આપણી જિંદગી !!!


એક બંધ મુઠ્ઠીમાં બંધ હવાના રંગનું રહસ્ય !!!
વરસાદકે નળમાં ટપકતા એકલા અટુલા એક જળબિંદુ જે આકાર ધારણ કરે છે એ પોલાણમાં હવાના અસ્તિત્વ વિશેનું રહસ્ય !!!
લાખો વર્ષથી સળગતા સૂર્યના ના બદલાયેલા કદ કે આકાર સાથે સળગ્યા કરવાનું રહસ્ય અને તોય કોઈ અશ્મી કે રાખના અવશેષ ના હોવાનું રહસ્ય !!!
કોઈ પણ ઉર્જા પ્રવાહના સંસર્ગ વગર પૃથ્વીનું એક નિશ્ચિત ગતિ અને દિશામાં કોઈ ટેકા વગર જ ગતિશીલ રહેવાનું રહસ્ય !!!!
આ બધા વૈજ્ઞાનિક તથ્યો કે સાબિતીઓ આપતા ગ્રંથો ઉથલાવ્યા વગર ફક્ત કુતુહલનું કાજળ આંજીને વિસ્ફારિત નઝરે અપલક જોયા કરવાની હકીકતો છે …પણ આ બધા રહસ્યો સુધી પહોંચવાની મનુષ્ય સ્વભાવની એક ફિતરત રહી ચુકી છે …
એક પળ વિચારો કે કાલે રાત્રે પથારીમાં ઓશિકાને શરણે તમે ગયા પછી તમે ખરેખર ક્યાં હતા ???
એ અગોચર વિશ્વનો ફોટો તમે ગૂગલમાં સર્ચ કરીને નહીં શોધી શકો …તમે જીવિત હતા કે મૃત એ પણ નહિ કહી શકો .હા કોઈ વાર અચાનક નિદ્રાભંગ થાય તો થોડુક યાદ રહી જાય ..કોઈ ભયાનક કે સુંદર સ્વપ્ન પર સ્મૃતિ પર પોતાની છાપ છોડી જાય એ શક્ય છે !!! માતાના ગર્ભમાં બાયોલોજીકલી નિર્મિત ભ્રુણમાં એક નિશ્ચિત પળે પ્રાણ પુરાવાની ઘટના પણ એક અલૌકિક છે અને ત્યાંથી જીવનના અંત સુધી એ પ્રાણતત્વ હોય તો જ આપણે જીવિત કહેવાઈએ છીએ અને એના જવાથી મૃત બની જઈએ છીએ !!!એ પ્રાણ તત્વ નાડીનો ધબકાર કે હૃદયની ધડકન સિવાય એનું અલગ અસ્તિત્વ છે જે કોઈ એક્સ રે કે એમ આર આઈમાં પકડાતું નથી એ રહસ્ય !!!
કહે છે કે આવનાર ભવિષ્યની રૂપરેખાઓ સદૈવ બ્રહ્માંડમાં તરતી હોય છે પણ આપણે એને જોઈ વાંચી કે સમજી નથી શકતા એ ઈશ્વરનું સૌથી મોટું વરદાન છે !!!
આપણે વીસ વર્ષના હફ્તા થી લોન લઈએ કે જીવન વીમો લઈએ પણ આવતી પળનો ભવિષ્યનો વર્તારો કોઈ પાસે નથી જ …ગુરુ શુક્રની યુતિ ,મંગળની વક્ર ગતિ ,બુધનો નીચ રાશીમાં પ્રવેશ આ બધું જ્યોતિષ શાસ્ત્ર છે અને એનું પણ વિજ્ઞાન છે પણ એ રૂપરેખા છે …નક્કર ભવિષ્ય તો કદાચ નહીં જ …
જો આપણે આપણા ભવિષ્યને નજર સામે જોઈ શકતા હોત તો હમેશા ભયના ઓથાર નીચે જીવ્યા કરત ….દરેકને પોતાના જીવનનું સુંદર પળો સાથે દુખદ પળોના દર્શન થતા જ હોત અને જેમ કે મનુષ્યનો સ્વભાવ છે કે એને સારી વસ્તુ કરતા ખરાબ વસ્તુ યાદ રાખવાની પંપાળ્યા કરવાની કૂટેવ છે એ દુખદ પળોના આગમન થી ફફડ્યા કરત અને સુંદર પળોનું માણવાનું ભૂલી જાત !!!
એટલે જ …અને માત્ર એટલે જ જિંદગી એક મોટું રહસ્ય બનીને આપણી સાથે સદૈવ ચાલતી રહે છે એ ઈશ્વરનું સૌથી મોટું વરદાન છે .એટલે જ જેવી છે એવી પણ એ માણવા લાયક છે …જીવનને કામિયાબ કરવાના તમામ રસ્તા જાણવા છતાય ,એના સંસાધનો જાણવા છતાય આપણે એ કામયાબી આપણી ઇચ્છિત પળે હાસલ નથી કરી શકતા કારણકે એ તમામ માટે એક મુકરર્ર સમય નિશ્ચિત થયેલો છે ..અને એ પળ પહેલા કે પછી નહીં પણ એ જ પળે કામિયાબી શક્ય બને છે …અને ત્યાં સુધી રેશમી કંટક બિછાવેલા માર્ગ પર ચાલવું ,મહાલવું ,દોડવું ,થોભવું ,તડકા છાંયાના અનુભવોથી જીવન સમૃદ્ધ કરવું એનું નામ જ આપણી જિંદગી !!!

