દે તાલ્લી !!!


એક બહુ સુંદર નાનકડી વાર્તા મેં પેપરમાં વાંચી …
એક છ વર્ષને બાળકને માં ઘરની તદ્દન નજીક આવેલી એની શાળાએ મુકવા ચાલતા લઇ જાય છે ..બરાબર દસ મિનીટ લાગે છે …બે દિવસ સાથે જાય છે ..ત્રીજે દિવસે એકલો મોકલે છે .તો તે વીસ મીનીટે પહોંચે છે ..માં વિચારમાં પડી જાય છે ..ત્રીજે દિવસે એ સાથે જાય છે તો દસ મિનીટ ….આ ફર્ક કેમ પડ્યો ??? કેમકે રસ્તા માં આવતા થાંભલાની આગળ પાછળ લગાવેલા ચક્કર …એક બિલાડીના બચ્ચા અને એક કુતરા સાથે કરેલી ગેલ ગમ્મત …રસ્તાની બાજુ પર બેઠેલા ફૂલવાળાની પાસે બુકેની આસપાસ ભમતા ભમરાની ગતિવિધિનું નિરીક્ષણ !!! એક મોટા છોકરાનું ભમરડો ફેરવતી વખતના બધા ક્રમનું નિરીક્ષણ આ બધું માં એ ગણતરીમાં નહોતું લીધું ….એ દસ મિનીટ !!!!!
તમને તમારું બાળપણ યાદ આવી ગયું ને ??? તમને વિચાર આવ્યો કે એ બધી પળો હવે ખોવાઈ ગયી છે !!! ના ના સમય પણ આપણી જેમ વાઘા અને ફેશન બદલે છે ..પણ આપણે આપણી જાતને આપણી કેપેસીટી કરતા વધારે બીઝી કરી દીધી છે ..એટલે સમયની ખેંચ પડે છે ..પેટ્રોલ મોંઘુ ખરું પણ વધારે પૈસા આપીને મેળવી લેવાય પણ આ સાલું સમયનું એ ટી એમ ક્યાંય નથી કેમ !!!! ટ્રાફિક કેટલો બધો !! અરે બહેન અમે તો રોજ અમદાવાદ આણંદ વચ્ચે અપ ડાઉન કરીએ છીએ !!!!
અમારે એક્ષ્ટ્રા આવક માટે ઓવર ટાઈમ કરવો પડે છે !!! હા , હવે આપણું આ બધું ખોવાઈ ગયું છે …આપણા બાળકોના જીવનમાં પહેલા જેવી મજા નથી ….
નાઆઆઆઆઆઆઆઅ ……
આપણે અહીં ખોટા છીએ …આપણા બાળકો રીક્ષા કે વાનમાં રીક્ષામાં જાય ત્યારે જેને ઘેરથી બાળક આવવાનું હોય ત્યાં તે લોકો ઉતરીને આવી ધમાચકડી કરી લે છે …બધા સાગમટે પેલા છોકરા કે છોકરીને લેવા ઉતરી પડે …વાન કે રીક્ષાવાળા કાકા એમને દિવાળી અને યર એન્ડીંગ એટલે કે વાર્ષિક પરીક્ષાના છેલ્લા દિવસે પાર્ટી પણ આપે …એમાં બધું સામેલ…પેલા કાકાના હાથમાં નવો મોબાઈલ લઇ ફંક્શન સમજતા હોય ત્યારે એમને સમજ ના પડે પણ આ ગતુંડીયું તરત સમજે અને બાજુ વાળી અંકિતાને જો કોઈ તફ્લીક એટલે કે તકલીફ પડે તો એના ગાઈડ પણ બની જાય …વરસતા વરસાદે રીક્ષામાંથી કે બારી માંથી હાથ બહાર કાઢીને બેસવાનું …પાછળની બારી માંથી કોઈ આવતા જતા અંકલ આંટીને ટા ટા કહેવું …..હા આ અંકલ કે આંટી તમે બની શકો ..એ પણ વાહન ચલાવતા …કારની બારીમાંથી બહાર જતું ગલુડિયું હોય તેને જોરથી બાય કહેવાનું ….આ બધું સ્કુલ ટાઈમમાંથી મેળવેલો એક્ષ્ટ્રા ટાઈમ જ છે …ઇન બિલ્ટ પેકેજ જેવો !!!
હવે ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહીને શોધી કાઢો જે રોજ થાય છે પણ તમે જોયું નથી ….ટ્રાફિક કાકા ની ગતિવિધિ …..કાઉન્ટ ડાઉનની ડીજીટલ સેકંડ ..લાલ લીલી બત્તી, આજુ બાજુ પાર્ક થયેલા માણસો ..પેલી કોલેજિયન છોકરીઓનું બેફીકર વર્તન !!! પેલો કાર સાફ કરવા ધસી આવતો છોકરો …પેલી રેંકડીમાં પાછળ બેસીને જતી આદિવાસી સ્ત્રી ..એની અદા એક મર્સિડીઝ બેન્ઝમાં બેઠેલી માનુનીથી કમ ના હોય !!! પેલા વરસાદમાં વગર છત્રીએ ભીંજાતા જતા બે મસ્ત યુવાનોની ચાની ચૂસકી ભરતા ભરતા કપમાં ઉઠતી વરાળ !!!! પેલી નાક ભરી દેતી દાળ વડાની ખુશ્બુ અને ખાંસીને લીધે ડોકટરે ફરમાવેલી મનાઈને અવગણીને ઘેર લઇ જવા બંધાવેલું પડીકું !!! …શનિવારે સવારે અપ ડાઉન કરતી વખતે ટ્રેન શરુ થાય એટલે ગવાતા સામુહિક હનુમાન ચાલીસા અને એમાં જોડતા અજાણ્યા મુસાફરો પણ !!!!હજી તો બહુ જ છે ……બહુ જ ……
પણ કામની ઓવર રમતા રમતા મળી ગયેલા આ વાઈડ બોલને ફટકારવાની મજા ઓર જ છે ..એને માટે એક્ષ્ટ્રા સમય નથી કાઢવો પડતો …..એ દસ મીનીટો !!! એ વાઈડ બોલ !!! એ ખરેખર જીવનને હળવું ફૂલ બનાવી દે છે !!!!
તમારા હોઠ પર આવી ગયેલા એ હળવા સ્મિતને કેદમાંથી મુક્ત કરી દો!!! જીવન નથી બદલાયું …બાળપણ નથી મર્યું…બસ એને થોડું બિન્દાસપણે બહાર આવવા દો …સ્કુલ માંથી છુટેલા આપણા સંતાનને કાગળની નાવ બનાવવામાં મદદ કરી દો અને પાસે પેલા પાણીમાં એની સાથે છૂટી મુક્ત બે તાલી !!! અને એને કહો દે તાલ્લી !!!

Advertisements

2 thoughts on “દે તાલ્લી !!!

  1. priti ben tame kharkhar bhulai gaeli aapni nani nani khusi ne bahar lavo cho hu jyare job par jato hov chu tyare school van na balko khare khar amne by uncle em kahe che bahu maja aave che..
    ame nana hata tyare aavta jata tv tyare to tv bahu navai ni vat kaevati tv jova ubha thai jata…..e divso ni yad apavi didhi…..
    Thanks………..

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s