જ્યાં એક ઉર્મિલા છે


એક આદર્શ સ્ત્રી ……
એક રોલ મોડલ છે ભારતીય સમાજમાં ..સીતા ……રામ સાથે વનવાસ કર્યો …તેમના સુખદુખ માં સાથ આપ્યો …પણ ઉર્મિલા થોડી વિસ્મૃત થઇ ગયી !!! પણ પોતાના પતિને ભગવાનની સેવામાં મોકલી પોતે એકલવાસ ભોગવ્યો ..એ કેમ ભૂલી ગયા ??? ખેર આજે એ કહેવું છે કે આપણી વિચારધારાને માફક આવે એ જ વ્યક્તિ આપણી રોલ મોડલ હોઈ શકે ખરુંને ??? તટસ્થ રહીને અણગમતી વ્યક્તિ ક્યારેય કોઈની રોલ મોડલ બની છે …
આ આદર્શ સ્ત્રીની પરિભાષા વખતો વખત બદલાઈ ગયી છે ..પરિવર્તન તેમનામાં પણ આવે છે ….”ફેવરીટ “ના ટેગ હેઠળ એ નામ આવે …પોતાની કારકિર્દીમાં માઈલ સ્ટોન સ્થાપિત કરનાર સ્ત્રી આજના આધુનિક યુગની રોલ મોડલ અર્થાત આદર્શ સ્ત્રી છે ખરું ને ??? સુનીતા વિલીઅમ્સ, સ્વર્ગસ્થ કલ્પના ચાવલા ,ઇન્દિરા ગાંધી ,સાયના નેહવાલ ,કિરણ બેદી વગેરે વગેરે વગેરે …..
પણ ક્યાંય તમને એક સામાન્ય ગૃહિણી આદર્શની સૂચીમાં દેખાતી નથી ..કેમ કે એ ગૃહિણી છે …ઘર ,પતિ અને બાળકો પાછળ સમયનો ઉપયોગ કરતી …બસ એક દિવસ ચુપચાપ એમની દિનચર્યા જુઓ ..અને પછી એક કલ્પના કરી લો કે એ નથી તો તમારા જીવનમાં એક મહિનો શું ફરક પડી શકે ???? આદર્શ સ્ત્રી તમારા જીવનમાં નહીં પણ તમારા વિચારમાં છે અને બીજી સ્ત્રી તમારા વ્યવહારમાં છે ….
વર્કીંગ વુમનનો કન્સેપ્ટ બહુ જ વ્યાપ્ત છે …પણ એમાં પેલી સડકની બાજુ માં એક કપડાના ખોયાને વૃક્ષ નીચે બાંધીને નવા બંધાતા મકાનમાં તગારા ઉચકતી સ્ત્રી તમારો આદર્શ નહીં જ હોય … એ પણ કામ અને ઘર બેઉ સંભાળે છે તો પણ ..
આપણે હમેશા ઉચું વિચારીએ છે એ સારી બાબત છે એટલે …એક હેન્ડસમ રકમ પગાર લાવીને ઉચ્ચ જીવન જીવવાના ખ્વાબ સાથે ઘર અને બહાર સંભાળતી મહિલા આજે દરેક ક્ષેત્રમાં જોવા મળશે …પોતાનો સંસાર સંભાળતી અને ફાજલ સમયમાં કૈક વધારાનું કામ કરીને થોડું કમાઈને ઘરખર્ચમાં મદદરૂપ મહિલા બધે જોવા મળે છે ….પણ એ મહિલાને અઠવાડિયે એક રજાનો હક્ક નથી હોતો ..અને આ ગૃહિણી અને કામકાજી મહિલા બેઉને માથે લાગુ પડે છે …
બસ એક દિવસ આવો હોવો જોઈએ …એ રવિવારે પતિ એક કપ ચા બનાવીને પત્નીને ઉઠાડે અને સોસાઈટી પાસેની દુકાનમાંથી ગરમા ગરમ ફાફડાનો નાસ્તો લઇ આવે …બપોર સુધીના બધા કામ જો બાળકો મોટા થઇ ગયા હોય તો એ પતાવે ..અને એક ટીફીન હોટલમાંથી આવે કે પછી ઘેર રેડી ટૂ સર્વના પેકેટ પણ ચાલશે …બપોરે એક લાંબી નિદ્રા પછી …એક ફિલ્મ અને સાંજે કોઈ સગાને ત્યાં વિજિટ અને પાછા ફરતી વખતે કોઈક પત્નીને ગમતી હોટલમાં નાસ્તો …..મોટા બાળકો તો હવે ફ્રેન્ડ સર્કલમાં જતા રહે છે ..અને નાના હોય તો બાગબગીચામાં કોરો નાસ્તો લઈને એક સાંજ ……..
આ વાત આપણા મધ્યમ વર્ગની મહિલાની છે જેને આદર્શ મહિલાજ તો જ ગણવામાં આવે જો તે   કુટુંબની સેવા દિવસ રાત કરે અને કોઈ ફરિયાદ પણ ના કરે એની છે …પોતાને આવતા તાવ માટે ઘેર પડેલી ક્રોસીન લઇ લે પણ બાળકનું માથું તપે તો એને લઈને દવાખાના તરત જ લઇ જાય અને બાકીના સભ્યોની રસોઈ મોડી કે સ્વાદ બરાબરના હોવાની ફરિયાદ સામે કોઈ પણ એક્સ્યુઝ ના આપે …કહેતા નહીં કે જમાનો બદલાયો છે …આ સ્થિતિ હજી પણ છે …અને કદાચ આ ભાગદોડની દુનિયામાં એને ઘરનો રોબોટ હોય તેમ ટ્રીટ કરવામાં આવે છે …એ ક્યાંક તો પોતાના સપના ઈચ્છાઓ ભૂલી ચુકી છે કે મારી ચુકી છે ……
બસ જયારે હવે વિકએન્ડ આવે ત્યારે એક નજર ત્યાં પણ નાખી જોજો ..એને આવી રજા મહિનામાં એક વાર તો આપી જોજો ….એને કોઈ મોંઘી ભેટ કરતા પણ આનું મુલ્ય વિશેષ હશે ..કેમકે તેને એ વાત જ આનંદ આપશે કે તેના માટે કોઈકે તો ખ્યાલ કર્યો ……..
આ લેખ સમર્પિત છે એક રવિવારને જ્યાં એક ઉર્મિલા છે જે આપણી જોડે જીવે છે …..

Advertisements

2 thoughts on “જ્યાં એક ઉર્મિલા છે

  1. હા પ્રીતીબેન ,
    સાચી વાત છે .આપને બહુ દુર ની વ્યક્તિ ને રોલ મોડલ બનાવી દઈએ છે પણ આપની આજુ બાજુ માં મહાન કાર્યો કરનાર વ્યક્તિ નિ આપને નોધ લેતા નથી . હવે તો હું તમારા બતાવેલા દરેક માર્ગદર્સન ઉપર ધ્યાન આપું છુ.હું આ વાત ને પણ ધ્યાન માં રાખીશ .
    ધન્યવાદ ………

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s