ગુરુની શોધમાં ….!!!!


ગુરુની શોધમાં ….!!!!
ગયા બે મહિનામાં એક હલચલ વિચારોના દરિયાના તળે થતી અનુભવાઈ છે ….બે મહિના પહેલા મારા લઘુબંધુ શ્રી અજયભાઈ એ મને એક બહુ સરસ વાત કરી : મુન્ની ,ગુરુ કર્યા વગરનું જ્ઞાન એ સઢ વગરની નૌકા જેવું છે …એક ગુરુ હોવા જરૂરી છે …
ગયા રવિવારે એક સંબંધી બેનને ત્યાં પણ એ જ ચર્ચા બીજા સંબંધે થઇ ..એમણે એમના ગુરુનો ફોટો બતાવ્યો ,એમના કર્મક્ષેત્ર વિષે સમજાવ્યું ,એમનો અઠવાડિક સત્સંગ ક્યાં થાય છે તે જણાવ્યું અને એક વાર આવવા વિષે પણ કહ્યું …જીવ અને શિવની વાત છે ….
આજકાલ જે બાબા સમાજ વિષે વાંચવામાં આવે છે અને જે પણ કૈક જાણ્યું છે તે પછી ગુરુ કોને કહી શકાય અને કેવા ગુરુની શોધ છે એ વિષે વિચાર આવ્યો …
એક વ્યક્તિ જેને પોતાના જ્ઞાન વિષે કોઈ દંભ ના હોય ,જેના કરણી અને કથનીમાં કોઈ ફરક ના હોય ,જેની પ્રવૃત્તિ કોઈ ધનલાલસાને અધીન ના હોય …એનું જીવન જ એનો સંદેશ હોય અને સૌથી વધારે તો એ પોતાના વિચારોને અનુસરવાની ફરજ ના પાડે પણ એનું જીવન આપણને નૈતિક રીતે એને અનુસરવા માટે પ્રેરણાસ્તોત્ર બની જાય ……
બહુ મોડું થઇ ગયું કે મને એ વિચાર જ ના આવ્યો કે મારે કોઈ ગુરુ જ નથી ….મારો સૌથી મોટો ગુરુ સવારમાં ઉગતો સૂરજ અને સમગ્ર જગતમાં ખોબે ખોબે વેરાયેલી પ્રકૃતિ જ છે પણ કોઈ મનુષ્ય નહિ ….જયારે કોઈ મનુષ્યને એની દોલત અને ઐશ્વર્ય ,એની આવડતની જાહેરાત કે ગર્વ કરતા જોઉં ત્યારે મને કુદરત સાથે અનાયાસે સરખામણી થઇ જાય …ત્રીસ માળનો મહેલ બનાવનાર મને હિમાલયના ડુંગર સર્જનાર સામે થોડો અભિમાની લાગે …કુદરતનું સર્જન છે એની સામે આપણે સૌ વામન છીએ ….પણ તોય મન ખુબ મુંઝવણ અનુભવે ત્યારે એવી કોઈ વ્યક્તિના સાન્નિધ્યની ઝંખના થાય કે જેને ખોળે માથું મુકીને થોડું રડી શકાય !!! પણ સમય એ વખતે મારો સાચો દોસ્ત બનીને ઉભો રહે છે ..એ એવી કોઈ પરિસ્થિતિ સર્જે છે કે મને પછી મારી મુંઝવણ નો અનાયાસે ઉકેલ મળી જાય છે …..સરતા સમય સાથે બધી સમસ્યા હળવી બની જાય છે …
પણ સાચું કહું તો હવે મન પ્રભુનું સાન્નિધ્ય ઝંખે છે !!!! અને એ માટે એક ગુરુ !!! એક વ્યક્તિ જે મને યોગ્ય માર્ગદર્શન આપી શકે !!!!

Advertisements

2 thoughts on “ગુરુની શોધમાં ….!!!!

