મારામાં મીરાં તારામાં રાધા …..(૨)રાધા …
હિંદુ ધર્મ વિષે જાણતાં કોઈ પણ વ્યક્તિ આ નામથી અપરિચિત ના હોય !! કૃષ્ણનું ઉત્કટ સાન્નિધ્ય ભોગવનાર એક માત્ર વ્યક્તિ ..રાધા …..પ્રેમના પરિમાણને જે માપદંડથી મપાય છે એનો એક છેડો રાધા અને બીજો કાન્હ…અને એ છેડો હોવા છતાય બેઉ વચ્ચે એક અણુ જેટલોય ફાસલો ન હોય !!!તારામાં રાધા …કૃષ્ણના પ્રેમને પામવા રાધાભાવે ભક્તિ કરી શકાય ..કૃષ્ણે પ્રિયતમ માનીને તમામ લાડ લડાવવા પડે ….કૃષ્ણની બાંસુરીના સુર બનવું પડે અને એની સમાધિ માં લીન થઇ જવું પડે ..સ્વ ને ભૂલીને કરતો દૈવી પ્રેમ એને જાણવા માટે કોઈ કિતાબ નથી ..એ તો થયે થી ખબર પડે …
પણ ….
આ પ્રેમમાં બાર વર્ષને અંતે અગોચરમાં અજ્ઞાત થઇ ખોવાઈ પણ જવું પડે …બાર વર્ષનો સાથ પછી અજ્ઞાત વાસ છતાય એ પ્રેમનું પરિમાણ તરીકે પૂજાય એવા રાધા થવા માટે પાત્રતા હોવી ફક્ત રાધાના જ બસમાં હોઈ શકે …એ રાસ લીલામાં કૃષ્ણને અધુરપ લાગે જો રાધા ના સાથે હોય !!! કશું પણ પામવાની આસ વગર કરતો પ્રેમ એટલે રાધા કૃષ્ણ …છતાય એક બીજાને સર્વસ્વ આપી દેવાની છલછલ છલકાતી લાગણીઓનો સ્ફોટ એટલે રાધા કૃષ્ણ ….પ્રેમમાં કોઈ પણ સંબંધનું બંધન નહીં તોય એક નાજુક તાંતણે બંધાયેલો પ્રેમ એટલે રાધા કૃષ્ણ …કૃષ્ણની બાંસુરી મૂંગી થઇ જાય જો રાધાનો ના હોય સાથ …કૃષ્ણની લીલાની અધુરપ રહી જાય જો રાધા ના હોય સાથ …
કહે છે કે ત્રેતા યુગમાં વિષ્ણુ અવતારમાં સીતા એ તમામ કષ્ટ ચૌદ વર્ષના વનવાસમાં વેઠેલા એટલે દ્વાપર યુગમાં વિષ્ણુ એ એમને રાધા બનાવ્યા …કૃષ્ણથી બે વર્ષ વયમાં મોટા હતા ….પણ દુનિયાને કૃષ્ણ નચાવે અને રાધા કૃષ્ણને નચાવે …બરસાના ગામથી આવેલા …પણ તેમણે કૃષ્ણ સાથે વિતાવેલા બાર વર્ષ અમર થઇ ગયા ..ત્યાર બાદ તેઓ ક્યાં ગયા કોઈ માહિતી નથી …પણ એ પ્રેમનો કણ કણ બનીને જીવમાત્રમાં સમાઈ ગયા …આપણામાં બે દેવ વાસ કરે છે …શરીરથી વ્યક્ત થતો પ્રેમ શાપિત કામદેવને શિવના આશીર્વાદની દેન છે અને દૈવી દિલ નો પ્રેમ એ રાધાના સમર્પણની દેન છે !!!!!
ક્યાંક વાંચ્યું છે કે આજનો યુવા એ રાધા કૃષ્ણના પ્રેમથી ઓથે લીવ ઇન રીલેશન ને ગણાવે છે !!!! ના એ સાચું નથી …રાધાનું નામ તો કૃષ્ણ પહેલા લેવાય છે અને એ લેવાતા કામના વાસનાથી દિલ ક્યાંય દૂર થઇ એક અલૌકિક લાગણી અનુભવે જે આંખે થી વહી જાય તોય ખબર ના પડે …એ દિવ્યતાની વાત છે …એમાં વિરહની વ્યથા નથી અને પ્રેમને સર્વોચ્ચ સ્થાને એ લોકો જ પહોંચાડી શકે જે વિરહ થી ગભરાયા વગર કોઈ શારીરિક એષણાઓ વગર પ્રેમ કરી જાણે..પ્રેમ માં એમણે સાથે ગાળેલો સમય એક એક પળની સુવર્ણ અક્ષરે લખાયેલી ગાથા બની યુગો સુધી અમર બની જાય …એ પ્રેમ પ્રેમીને કોઈ ક્ષોભ થી નહિ પણ એક ગૌરવ થી અન્વિત કરી જાય …એ પ્રેમ તો એ જ છે જે માત્ર રાધા જ કૃષ્ણને કરી જાય …
આજે શ્રીકૃષ્ણ ને કૃષ્ણ કહેવાની ગુસ્તાખી કરી છે કેમ કે એમને ભગવાન નહીં પણ એક પ્રેમી તરીકે ઓળખાવવાના હતા તેથી એમને રાધાના સખા બનાવી દીધા !! સમવયસ્ક !!! દોસ્ત !! માર્ગદર્શી !!! એ બહાને પણ પ્રેમને સમજવાનો એક પ્રયત્ન રાધા બનીને !!!!

