આતો બે ઘડી ગમ્મત …


આજથી હું હડતાલ પર છું ….
એક મસ્ત આઈડિયા મને એક સીરીઅલ પરથી આવેલો ..આ હડતાલ એટલે રોજિંદુ કામ ના કરો અને ચોખ્ખી ના પાડી દો…નહિ થાય બસ !!! પણ હડતાલ પાછળ એક નક્કર કારણ હોવું જોઈએ અને એ કારણ એવું હોય જે તમને ખુબ હેરાન કરતુ હોય ..અને તમે સમજાવટથી તેનો ઉકેલ લાવવાની પુરતી કોશિશ કરી હોય …પણ છેલ્લા હથિયાર તરીકે જ તમે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હોય …આમ તો આ હડતાલનું પણ એક શાસ્ત્ર છે હોં !!! બળવો પોકારવાનું હથિયાર અને જો સામુહિક હોય તો લઘુમતીને ઝુકાવતું હથિયાર …….પણ આ બધી ગંભીર બાબતો લોકો બહુ ચર્ચે છે નહીં !! કોક કોક વાર માથું દુખી આવે !!! અરે રામ !! અમને બી ઓછી તફ્લીકો એટલે કે તકલીફો નથી કે પછી પારકી તકલીફો સમજીએ …..પણ હા આમાંની કેટલીક હડતાલો વિષે મુદ્દા આપવાનું મન છે …એ પરથી વાંચનાર દરેક મારા જેવા હડતાળિયા જીવોએ પોતાની વાર્તા ઘડી નાખવી ..માર્ક્સ આપવાની પ્રથા બંધ છે …દરેકને પોતાની હડતાલ માટે સમાન મહત્વ આપવાનો મારો નમ્ર પ્રયાસ છે ….
મારી હડતાલ આ બધા મુદ્દે :
૧. આજથી જમણા હાથે થતા બધા કામની હડતાલ અને તેથી નવરા ડાબા હાથને કામ મળે …( એને બી ખબર તો પડે )!!!
૨. આજથી બેઉ પગે ચાલવાની હડતાલ .( ગૂંચવાઈ ગયા ને !!! આપણે એક જ પગે ચાલીયે છીએ ..લગાવી શરત !!! એક પગ જમીન પર હોય ત્યારે બીજો અધ્ધર )…
૩. આજથી મગજને બહુ તસ્દી આપવાની હડતાલ ..( એની જ તો બધી મુસીબતો છે ને !!!)
૪. એક સ્ત્રી તરીકે શપથ કે બોલવાની હડતાલ …( પછાડવાનું ચાલુ )
૫. મોબાઈલની હડતાલ …..
૬. ફેસબુક જોવાની હડતાલ …
૭. ધાર્મિક સીરીયલો જોવાની હડતાલ …( બધું જોવાનું બંધ કરવાથી હડતાલ વખતે ટાઈમ પાસ કરવાનો પ્રોબ્લેમ )
૮. કપડા અને વાસણ વગેરે કામ કામવાળી ના આવે ત્યારે કરવાની બાબતમાં હડતાલ …..
૯. ઘેર જમવા બનાવવાની હડતાલ ……( બહારથી મંગાવવામાં આવતા ભોજનમાં ગુજરાતી થાળી સિવાય બધું ચાલશે તે કંડીશન સાથે )…
૧૦. ગોસીપ કરવાની હડતાલ …( સત્ય વચન કહીને દરેક વાત શરુ કરવાની )..
૧૧. મલ્ટીપ્લેક્ષ સિવાય ફિલ્મ જોવાની હડતાલ …
૧૨. ટી વી સીરીયલ જેવી સાડીઓ અને ઘરેણા સિવાય કશું બીજું પહેરવાની હડતાલ …( અમને પણ ઠસ્સાદાર રીતે રહેવાનો હરખ ના થાય )..
૧૩. કિટ્ટી પાર્ટીમાં રીક્ષામાં કે ચાલતા જવાની હડતાલ …
૧૪.પતિદેવના ખિસ્સામાંથી પરચુરણ સેરવી લેવાની હડતાલ …( સો ની નોટ જ જોઈએ )…
૧૫.સાસરીના સગાઓના સ્વાગતની હડતાલ ……
અને બદલા માં પતિને મળશે એક મૂંગી નાર ….
અને બદલા માં બચ્ચાઓને ઉઠાડવાથી માંડીને હોમવર્ક સુધી તમામ બાબતોમાં કચકચ કરતી મમ્મીવર્ગના ત્રાસમાંથી છુટકારો ….
ચાલો સ્વર્ગ જેવી લાગણી થઇ ગઈ ને !!!!!!
અને છેલ્લે આવા સપના દેખાડવાની પણ હડતાલ !!!!!
આતો બે ઘડી ગમ્મત …કેવી નવાઈ ની વાત છે કે ગમ્મત ખાલી બે ઘડી જ મળે છે અને ………………………………………..

5 thoughts on “આતો બે ઘડી ગમ્મત …

Leave a comment