જિંદગી કા સફર હૈ યે કૈસા સફર ???


બુધવાર ૧૮ જુલાઈ ૨૦૧૨ …
બપોરે લગભગ પોણા બે વાગ્યે એક જુવાળ આવ્યો ….આનંદ મરા નહીં ..આનંદ મર નહીં સકતે …….બસ એક શોક અનાયાસે જુવાળ બની ગયો ..અને આ કોઈ દેખા દેખી કે દેખાડા ખાતર પણ નહોતો..સ્વયં ભૂ હતો ..એ દિલમાંથી ઉભરતો શોક હતો જેમાં એક સચ્ચાઈ હતી …..ટી વી ,રેડીઓ નેટ બધે રાજેશ ખન્ના છવાઈ ગયા …હું એને સ્વર્ગીય નહીં કહું કેમ કે તે જીવતા જ છે સુક્ષ્મ રૂપે …
મારાં નાનપણમાં મેં એમની સારી કૌટુંબિક તમામ ફિલ્મો જોયેલ …એમના ચમકતી દમકતી દુનિયામાંથી વળતા પાણી થયા ત્યાર પછી બહુ ઓછા પ્રકાશમાં હતા ..હા રાજકારણી હોય કે એ વાત જુદી છે પણ એક કલાકાર તરીકે …પણ જયારે એમણે આ ફાની દુનિયા છોડી ત્યારે ખરેખર એમના તરફ લોકોના પ્રેમનો ખ્યાલ આવ્યો ..પણ તમે વિચાર્યું કે આમ કેમ હતું ????
૧. એક છોકરી યૌવનમાં પગરણ કરે ત્યારે એના મનમાં જે સપનાનો રાજકુમાર હતો તે એમને રાજેશ ખન્નામાં જોયેલો એટલે એ ઘેલી બનતી …આજના રોમાન્સના કિંગ ખાનને પણ કોઈ છોકરીએ પોતાના લોહી થી પત્ર નથી લખ્યો ….
૨. એમની કોઈ પણ ફિલ્મ જુઓ તો એ કૌટુંબિક કથાનક પર હતી …બિલકુલ આપણા જેવા કુટુંબ પર ..એ ફિલ્મો જોઇને આપણે કૈક હકારાત્મક શીખ મેળવતા …દો રસ્તે ,આરાધના ,આનંદ ,અમર પ્રેમ, સફર ,મેરે જીવન સાથી ,દુશ્મન …નમક હરામ ……આપકી કસમ …અવતાર …બિલકુલ આપણા જીવનની ઝલક ..એટલે એ આપણા દિલ પર અસર કરતી ….
૩. એમના ફિલ્મી ગીતો આપણા મનમાં જે શબ્દો હોઠ પર આવી નથી શકતા એને વાચા આપતા ….મેરે સપનો કી રાની કબ આયેગી તું ..કુછ તો લોગ કહેંગે ,જિંદગીકે સફરમેં ગુજર જાતે હૈ , જીવનસે ભરી તેરી આંખે મજબુર કરે જીને કે લિયે … કોઈ પણ ગીત ..એટલે એ સરળતા જીભે ચઢી જતી …
આજે હિન્દી ફિલ્મોના આશિક હોય કે ના હોય પણ આનંદ દરેકના દિલમાં વસે છે …કેમ ?? પોતાની પીડાઓ થી સંપૂર્ણ જાણકારી રાખવા છતાં પણ મોત તરફ પ્રત્યેક કદમ જવા છતાં જે એક એક ક્ષણ છે એને ભરપુર માણવી તો ખરી જ પણ બીજા ના દુખો પણ એ ક્ષણો પૂરતા સામી વ્યક્તિ ભૂલી જાય એવું એ ચરિત્ર …તમે તમારા માટે જીવો તો નહીં પણ બીજાના જીવનમાં એક આનંદ મૂકી જાવ તો તમે ભલે સેલીબ્રીટી ના હોવ તો પણ તમે મૃત્યુ પછી પણ જીવી જાવ છો …એ માટે સરળતા અને સહજતા જોઈએ …તમારે હાઈ પ્રોફાઈલ વર્તુળ માં નહીં પણ એક સામાન્ય માણસના દિલ નો રસ્તો શોધવો પડે ….
પણ આ મૃત્યુથી એક સવાલ મને થયો : કે દુનિયામાં પોતાની ખરી કદર માત્ર મૃત્યુ પછી જ કેમ થાય છે ????
આ દાખલો ભલે રાજેશ ખન્ના નો છે પણ સવાલ દરેક વ્યક્તિ માટે નો છે …પડતી ના દિવસો શરુ થયા એના માટે એક વ્યક્તિ પોતે પણ થોડા અંશે અને થોડા અંશે એનું નસીબ પણ જવાબદાર હોય છે ..પણ ત્યારે કોઈ કેમ એની પડખે ઉભું નથી રહેતું ..એના પર સાચો પ્રેમ વ્યક્ત નથી કરતુ …જો એ સમય પર કોઈ એને સાચી લાગણી કે પ્રેમ આપી જાય તો એ વ્યક્તિ માટે તે સંજીવની બની શકે ….આજે રાજેશખન્નાની તમામ સારી બાબતો યાદ આવે છે એ એના સુવર્ણકાલની છે …પણ એની એ પીડા જે એકલતાની હતી ..એ દર્દ જે જીવ્યા હતા એ વ્યથા કદાચ બહુ ઓછા જાણતા હશે ……
એક વાત કહું ??? તમે ગમે તેટલા પ્રસિદ્ધિના શિખર પર પહોંચી જાવ પણ જે તમારા સૌથી નજીક છે એના થી ક્યારેય પણ દૂર ના જતા ..કારણ કે શિખર થી પાછા વળતા કદાચ એ લોકો આપણા જીવનને જીવવા લાયક બનાવે છે …..સુખ મેં સબ સાથી ..દુ:ખમેં સિર્ફ જીવનસાથી …
પૈસા અને પ્રસિદ્ધિ આપણને આપણાઓથી ક્યારેક બહુ દૂર કરી દે છે !!!!!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s