સવાર …બપોર …સાંજ …રાત ……..


સવાર …બપોર …સાંજ …રાત ……..
બાળપણ …યુવાની …..પ્રૌઢાવસ્થા …..વૃદ્ધત્વ ……
શીખવું ….મેળવવું ….વપરાશ થવો ….વારસો આપવો ……
સૂરજની પહેલી કિરણ થી આખરી કિરણ સુધી એક દિવસ છે અને પછી આ ત્રણ રંગો વગરની કાળી ધબ રાત છે …જેનો માત્ર એક જ રંગ છે …અને એ છે એકલતા …..
સુખ અને દુખ જે પણ હોય પણ તેને પણ આ ત્રણ પ્રહર તો અવશ્ય હોય જ ……તમે એક પ્રહરમાં એક જિંદગી ગુજારી દેવા ઈચ્છો તો પણ રોકાઈ નહીં શકો …સમયની ઘડિયાળના કાંટા સાથે તમને સમય વહાવી લઇ જશે બીજા મુકામ સુધી …..
દુખ કે પીડા ….એની શરૂઆત ક્યારે થાય છે લગભગ આપણે એનાથી અનભિજ્ઞ હોઈએ છીએ ..એ પીડા ધીરે ધીરે વધે તેમ તેમ તેનું જ્ઞાન થાય છે ..અને જયારે સહનશક્તિની બહાર જાય ત્યારે એનો ઈલાજ કરવો જરૂરી બને છે ..અને એ પીડા થોડી થોડી કરીને ઓછી થઇ જાય છે ..ત્યારે એક રાત્રી એ શાંતિ બનીને ઊંઘ બનીને આવી જાય છે ….ત્યાં ગાઢ નિદ્રા એ પીડાઓનું શમન કરે છે ….બાકી જયારે દર્દ થાય ત્યારે એનો એહસાસ દિવસે થોડો ઓછો હોય પણ એ રાત્રીની એકલતા અને અંધકારમાં તીવ્ર થઇ જાય ..આ દુખ શરીરના હોય કે પછી મનના ……અહીં એક વસ્તુ જોઈ ??? દરેક દર્દ કે પીડા નો ઈલાજ અવશ્ય હોય છે …ક્યારેક તે પોતે શોધી લેવો પડે ,ક્યારેક નિષ્ણાત પાસે જવું પડે ,ક્યારેક કોઈની સલાહ લેવી પડે ,ક્યારેક કોઈ અનાયાસે મદદરૂપ બને ,ક્યારેક જ્ઞાન કામ આવે ક્યારેક અજ્ઞાન પણ …..ક્યારેક ઈલાજ મોડો મળે ક્યારેક તરત …હા કેટલીક પીડા મૃત્યુ સાથે અંત પામે છે પણ એક રીતે એ પણ પીડાનો અંત જ છે …આ પીડા શારીરિક રીતે ઓછી અને માનસિક રીતે વધારે હોય છે ..એટલે પીડાનું શમન કરવા પહેલા મનનો ઈલાજ જરૂરી છે …..દર્દીને ખરેખર મનનો રોગ છે એ પારખીને ક્યારેક ડોક્ટર પણ સાદી એસ્પીરીનને એક ખુબ બહુમુલ્ય ઈલાજ તરીકે આખરી ઈલાજ તરીકે આપે અને એ દર્દી તરત સાજો પણ થઇ જાય ….સાંભળ્યું હશે તમે પણ …!!!!અને જેમ સંતો કહે છે સર્વ રોગનું મૂળ રાગ ,દ્વેષ ,ઈર્ષ્યા, લોભ ,મોહ છે તેમાં આજના મનુષ્યને એ લોભ અને ઈર્ષ્યામાંથી મહત્તમ મળે છે ……
સુખ …આની શરૂઆતથી પણ આપણે અજાણ હોઈએ છીએ ..કેમકે ખેંચી ખેંચીને મૂળ અને કાલ્પનિક દુખોનું આયુષ્ય વધારવાની આપણી આદત છે …..એટલે ક્યારેક સુખની શરૂઆત અનુભવાતી નથી …પ્રભાતનું સુખ માણવા વહેલા જાગવું પડે તો જ ખબર પડે કે સૂર્યોદય શું છે ??? આજ કાલ આઠ નવ વાગ્યે સવાર પડે એને એ ખબર ના પડે …..દસ વાગ્યે ખબર પડે ત્યારે મધ્યાન્હ થવાને માત્ર બે કલાક જ બાકી રહે …કારકિર્દી હોય કે સુખનો કોઈ પ્રસંગ …કે યુવાની ..પોતાના મધ્યાન્હે એ બરાબર તપે છે અને તાવે છે ..એને ઝીરવવો મુશ્કેલ હોય છે …અને કારકિર્દીની ટોચે જ માણસની કોઈ ભૂલ એને નીચે ફેંકવા પુરતી હોય છે …આ તેજમાં જ પોતાની સૌથી વધારે સંભાળ રાખવી જરૂરી છે …..અને જીવન હોય કે દિવસ ધીરે ધીરે અસ્તાચળ તરફ અટલ ગતિ ચાલુ રહે છે …સમય ખરાબ હોય તો ગતિ ધીરી લાગે અને સારો હોય તો જાણે ક્ષણભરમાં અસ્તાચળની વેળા આવી ગઈ એમ મેહસૂસ થાય ….
સાંજ જીવન હોય કે દિવસ ખુબ અગત્ય નો સમય છે …જ્યાં વ્યક્તિ પોતાના તરફ પાછી ફરે છે ,ઘર તરફ પાછી આવે છે ..એ તમામ ગતિવિધિથી એ શરીર અને માંથી થાકેલી હોય છે …ત્યારે એ બેઉ દ્રષ્ટિએ આરામ ઝંખે છે ….અને એટલા માટે જ રાત્રી કે જીવનની એકલતા,નીરવતા અને શાંતિની જરૂર છે …અને રાત્રી એને અનુરૂપ છે …અને નિદ્રા ત્યાં સહેલી બને છે …..
બસ દિવસ અને જીવન ના દરેક પ્રહર એવી રીતે ગુજારવાની કોશિશ કરો કે તમારા રાત્રીના નિદ્રા સુખને એ સમય છીનવી ના શકે ..તમે કોઈ મહાન માણસ ના બનો તો કોઈ વાંધો નહિ પણ એક માણસના દિલમાં વસી જાવ તો ય ઘણું ….!!! આપણે કોઈ આખો સમાજ નથી સુધારવો બસ કોઈને નડીએ નહીં તો ય ઘણું !!!!!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s