એક નામ મારું પણ છે ……!!!


મારા આ બ્લોગના ટોપ પોસ્ટમાંથી કેટલીક જયારે કાલે મેં વાંચી ..ત્યારે હું માત્ર વાચક જ હતી ..ત્યારે મને એક નવાઈ લાગી કે શું આ બધા વિચારો મારા છે ?? મેં લખ્યા છે ??? તારીખ કહેતી હતી કે આ સમયે મેં મારા વિચારો વ્યક્ત કર્યા જ છે ..પુરાવો છે ..પણ મારી એક આદત છે કે એ હસ્ત લિખિત લખાણ બહુ ઓછું છે અને આ ઈલેક્ટ્રોનિક ડાયરીમાં કી પેડની કલમથી લખ્યે જવું …
હસવું આવે છે નહીં !!! કેમ ?? પણ આ લખાણ વિષે નહીં પણ તમારા યાદોના પટારા કોઈ વાર ખોલીને બેસો એકાંતમાં ત્યારે તમને પણ આવું જરૂર મેહસૂસ થશે જ …
આનું કારણ છે કે આપણે બે વ્યક્તિત્વ જીવીએ છીએ .આંતર અને બાહ્ય …જેને આપણે જીવન કહીએ છે એ બાહ્ય વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે ..જન્મ-મૃત્યુ ,ઉછેર ,શિક્ષણ ,સંબંધ ,નોકરી વ્યવસાય ઉદ્યોગ ,હક્ક ,ફરજ ,સ્ટેટસ ,નફો ,ખોટ ,પાર્ટી ,લગ્ન ,બેસણું ,બારમું,પ્રવાસ …બધું જ જે આપણે કરીએ છીએ ..અને મનુષ્ય રચિત આ ભૂલભુલૈયા એવી છે કે આપણે એમાં જ જાણ્યે અજાણ્યે ,મને કમને ફરતા જ રહીએ છીએ ..કારણ સાદું છે કે આપણે સામાજિક પ્રાણી છીએ. દરેક જીવને બીજા જીવની માનસિક, શારીરિક અને સામાજિક જરૂર છે . આપણા બધા સંબંધો પણ આ જ આધાર પર વર્ગીકૃત થયેલા છે અને એ સંબંધો આપણી સાથે જોડાયેલા બીજા લોકો પર અવલંબન રાખે છે …
આપણું જીવન વન વે ટ્રાફિક જેવું છે .અહીં દાખલ થયા પછી માત્ર આગળ અને આગળ ચાલી શકાય ..રીવર્સ ગીયર માટે ખાલી મગજમાં યાદોનું સોફ્ટ વેર છે ..ડાઉનલોડ કરો અને માનસપટ એ ફિલ્મ જોઈ લો ..તમે સુવો કે જાગો સમય તો ચાલ્યા કરે અને તારીખ મહિનો વર્ષ બદલાયા કરે છે .જીવન એક નકશા વગરનો રસ્તો છે ..અને એ દરેક વ્યક્તિ માટે અલગ છે ..વાહન ચલાવતા સામે રસ્તો દેખાય છે પણ અહીં પગ મુક્યા પછી રસ્તાનો ખ્યાલ આવે છે ..અને સલામતીના આપણા જેવા સેવકો અને ચાહકો એટલેજ જે રસ્તે બધા ચાલ્યા છે એ ધોરી માર્ગ પર જે મસ્ત હાઈવે જેવી સીધી સપાટ બમ્પર વગરની અને માઈલ સ્ટોન અને સૂચનોના બોર્ડ લગાડેલી સડક પર ચાલ્યા કરીએ છીએ નહીં !!!???
મુશ્કેલીઓ વેઠી પોતાની અલગ રાહ પર ચાલતા વિરલાની સંખ્યા જુજ હોય એ સ્વાભાવિક છે ..અને એ કેડી જયારે સફળતાનો રસ્તો બને ત્યારે બધા પાછા જોડાય ખરા !!!!શું કરીએ જિંદગી નાની ને વેશ ઝાઝા …આવક ટૂંકી ને સપના મોટા !!!

પણ …
પણ …આપણું આંતર વ્યક્તિત્વ !!!???…
એ શ્વેત, પારદર્શક ,નિર્મળ અને સ્ફટિક જેવું છે ..એકદમ પવિત્ર ..સંવેદનશીલ છે ..ત્યાં દરેક લાગણીઓનું એકમાત્ર સાચું સરનામું છે ..એ આપણો અંતરમનનો આયનો છે ..અને ત્યાં એક કલાકાર વસે છે …અને એને જીવન માટે પોતાનો આગવો અને સ્વતંત્ર અભિગમ છે …એના હાથમાં તમે બ્રશ ,કલમ કે વાજિંત્ર કે સ્ક્રુ ડ્રાઈવર અને પકડ પકડાવી દો તો એમાંથી કોઈ રેલાતા રંગોવાળું અદભૂત ચિત્ર ,કલમનું હંસતું કાવ્ય ,વાજિંત્રના રેલાતા સુર …કે એક અદભૂત નવતર મશીનનું સર્જન થશે અને એ તમારું પોતાનું સર્જન હોવા છતાય તમને એ વાત પર વિશ્વાસ નથી થાય કે તમે આવું પણ કરી શકો છો !!!!કેમકે એ તમારા વ્યક્તિત્વનું સત્ય છે મનનું સત્ય …જે ક્યારેક એ કોઈ એકાંત પળમાં તમારામાંથી બહાર આવી શકે છે અને પછી બાહ્ય વ્યક્તિત્વનો આદેશ આવે એટલે શરમાઈને પાછું ટૂંટિયું વાળીને બેસી જાય !!!!
આ અંતર મન એટલે સત્ય અને બાહ્ય જીવન એ આભાસ છે …
આંતરમનને કોઈ બાહ્ય જીવનના ઘટકો સ્પર્શતા નથી ..એને કશાથી ફરક નથી પડતો .એ નિજાનંદમાં હોય છે .એની રાત દિવસ ,સુખ દિવસ ,જીવન મૃત્યુ કોઈ બંધન નહિ …એ ભવિષ્યને જોઈ શકે છે અને વીતી ગયેલી પળ વહી ગયા પછી તત્ક્ષણ એને ભૂલી પણ શકે છે ..આ બહુ જ અઘરી અને અટપટી લાગતી આ સમગ્ર પ્રક્રિયા ખુબ સરળ છે એટલે જ સમજાતી નથી …
જે તમારા રોલ મોડેલ ,રામ ,કૃષ્ણ ,બુદ્ધ ,મહાવીર ,પયગંબર ,ઈસા મસીહ ,આ સરળ સત્યને જીવ્યા હતા ….એટલે જ તેઓ સર્વોચ્ચ છે …
અને એથી જ તમે માત્ર તમારી સાથે રહીને જાગૃત થઈને જે કામ કરો છે તે કદાચ કૈક અલગ જ હોય છે …એ વખતે તમારા બાહ્ય માંથી અલગ થઈને તમારું અંતરમન કામ કરે છે અને તમને તમારું એ કાર્ય ઓળખાતું નથી ….
અંતે એટલું જ કહીશ કે જગત સાથે રિશ્તો  બનાવનાર આ મનુષ્ય પોતાના જ બે મન વચ્ચે તાલમેલ બેસાડી નથી શકતો

સાવ સીધું કારણ છે કે એની પાસે આ માટે નો સમય જ નથી ….
અને ચાલ્યા જતા આ વિશાળ ટોળામાં એક નામ મારું પણ છે ……

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s