Pushpa ,I hate ટીઅર્સ …!!!!


રુદન …રડવું ..ડૂમો …. ટીઅર્સ …આ હાસ્યનો વિરોધી શબ્દ તરીકે વપરાય …આપણા ગમગીન મૂડ સાથે મેળ ખાતી એક અભિવ્યક્તિ …ઉદાસ ,ગમગીન ,દુખી ,રડમસ ,ફીલિંગ બ્લ્યુ બસ આ બધા સમય જયારે એ ખરેખર શોભી ઉઠે છે ..હા કોઈ વાર ખુબ ખુશી અચાનક આવી ચડે તો પછી આંખો વરસવા લાગે ..અને ક્યારેક કાંદા કાપતી વખતે આવતું રડવું …કે મરચા સમારતી વખતે અચાનક આંખમાં હાથ અડી જાય ત્યારે પણ આવે હોં !!! હા પીડા સાથે પાક્કી ભાઈબંધી એની ….એ પછી શારીરિક હોય કે માનસિક …
રડવું એટલે કે સેલાઈન વોટર ,ખારું પાણી ,એક માણસનું સંવેદનશીલ હોવાનું પ્રતિક ..હા પણ જયારે ધરતી ના મિલન માટે આકાશ રડે ત્યારે એને આપણે વરસાદ કહીએ છીએ ..અને એનું અશ્રુજળ સદૈવ મીઠું જ હોય છે …ક્યારેક મગરના આંસુ સારવા પડે ( રાજકારણ માં જવા માટે આ કળા હસ્તગત કરી લેવી જરૂરી છે ..પ્રાથમિક શરત ) ..પણ આ સુંદર કળા બહુ ઓછા લોકોને વરેલી હોય છે ..હમણાં તો ખબર નથી પણ પહેલાના વખતમાં મૃત્યુ વખતે ફૂટવાના માટે પણ ખાસ સ્ત્રી વર્ગ આવતો જેને એમાં મહારત હોય ..અને એની ખાસ ટેકનીક પણ હોય જે જોર થી રડવાનો અવાજ કરે અને છાતી પર હાથ ના વાગે એ રીતે કુટવાનો અભિનય પણ કરી શકે …અને એક વાત કહું આ રડવા કરતા રડાવવાની મજા જ કૈક અનોખી છે !! અને બધા લગભગ આ જ રસ્તાને ફોલો કરે છે ….” ટેન્શન લેનેકા નહીં ટેન્શન દેને કા બીડુ, ક્યાં બોલા અપુનને ??!!” એક વાત કહું આપણી માંની આંખમાં આપણા માટે અગણિત વખત મમતાના આંસુ આવી જાય છે ..ઘણા પરગજુ લોકો પણ હોય છે જેને બીજાની પીડા જોઈ આંસુ આવી જાય છે (આમાં ટી વી પર આવતી સાસ બહુ સીરીઅલ જોતા મહિલા વર્ગના આંસુને સંપૂર્ણ બાકાત રાખવા ..)…
પણ બહુ ઓછા લોકો એક વર્ગમાં આવે જે લોકો બીજાના આંસુ લુછવા માટે પ્રામાણિક પ્રયત્ન કરતા હોય ..અરે પોતાના આંસુ પણ પોતાની જાતે લુછી શકવા માટે પણ એક ખુમારી હોવી જોઈએ …આ વખતે આપણે કોઈ બીજાનો ખભો અવશ્ય શોધીએ છીએ …પણ સાચું કહું એ વ્યક્તિ માત્ર આપણી તરફ શાબ્દિક સહાનુભુતિ દેખાડી શકે ..કૈક મદદ કરી શકે ..પણ પીડા તો ના જ લઇ શકે …એટલે કે એમની સહાનુભૂતિ થી આપણી વ્યગ્રતા મહદ અંશે ઓછી થાય છે અને આપણે ફરી સ્વસ્થ બનીએ છીએ …ઘણી વાર એવું પણ થાય કે ખરેખર પોકે પોકે રડવાનું મન થતું હોય ,મન બેકાબુ હોય પણ આપણા પર બીજા લોકોની પણ જવાબદારી હોય અને આપણી સ્વસ્થતા પર એમની લાગણીઓ નભતી હોય ત્યારે આપણે રડી શકતા નથી ..એને દબાવીને બીજાને આશ્વસ્ત કરીએ છીએ ….
મનનો ભાર હળવો કરવા માટે રુદન એ બેસ્ટ ટેકનીક છે ..ક્યારેક જાહેરમાં કે ક્યારેક ઓશિકામાં મો છુપાવીને કે બાથરૂમમાં જઈને પણ રડી લેવું જોઈએ …એનાથી મન ખુબ હળવું થઇ જાય છે અને આગળ શું થઇ શકે એનો માર્ગ પણ મળે છે …અરે હા સ્ત્રીઓને હાર્ટ એટેક ઓછા આવે છે… એ વાત જુદી છે કે સ્ત્રી ઘણા બધા કારણોસર પુરુષોને હાર્ટ કે હર્ટ એટેક આપતી હોય છે અને પુરુષ બિચારા કોઈને કહી શકતા નથી ,સહી સકતા નથી કે રડી પણ શકતા નથી…..મનોવૈજ્ઞાનિક રીતે પણ એ સિદ્ધ થયું છે .. એટલે .તો અમર પ્રેમમાં છેલ્લે રાજેશ ખન્ના કહે છે : પુષ્પા ,આઈ લવ ટીઅર્સ !! મુજ્હે તો પતા હી નહીં થા કી રોને ભી ઇતની ખુશી હોતી હૈ !!!
પણ અમસ્તું કોઈ રડી શકતું નથી ..એ માટે એક કારણ તો હોય જ છે ..ચાહે કોઈ વ્યક્તિ ,કોઈ ફિલ્મ ,કોઈ એહસાસ કઈ પણ …કોઈનું મૃત્યુ …
જયારે ગંગોત્રી ગયી હતી ત્યારે ત્યાં મંદિર પાસે ઉભા રહીને કુદરતને નિહાળતા પણ મારી આંખોમાં અશ્રુધાર વહેતી હતી ..આ પણ એક અલૌકિક કારણ તો હતું જ ….તો બસ એટલું જ કહીશ બને તો કોઈના રુદનનું કારણ ના બનો !!! કારણકે પ્રત્યેક રુદન સાથે એક પીડા જે ક્યારેક અકથ્ય પણ હોય છે એવી પીડા જોડાયેલી હોય છે …આજે આપણે કોઈકને ખુશી નથી આપી શકતા તો કોઈને દુખ શા માટે આપીએ ????……આપણે દુનિયા થી આપણી પીડા ચોક્કસ છુપાવી શકીએ પણ રુદન તો એકાંતમાં પણ કરી લેવું જોઈએ …એ આપણા હિત માં છે …

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s