અનંતા


અનંતા આજે ઘેર નહોતી …નિયત સમયે સહજ ઘેર આવ્યો ..ક્યારેક આવું થતું …રસોડામાં સંપૂર્ણ શાંતિ હતી ..હજી રસોઈની તૈયારી પણ નહોતી કરી ..આશ્ચર્ય થયું …કેમ કે આવું ક્યારેય નહોતું થયું …અને છેલ્લે અનંતા એક ફોન તો આવી ગયો હોય …બે કલાક થયા પણ કોઈ ખબર નહીં …સહજે અનંતાને પિતાને ફોન કર્યો …અનંતા ત્યાં નહોતી ગયી ..વારાફરતી બધે જ ફોન કરી જોયા ..રાત્રીના દસ વાગ્યા હતા …સહજનો સાળો અને સહજના બે ભાઈ ત્યાં આવી ગયા …પોલીસમાં ખબર કરી ….હવે નિદ્રા આ ઘરનું સરનામું ભૂલી ગયી …એક શાંતિ ચોતરફ …દરેક ફોનને અનંતા હશે કે તેની કોઈ ખબર એમ સમજીને ઉચકવા માંડ્યો …
સહજના પાસ પાડોશી પણ એમાં જોડાયા હતા …દરેકે પોતાનાથી બનતા પ્રયત્ન કરવા માંડ્યા …
શહેરની તમામ હોસ્પિટલમાં પણ તપાસ થઇ ..પણ વ્યર્થ ….
હવે એક વડીલે સહજને પૂછ્યું : તમારા બેઉ વચ્ચે કશું થયેલું ???સહજે નકારમાં ડોકું હલાવ્યું …
અનંતા એ નવપરિણીત નાની ઉમરની યુવતી નહોતી પણ છપ્પન વર્ષની વાર્ધક્યમાં પ્રવેશેલી મહિલા હતી ..હજી એમની નાની દીકરીના છ મહિના પહેલા લગ્ન થયેલા અને એને સાસરે વળાવેલી ..હવે સહજ અને અનંતા એકલા જ હતા …સહજને અચાનક બધું ધીરે ધીરે યાદ આવવા માંડ્યું ..અનંતાની એ તમામ વાતો ..અનંતાને એ તમામ ફરિયાદો …અને પોતાનું કશું જ ના ગણકારવું ….પોતાનો જીદ્દી અને ક્રોધી સ્વભાવ ..અને દરેક વખતે અનંતાને અપમાનિત કરવાની મનોવૃત્તિ ….અનંતા એ બીજી દીકરીના લગ્ન કર્યા પછી એની સાથે બોલવાનું સાવ બંધ જ કરી દીધેલું ..માત્ર ઘરનું કામ કર્યા કરતી ..એમાં કોઈ ફરિયાદને અવકાશ નહોતો ..પણ એ સાવ શાંત જ રહેતી ..એની પોતાની નાની દુનિયામાં મગ્ન …કોઈ વાર પોતાની હાજરી માં દીકરીઓના ફોન આવતા તો એનો અવાજ સંભળાતો…એ સાંજે દેવદર્શન કરવા જતી ..સવારે ઘેર જ પૂજા પાઠ ….
એક રાત વીતી ..સવાર સુધી કોઈ પત્તો ના જ લાગ્યો …બીજા ગામના સગાવહાલાને પણ જાણ કરાઈ …હવે સહજ ધીરે ધીરે નર્વસ થવા માંડેલો ….
એને યાદ આવ્યું કે છેલ્લે જયારે નાનીના લગ્ન પહેલા એને બોલવાનું થયેલું ત્યારે અનંતાએ કહ્યું હતું : એમ ના સમજતા કે હું કોઈને કહેતી નથી એટલે કોઈ તમારા અત્યાચાર વિષે નથી જાણતા…એ તો જયારે હું આ ઘરમાં નહીં હોઉં ત્યારે તમને ખબર પડશે !!!!! અને સહજે એને ઉતારી પાડી હતી ….
અગિયાર વાગ્યે ટપાલી આવ્યો ..એક પરબીડિયું હાથમાં આપી ગયો ..અનંતાને નામે હતું ..એને ફોડ્યું ..આમ પણ અનંતાની દરેક ટપાલ સહજ જ ફોડતો હતો !!! અનંતાને એક પ્રકાશક તરફથી તેના પ્રસિદ્ધ થયેલા પહેલા પુસ્તકની નકલ હતી અને સાથે રોયલ્ટીનો એક લાખ રૂપિયાનો ચેક !!!!
સહજને કશી જ ખબર ના પડી …..બસ હવે પળે પળ અનંતાની યાદો જ આવતી ..એની તમામ ખૂબી યાદ આવતી ….બીજા દિવસની સાંજ પડવા આવી …
સાંજે સાત વાગ્યે ફોનની રીંગ વાગી : સામે અનંતા હતી ..એણે સહજને કહી દીધું : સહજ હવે મને શોધવાની કોશિશ ના કરશો …મને હિમાચલ પ્રદેશના એક નાના ગામમાં નોકરી મળી ગયી છે ..એક અનાથાશ્રમમાં ..હવે હું અહીં જ રહીશ …તમને મારા લીધે પડેલી તકલીફો બદલ માફી માંગું છું …તમને હવે મારા બંધનમાંથી પણ મુક્ત કરું છું .. શિયાબાગ માં રહેતા વકીલ શ્રી ..મનહર ભાઈ પટેલ પાસેથી મેં સહી કરેલા છૂટાછેડાના કાગળ મેળવી લેશો ….
બસ હવે તમને જીવન જીવવા જેવું લાગે એ આશા સાથે અનંતા …આવજો ..અને ફોન મુકાઇ ગયો ….
સહજના હૈયાફાટ આક્રંદે ઓરડો ભરી દીધો ….
ત્રણ દિવસ પછી તાલ નામના નાનકડા ગામે સહજ અનંતાને માફી માગી પોતાની સાથે પાછા ફરવા વિનતી કરી રહ્યો હતો …..

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s