અચાનક જ…..


અંબાજી દર્શન કરતા પાછા ફરતી વખતની આ વાત છે ..એક ૧૨ સીટ વાળી ગાડી ભાડે લઈને ગયેલા ..સવારે બહુચરાજી દર્શન કરીને મોઢેરા સૂર્યમંદિર જોયું અને અંબાજી …ડ્રાઈવરે કહ્યું કે એક શોર્ટ કટ છે જે મોડાસા વાળા રસ્તે સીધો ડાકોર લઇ જશે જ્યાં અમારો છેલ્લો મુકામ હતો …રસ્તે આવતા ગામના લોકોને પૂછતા એક રસ્તે ચાલ્યા …પણ પછી સાવ સુમસામ રસ્તો આવ્યો માંડ વીસ પચ્ચીસ મીનીટે કોઈ રડ્યું ખડ્યું વાહન દેખાય ..કોઈ ગામ નહીં કે એના નામનું રસ્તા દર્શક પાટિયું નહીં ..બસ એક કાળી સડક આગળ આગળ ચાલી જાય અને પહાડી રસ્તા પર અમે પાછળ જોઈએ તો કશું દેખાય નહીં …બસ એક ત્રિભેટે ખોટો રસ્તો પકડાઈ ગયેલો …આગળ એક વાહન વાળાએ કહ્યું સાંજે પાંચ પહેલા હાઈ વે પકડી લેજો ..અને ઘડિયાળ ચારનો સમય બતાવતી હતી …નહીં તો લુંટાતા વાર નહીં લાગે અને કદાચ લાશનો પણ કોઈ પત્તો ના મળે !!!
લાગે છે ને સસ્પેન્સ ફિલ્મનું દિલધડક દ્રશ્ય !!! જયારે એવા પુરા પાંચ કલાક ફરતા રહ્યા ..એવું લાગ્યું કે આ પહાડોમાં એક ગોળાકાર રસ્તે ફરી રહ્યા છીએ ..એકના એક દ્રશ્ય ફરી ફરી દેખાય છે …મારી દીકરીને ફેર ચડીને ઉલટી થતી હતી ત્યારે ડ્રાઈવરને થોડા ધીરે જવા વિનંતી કરી ત્યારે ઉપરની હકીકત જાણવા મળી …મજાની વાત તો એ કે મારા અને ડ્રાઈવર સિવાય મારા પતિ સહીત બાકીના બધા ભર ઊંઘમાં …આવું હોય ત્યારે કેટલો મોટો આશીર્વાદ !!! હું ચુપચાપ બારીની બહાર જોતી બેસી જ રહી અને સાંજે નવ વાગ્યે અમે મોડાસા નજીક આ ભુલભુલામણી માંથી બહાર આવ્યા !!!! મેં કોઈને પણ આ વાત કરી નહીં ..પણ આશ્ચર્ય એ વાતનું હતું કે મને કોઈ ડર નહોતો લાગ્યો …..
એક વાત કહું ??? આપણે કહીએ છીએ કે સરકાર કામ નથી કરતી પણ આ રસ્તે જતા મળેલી સડક કહેતી હતી કે અહીં કોઈ આવ્યું હતું તો ખરું જ …નાના નાના ફ્લેગ સ્ટેશન જ્યાં ભાગ્યે જ કોઈ મુસાફર ઉતરે કે ચડે પણ ત્યાં એક સ્ટેશન કહી શકાય એવી તમામ વસ્તુ હાજર હોય છે …
આપણી જિંદગી આવું ઘણી વાર થાય છે ..અને જિંદગીને કોઈ રીવર્સ ગીઅર પણ હોતો નથી …ત્યારે માત્ર શાંત રહીને એ સમય એ માર્ગ ચાલતા ચાલતા પસાર કરવો એ જ એક માત્ર ઉપાય બની જાય છે …આપણે ભટકી જઈએ છીએ અને પાછા વળી જોઈ પણ શકાતું નથી …
ચાલો આજે આ સાલી જિંદગીનું નવું રૂપ કહું …એ આવા જ એક માર્ગ જેવી છે …જેના પર એક જ વ્યક્તિ એક સમયે ચાલે છે ..નો રીવર્સ ગીઅર !!!આપણી સાથે કુટુંબ, દોસ્તો ,જ્ઞાતિ, સમાજ ,દેશ બધું જ હોય છે પણ દરેક વ્યક્તિ આપણી જેમ જ પોતાની કેડી પર ચાલી નીકળી છે …દરેક વ્યક્તિ જુદી જ છે ..ભલે એ લોહીના સંબંધે પણ જોડાયેલી છે …દરેક કેડીની વચ્ચે એક ઊંડી ખાઈ છે પણ આપણે ત્યાં સંબંધોના પૂલ બાંધી દીધા છે એટલે કોઈ અકસ્માતે પડી જાય તો તેને બીજા બચાવી લે છે ..એ પૂલ પણ આપણી સાથે હોય છે પણ એ પૂલ આપણા માર્ગ નથી …અને એ ખાઈ જયારે દેખાય છે અનુભવાય છે તો એ અંતર જાણે દિલમાં એક ઉભી તિરાડ પાડી જાય છે …ત્યાં એ પૂલનું લીવર દબાવી એને ખોલવા માટે બે વ્યક્તિનો અહં આડે આવે છે …અને જો માણસના દિલના પૂલ પર મગજનો અહં હાવી થઇ જાય તો જિંદગીની તસ્વીર બદસુરત બની જાય ….એ પૂલ વખતો વખત સમારકામ માંગે છે , મેઇન્તેનન્સ માંગે છે ,ઓઈલીંગ માંગે છે ,નવી સાજ સજ્જા માંગે છે …એટલે જિંદગી જીવવા જેવી લાગે છે ..એ ચાહે એક ઝુંપડાની હોય કે મહેલોની ….અને જયારે દુનિયાથી સાવ કપાઈ જઈએ ત્યારે એ રસ્તાની સાચી કીમત સમજાય ..દરેક વ્યક્તિ જુદો છતાય ભેગો જ છે ..અલગ છતાય હમસફર જ છે …પણ એ વચ્ચે અચાનક આવી પડતી એકલતાને પણ કેળવી લેજો …ક્યારેક એ જરૂરી બની જાય છે ..અને અંતે તો મોડાસા હાઈ વે સુધી પહોંચી જ જવાય છે …પણ એક નવો પ્રદેશ અચાનક જ જોવા મળ્યાનો આનંદ અને રોમાંચ એ યાદ રહી જાય છે ….ખરુંને ?????

