એટલે વરસાદ ………


કાગળની હોડી તૈયાર ??? નથી કરી ?? તો બે મીનીટમાં બનાવી લો …આજે આપણે વરસાદની સફરે જવાનું છે …તમને તરાપો ફાવશે ?? એપણ ચાલે …

આમતો વરસાદ વરસતો હોય ત્યારે લખવું અશક્ય છે ..બારીની ગ્રીલને વળગીને વરસાદની કથા સાંભળવાની હોય ને !!અને વરસાદ એ કોઈ કાવ્ય ,લેખ કે નિબંધ નથી એતો એક અનુભવ છે જેને કોઈ શબ્દથી એ બંધાય જ નહિ ….
ચાલો આજે વરસાદને સાંભળીયે , પેલી કાગળની હોડીમાં બેસી વિચારસમુદ્રની મધ્યમાં જઈએ …..
આખું આકાશ વરસે એટલે વરસાદ …
આકાશ વાઘા બદલે એટલે વરસાદ …
આકાશ નૃત્ય કરે એટલે વરસાદ …
આકાશની વીણા કે ગીટારના તાર પર છેડાતી સરગમ એટલે વરસાદ …
આકાશ પંચમ સૂર લગાવી કોઈ ગીત છેડે એટલે વરસાદ ….
આકાશ ફૂલ બની મહેકી ઉઠે એટલે વરસાદ …
આકાશમાં કોઈ ઝરણું નાચતું ગાતું દોડે એટલે વરસાદ …
આકાશનો મહાસાગર જયારે પ્રિયતમા ધરતીને મળવા ઉપરથી નીચે આવી જાય એટલે વરસાદ ….
સંપૂર્ણ સ્વરૂપે અપૂર્ણ લાગવાનો ભ્રમ લાગે એ રહસ્ય એટલે વરસાદ ……
આકાશના સમાંધિસ્ત યોગીનો ગુંજતો ઓમકાર એટલે વરસાદ ….
અપૂર્ણ ભ્રમમાંથી ઉદ્ભવતો પૂર્ણતાનો ઉદગાર એટલે વરસાદ ….
આકાશનું પ્રકૃતિ બની વિવિધ સ્વરૂપ અટ્ટહાસ્ય એટલે વરસાદ ….
આકાશની આંખોનું અનરાધાર રુદન એટલે વરસાદ …..
આકાશ મરક મરક મરક્યા કરે થીરકતું થીરકતું ચાલે એટલે વરસાદ ….
આકાશ ક્યારેક ડુસકામાં ડૂબી પોકે પોકે રડે એટલે વરસાદ ….
આકાશ મૌન બનીને વાદળોના વિમાનમાં મહાલે એટલે વરસાદ ….
આકાશ જયારે દિશાઓના કાન ફાડી નાખે એવી ગર્જના કરી ક્રોધે તાંડવ કરે એટલે વરસાદ …
આકાશ જયારે વાદળના મનને કોરું ધાકોર રાખી વિરહનું આક્રંદ કરે એટલે વરસાદ ….
આકાશ જયારે વિરહને મિલન સાથે મેળાપ કરાવી ભીંજવી દે એટલે વરસાદ …
આકાશને પોતીકું બનાવી વહાલ કરવાના કોડ જગાવે એટલે વરસાદ …
આકાશથી રિસાઈ જઈને પવન ની સોડમાં સંતાઈને નાસી જાય એવો વરણાગી એટલે વરસાદ …….
આકાશથી વહેતી નેવે ઝીલાતી એ ધારથી ચેહરાના મહોરાં ધોવાની મૌસમ એટલે વરસાદ ….
આકાશના અમીને ખોબલે ઝીલી આંખોમાં આંજવાની કળા એટલે વરસાદ …
આકાશનો એકમાં અનંત અને અનંત માં એક બનવાની જાદુગરી એટલે વરસાદ …..
આકાશને છત્રી દેખાડી ખીજવે એ વરસાદ ….
ચાચાની ચાની કીટલી પર કપમાં ગરમ વરાળે ઉડી જાતો એ વરસાદ …
મરચા કાંદા સાથે દાલવડાની લહેઝતથી લલચાવતો એ વરસાદ …
કાગળની હોડી અને છબછબીયા કરીને બાળપણને પાછું લાવતો એ વરસાદ ….
એક તરબતર આલિંગનને તરસી જતો એ વરસાદ …..
આકાશને આગોશમાં લેવાની મૌસમ
પ્રાણ જેટલો જ જીવનમાટે જરૂરી તોય અપમાનના ઘૂંટ ગળતો એ સ્થિતપ્રજ્ઞ એટલે વરસાદ ….
ધરતી ખેડુંનો એક કમાઉ દીકરો એટલે વરસાદ …..
આકાશમાં પ્રભુને પર્સનલી મળવાની તક એટલે વરસાદ ……..

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s