 1. વાસ્તવમાં તો સહુનો ગુરુ પરમાત્મા છે. તે પ્રકૃતિ દ્વારા, સુખ દુ:ખ દ્વારા, જીવનના અનેક વિધ અનુભવો દ્વારા આપણને માર્ગ દર્શન આપતો જ રહે છે.

  શ્રેય માર્ગ માટે ભગવદ ગીતા મને શ્રેષ્ઠ શાસ્ત્ર લાગ્યું છે. જો કે તેનો અર્થ જુદા જુદા લોકોએ જુદો જુદો કર્યો છે. તેમ છતાં મુશ્કેલીના સમયે તેનું થોડું અધ્યયન કરવાથી તુરત જ શાંતિ અને રાહત પ્રાપ્ત થવાનો મારો અનુભવ છે.

  ગુરુ હોવા જોઈએ કે નહીં, કેવા ગુરુ હોવા જોઈએ વગેરે બાબતો વિશે સહુના મત અને મંતવ્યો જુદા જુદા છે તેથી કોઈનો મત લેવા કરતાં અંતરાત્માના અવાજને અનુસરવાથી શ્રેષ્ઠ માર્ગ દર્શન મળી રહે તેમ મને લાગે છે.

  ફરી એક વખત કહેવાનું મન થાય છે કે સર્વનો ગુરુ, ગુરુઓનો ગુરુ પણ એક માત્ર પરમાત્મા છે.

  Like

  1. આપની વાત સર્વાંશે સાચી છે ..પ્રકૃતિમાં હમેશા મેં પરમાત્માની વિવિધ સ્વરૂપ હાજરીને અનુભવી છે …મેં મારા વિચારો સાથે વફાદારીની હમેશા કોશિશ કરી છે ..જો મનમાં શ્રદ્ધા ના હોય તો પૂજા પાઠનો ત્યાગ પણ કર્યો છે …પણ એવું કર્યા બાદ અજંપો ખુબ વધી જાય છે …ધર્મના નામે ધતિંગ કરતા લોકો પણ જોયા છે …..હમણાં થયેલો એક અનુભવ કહું તો ખુબ જ વ્યથિત અને વ્યગ્ર મન હતું …એક કાગળ પર આદ્યશક્તિને સંબોધીને પત્ર લખ્યો ..મારા ઘરના દેવ સ્થાનકમાં મૂકીને સુઈ ગયી …મન શાંત થયું ..અને એક માર્ગ પણ જડ્યો ….મને ખુબ સમજાવ્યું કે ગુરુ હોય એ ઇચ્છનીય છે …પણ માનવીને ગુરુ બનાવવા મન નથી જ માનતું …ત્યારે કૃષ્ણ ભગવાનના ફોટા સમક્ષ એક એકરાર કરી લીધો …હે કૃષ્ણ !!! આજથી તમે મારા ગુરુ !!!!
   મારું શાળાકીય શિક્ષણ વડોદરાના ગીતા મંદિરમાં થયેલું છે ..ત્યાં બાલવાડીના બાળકને પણ ગીતાનો બારમો અધ્યાય શીખવાડાય છે હજી પણ ….ત્યાં પુરા બાર વર્ષ શિક્ષણ લીધા પછી ગીતાનું પઠન કર્યું …છેલ્લે તો મારે વિદ્યાર્થી સમુદાયને પ્રાર્થના સમયે ગીતાના શ્લોકો બોલાવવાની જવાબદારી હતી …સંત સમુદાયના આશીર્વચનો પણ સાંભળવા મળતા ….કદાચ એટલે જ હવે અસ્તાચળ તરફ પ્રયાણ કરતા કરતા આધ્યાત્મ તરફ ઝોક વધી જતો અનુભવાય છે …પણ ગીતાનો અર્થ વાંચવાનો અને સમજવાનો હવે પ્રમાણિક પ્રયત્ન શરુ કરવો છે …..
   આપની વાતે સંમત જ છું કે પરમાત્મા અને ગીતા જ આપણા સાચા માર્ગદર્શક છે ……

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s