Advertisements

2 thoughts on “આપણી જિંદગી !!!

 1. પુરુષ અને પ્રકૃતિ કહો કે બ્રહ્મ અને માયા કહો તે બંને વચ્ચેનું દ્વંદ્વ યુદ્ધ હંમેશા ચાલતું રહ્યું છે, ચાલે છે અને ચાલતું રહેશે.

  પ્રકૃતિનો આધાર પુરુષ એટલે કે ચૈતન્ય છે અથવા તો માયા બ્રહ્મને આશરે રહે છે. તેમ છતાં પ્રકૃતિ પુરુષ પર સામ્રાજ્ય જમાવી દે છે અથવા તો માયા જેને આશરે રહે છે તેને જ ઢાંકે છે.

  આ અવિરામ યુદ્ધ ત્યારે જ અટકે જ્યારે જીવ પોતાના સ્વરુપમાં સ્થિત થાય.

  સમષ્ટિ પ્રકૃતિને વશ કરનાર ચૈતન્યને દાર્શનિકો ઈશ્વર કહે છે જ્યારે વ્યષ્ટિ અવિદ્યાને આધિન થઈ જનાર ચૈતન્યને જીવ કહેવાય છે.

  જ્યારે વ્યષ્ટિ ચૈતન્ય સમષ્ટિ ચૈતન્ય સાથે તેની સર્વદા રહેલી એકતા અનુભવે ત્યારે તે પ્રકૃતિ પર વિજય પ્રાપ્ત કરે છે અને મુક્ત થાય છે.

  પ્રકૃતિને જેટલી જેટલી જાણવામાં આવે તેના પર જેટલો જેટલો કાબુ મેળવવામાં આવે તેટલી સ્વતંત્રતા વધતી જાય.

  પ્રકૃતિ બે પ્રકારની છે.
  ૧. આંતર પ્રકૃતિ
  ૨. બાહ્ય પ્રકૃતિ

  બાહ્ય પ્રકૃતિ ઈશ્વરને આધિન રહે છે આંતર પ્રકૃતિ પર જીવાત્મા કાબુ મેળવી શકે છે.

  જેટલી યે સાધનાઓ છે તે આંતર પ્રકૃતિ પર કાબુ મેળવવા માટે છે જ્યારે વિજ્ઞાનનો પુરુષાર્થ બાહ્ય પ્રકૃતિ પર કાબુ મેળવવા માટેનો છે.

  વિજ્ઞાન અને સાધના નો સમન્વય કરીને બાહ્ય તેમજ આંતર બંને પ્રકૃતિ પર કાબુ મેળવી શકાય.

  Like

 2. વિજ્ઞાન અને સાધના નો સમન્વય કરીને બાહ્ય તેમજ આંતર બંને પ્રકૃતિ પર કાબુ મેળવી શકાય.

  અહી બાહ્ય પ્રકૃતિ પર કાબુ મેળવી શકાય તેમ કહેવાનો અર્થ એવો નથી કે બાહ્ય પ્રકૃતિ આપણી ઈચ્છા પ્રમાણે વર્તે પણ પ્રકૃતિના નિયમોનો અભ્યાસ કરીને તે પ્રમાણે પ્રકૃતિ પાસેથી કાર્ય લેવાથી પ્રકૃતિના નિયમોને આધીન રહીને મનુષ્ય ઈચ્છિત પરીણામ મેળવી શકે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s