Advertisements

5 thoughts on “મારામાં મીરાં તારામાં રાધા …..(૨)

 1. સરસ લખ્યું છે.
  @ “પ્રેમને સર્વોચ્ચ સ્થાને એ લોકો જ પહોંચાડી શકે જે વિરહ થી ગભરાયા વગર કોઈ શારીરિક એષણાઓ વગર પ્રેમ કરી જાણે..”
  શારીરિક એષણાઓને તો કદાચ એક સમયે કાબુમાં રાખી શકાય, પણ દરેક માનવી વિરહથી ઘબરાય જ છે. કદાચ માનવીની આ સૌથી મોટી નબળાઈ હોય શકે. તમે જેને પ્રેમ કરો, એ તમને પ્રેમ નથી કરતો કે નથી કરી શકતો… એ વાત જાણવા છતાં પણ તમે અપેક્ષા રાખ્યા વગર પ્રેમ કરી શકો છે. પણ વિરહની વાત આવે ત્યારે મન થોડું નબળું પડી જ જાય છે.. વીતેલો સમય યાદ આવે છે.. અને તમારા મન ને ઝંઝોલતો રહે છે. સવાલ એ છે, કે જો તમે કોઈને અપેક્ષા રાખ્યા વિના પ્રેમ કરી શકો છો તો કરતાં રહેવું? કોઈ કહેશે, વીતેલી વાતો ભૂલીને આગળ વધો. ક્યારેક એ સાચું પણ છે. પણ જયારે જીવન એક વાર મળ્યું હોય ને તમને સાચો પ્રેમ થઇ જાય તો વિરહની વેદનાને સાથે રાખીને પ્રેમ કરતાં રહેવું જોઈએ?

  Like

  1. તમારા બેઉ પ્રશ્નો યોગ્ય છે …પ્રેમ ક્યારેય પ્રદર્શિત કરવાની વસ્તુ નથી ..તે માત્ર તમે જેને પ્રેમ કરો છો તેના સુધી પહોંચાડતી સંવેદના છે ..દુનિયા જાણે કે ના જાણે !!! અને ક્યારેક તો એ સમી વ્યક્તિને દુખ ના પહોંચે તેથી તેના સુધી મનની વાત ના પણ પહોંચાડાય !!!! પણ હા પ્રેમ એ તો મનની કોમળ દીવાલો પર ચીર કોતરાયેલી લાગણી છે અને એ જ પ્રેમ આપણને વાસ્તવિકતામાં પણ જીવતા શીખવે છે ભીતરમાં રહીને !!! ત્યારે એ આપણી તાકાત હોય છે …આપણી દુઃખભરી પળોમાં એ પ્રેમ આપણા ચેહરાને સ્મિત થી ભરી શકે છે …પ્રેમ ભૂલાતો તો નથી જ …પણ એ પોતાની સાથે ભીતર રાખીને તાકાત બનાવીને સ્મૃતિ માં સંકોરીને જીવતા આવડવું જોઈએ અને એ કળા બહુ ઓછા પાસે હોય છે ..તમે કહો કે ના કહો તમારો સાચો પ્રેમ સદૈવ તમારી સાથે જીવે જ છે …

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s