એ પિતા….


એક લાગણી છે કે આપણે જયારે કોઈને પ્રેમ ગમે તેટલો કરીએ પણ એનું અવિરત સાંનિધ્ય હોવું જરૂરી બને છે એ પ્રેમને સતત મહેસુસ કરવા માટે ..જો એમાં કોઈ લાંબો ગાળો રહેવા માંડે તો જે આપણી નજીક રહે એની સાથે નિકટતા વધી જાય છે અને પેલા દૂર રહીને પણ આપણા માટે જીવતા વ્યક્તિ કરતા નજીક રહેતી વ્યક્તિ થોડોક પક્ષપાત મેળવી જ લે છે …
આપણું અસ્તિત્વ જેનો અરીસો છે …જેની સાથે આપણું ડી એન એ મેચ થાય છે અને બ્લડ ગ્રૂપ પણ એ માતા પિતા માંથી આજે પિતાનો વારો આવી ગયો ..કાલે જગતભરના સંતાનો તેના પિતા માટે કૈક વિચારશે કૈક કરશે પણ જે પોસ્ટની શરૂઆત છે એ પિતાની વાસ્તવિક પરિસ્થિતિ છે ….આ વખતે મધર્સ ડે પર શ્રી જય વસાવડાનો ખુબ સુંદર લેખ વાંચેલો …લાગણીની ચાશનીથી તરબતર …..પણ પિતા એક રુક્ષ ચેહરા પર ખરબચડી દાઢી જેને શેવ ના કરી હોય તો વાગે એવી ….આપણા જીવનનો સાચા અર્થમાં ડીરેક્ટર…જે લગભગ ડીક્તેતરની જેમ જ વર્તતા હોય એમ લાગે છે નહીં !!!! પરદા પાછળ રહીને જ કામ કરે ..
ચાલો આજે એક વાતનો વિચાર કરીએ ..માં એ ભગવાનનું રૂપ છે એવું આપણે એટલે કહીએ છીએ કે એ પોતાની જાતને સૌથી છેલ્લી પ્રાથમિકતા આપે છે પણ એ માનું સૌથી વધારે ધ્યાન રાખતા પિતા કેટલીક વાર એનું લાગણીશીલ શોષણ થતા અટકાવે એટલે થોડા વિલન લાગે નહિ !!!??? આપણે જયારે આપણો આગવો સંસાર વસાવીએ છીએ ત્યારે પતિ પત્ની અને સંતાનના સંબંધો સમજીએ છીએ ત્યારે પણ કદાચ એક વાત આપણે ભૂલી જઈએ છીએ કે આપણા માં બાપ પણ એક પતિ પત્ની જ છે અને તેમના પણ એક અલૌકિક આગવા સંબંધો છે અને આપણે એમને પણ થોડી સ્પેસ આપવી જોઈએ …માં તો કાયમ ઈમોશનલ બ્લેક્મૈલ થઇ જાય છે ..પણ પપ્પા સાચી રીતે એ રીતે બ્લેક્મૈલ થઇ શકતા નથી …
અત્યંત ગળપણ બીમારી લાવે ત્યારે પપ્પા એ આપણા જીવનનું કડવું ઔષધ બને છે …વાસ્તવિકતાની ધરતી પર ઉભા રહીને સીધી ને સટ વાત કરતી વ્યક્તિ એટલે પપ્પા …..માં આપણને લાડ કરાવી શકે એના સાધનો માટે ધન ઉપાર્જન કરવા ઘરના ઉંબરની બહાર પગ રાખતા એ પિતા એ જગતની કડવી વાસ્તવિકતાનો એક અનુભવ છે અને તેથી જ એ થોડા તીખા થઈને પણ આપણને એનાથી બચાવવાની એક પેસીવ કોશિશ કરે છે ….પિતા એ આપણા પર આરક્ષણની છત્રી છે ચાહે એ આર્થીક હોય કે સામાજિક …….અને જેમ મેં શરૂઆતમાં કહ્યું ઘરમાં હાજર રહેતી માં લાડ લડાવતી માંને સામે જોઈએ એટલે આપણે પિતાને અજાણતા અન્યાય એટલે કરીએ છીએ એક એ આપણને ઘણી વાતમાં “ના” પાડે છે …અને મમતાનો પાલવ એમાંથી હા પડાવી જાય છે …
એક પતિ પત્ની ના સંબંધો તરીકે પણ જોઈએ તો માં બન્યા પછી સંતાનો એક સ્ત્રીના જીવનનું કેન્દ્ર આજીવન બની જાય છે ત્યારે એક પિતાનું એક પુરુષ તરીકેનું એકાકીપણું ક્યારેય આપણે મેહસૂસ કર્યું છે …આપણે માતા પિતાને હરિદ્વારની યાત્રા એ મોકલીએ છીએ પણ ક્યારેય એમને સીમલા કે મસુરી મોકલ્યા છે ?…..શું વય સાથે એમનો રોમાન્સ ખતમ થઇ ગયો એનો નિર્ણય કરવાનો અધિકાર આપણે કેમ લઇ લઈએ છીએ ???..અને સામાજિક શરમથી પોતાના અરમાનોને સંતાનોની જવાબદારી માંથી પરવારી ગયા પછી અકાળે મારી નાખવા માટે કેમ માતાપિતા પ્રેરાય છે ????
ખરી કડવી વાત તો એ છે કે જ્યાં સુધી આપણી પોતાની જિંદગીમાં આ કશ્મકશ ના સર્જાય ત્યાં સુધી આ સમજાતું નથી ……પિતા એ આપણા ઘરની અંદર રહેતું એ ટી એમ મશીન હોય છે પણ એને લાગણીથી ધબકતું હૃદય હોય છે જ જે કદાચ ક્યારેક એનો પુરુષ સહજ અહં સ્વીકારવા નથી દેતો …એ પરદા પાછળ રહેલો આપણા જીવનનો ખરો નિર્માતા દિગ્દર્શક એ આપણે કેટલો ચાહે છે એ જોવા વિદેશ ગમન કરતા પુત્ર અને કન્યાવિદાય પછી એકલો ખૂણામાં જઈને રડતો પિતા જોશો ત્યારેજ સમજાશે …તમારા અભ્યાસ માટે ઘર ગીરવે મુકતા, પ્રોવિડંડ ફંડમાંથી લોન લેતા અને આજીવન હપતા ભરતા એ પિતા પણ આપણી માતા જેટલા જ પૂજનીય છે ..કેમકે એમના અંશદાન વગર આપણો જન્મ જ શક્ય નહોતો !!!
આ લેખ સમર્પિત એ તમામ પિતાને જેમણે ક્યારેય પોતે કરેલા અગણિત ઉપકાર જતાવ્યા નથી !!!!!

Advertisements

4 thoughts on “એ પિતા….

 1. આજે આસ્થા પગે લાગીને કહે કે: Happy Father’s day

  મેં હસીને કહ્યું: દિકરા એવા કાર્યો કરો અને એવું જીવન જીવો કે જેનાથી તમે Happy રહો અને તમારા સાનિધ્યમાં આવનારા Happy રહે.

  સંતાનોને Happy જોઈને Father જેટલા Happy રહે છે તેટલા બીજી કોઈ બાબતથી Happy નથી થતાં.

  Like

 2. mara pita nathi mane have mara pita bahu yaad aave che……pita hata tyare ghar ni javabdari ne karne me emni taraf dhayan aapyu n hatu have mari dil ni dil ma j rahi gai che darek ne janav vanu k pita ne ni sathe samay kadhi ne pan beso vat karo hu atyare bahu pastav chu…….
  priti ben

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s