Advertisements

6 thoughts on “અચાનક જ…..

 1. સાચી વાત પ્રિતિબેન,

  લક્ષ્ય નક્કી હોય અને મહેનત અતુટ હોય તો ડેસ્ટિનેશને ચોક્કસ પહોંચાય જ છે.

  હું મોડાસાનો જ છું અને હજી ડાકોરનો રસ્તો તો એવો જ છે પણ શામળાજીથી (વાયા મોડાસા) છેક વડોદરા સુધીનો L&T ધ્વારા ૪ લેન્ડ બનીચુક્યો છે વિથ ઓલ ડાયવર્જન એન્ડ રુટ ઇન્ફોર્મેશન. અમુક જગ્યાએ કામ ચાલુ છે. (આપની જાણ ખાતર)

  Like

 2. “દરેક વ્યક્તિ જુદો છતાય ભેગો જ છે ..અલગ છતાય હમસફર જ છે …પણ એ વચ્ચે અચાનક આવી પડતી એકલતાને પણ કેળવી લેજો …ક્યારેક એ જરૂરી બની જાય છે ..”

  સરસ લખ્યું છે. એકલતાને પચાવી શકાય તો માનવી વધારે હિંમત વાળો જ બને છે. છતાં એકલતા આવી પડે ત્યારે શૂન્યમનશ્ક થઇ જ જવાય છે… બસ ફક્ત ચાલ્યા કરવાનું જ્યાં સુધી હાઇ-વે ના દેખાય ત્યાં સૂધી. થોડા સમય પહેલા એકલતા પર લેખ લખ્યો હતો (જે અનુભવ્યું છે તેના પરથી): http://goo.gl/rBGKK

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s