મારો પહેલો વરસાદ …..
તમારો કેવો રહ્યો ?????

Advertisements

2 thoughts on “પહેલો વરસાદ …!!!

  1. વરસાદ

    તરસી ધરતી જ્યારે એવું તપે એવું તપે કે જેવું તપ તપ્યાં હતા પાર્વતિ સતિ ત્યારે ધોધમાર / હુડુડાટ / ધસમસતો રીતસર ખાબકતો સમંદરનો પ્રેમ તેનું નામ પ્રથમ વરસાદ.

    વરસાદ શબ્દને છુટો પાડીએ તો વર સાદ. વહુને વરનો પ્રેમથી પોકારાયેલ પ્રત્યેક સાદ પ્રથમ વરસાદ લાગતો હોય છે.

    વર એટલે ઉત્તમ. વરસાદ ને ઉત્તમ સાદ કહી શકાય. યોગીઓને જે ધ્યાનની ઉચ્ચ અવસ્થામાં ઓમકારનો નાદ સંભળાય છે તે પ્રભુ આવવાની તૈયારી રૂપે થતો પ્રથમ વરસાદ હોય છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s