કદાચ હવે….


શાન દસમાં ધોરણમાં હતો ..તેના ભાઈ એટલે કે કાકાના દીકરાને આઈ આઈ એમ ટોપર તરીકે વિદેશમાં પંદર લાખ રૂપિયાનું પેકેજ ઓફર થયું ..એ વિદેશ ગયો …બસ ત્યારથી જ શાને એમ બી એ કરીને વિદેશ જવાનું સપનું પોતાનામાં વાવી દીધું …એણે ઓસ્ટ્રેલીયા જઈને એમ બી એ કર્યું અને અમેરિકામાં જોબ મેળવી ….માતા પિતાએ એક સુશિક્ષિત કન્યા મોના સાથે લગ્ન કરાવી દીધા ..મોના પણ સાયંસ પોસ્ટ ગ્રેજ્યુએટ હતી …અને ત્યાં તેણે પણ નોકરી શરુ કરી …..ખુબ ઝડપે પ્રગતિ થતી ગયી …પોતાનું હાઉસ ,મર્સિડીઝ કાર અને તગડું બેંક બેલેન્સ તે પણ અમેરિકામાં …શાન ખુબ ખુશ હતો …બે વર્ષ પછી અંશનો જન્મ થયો …શાનના મમ્મી પપ્પા એક વર્ષ સુધી અમેરિકા આવીને અંશને સંભાળી ગયા ….પણ મોનાને કઈ ખટકતું …ત્યાના સામાજિક પરિવેશમાં તે સેટ નહોતી થઇ શકતી..પણ તેણે એ પણ જોયું કે શાન આ બધું ક્યારેય છોડી નહીં શકે ..અંશને તે માંબાપની છાયાથી દૂર નહોતી કરવા માંગતી અને એટલે જ તે ઇન્ડિયામાં સાસુ સસરા પાસે તેને જવા દેવા સંમત ના થઇ …પણ જયારે તે પાંચ વર્ષનો થયો ત્યારે શાનને તેણે કહ્યું : જો શાન હવે તો ભારતમાં પણ ઇન્ટરનેશનલ સ્કૂલો છે …તો હું અંશને લઇ ભારત પરત જાઉં છું …અહીં હું એને ઉછેરવા નથી માંગતી ..શાનની નજર બહાર મોનાની વ્યથા જરા પણ નહોતી ..એટલે વર્ષે એક મહિનો મોના અમેરિકા આવે અને દિવાળી વખતે પંદર દિવસ પોતે ભારત જાય એમ નક્કી કરી મોના અને અંશને તેણે સીમલા મોકલ્યા અને શાનના માતા પિતા પણ ત્યાં જ રહેવા જતા રહ્યા …..
હવે શાનની ઉમર લગભગ ચાલીસ વર્ષ થવા લાગી ..હજી સુધી એ રીતે જ સંસાર ચાલતો હતો ….આ વખતે શાન ફરી ભારત આવ્યો ….એની કંપની ભારતમાં શાખા ખોલવા માંગતી હતી અને એણે સર્વે કરવાનો હતો …
અચાનક સીમલા જતા વાતાવરણ પલટાયું ..અર્ધે રસ્તે લેન્ડ સ્લાઈડ થતા રસ્તો બંદ અને બરફ વર્ષા શરુ થઇ …પાસેના ગામમાં તે આશરો લેવા માટે ગયો ….તેની મુલાકાત ત્યાના ઢાબામાં શ્રુતિ સાથે થઇ …આ એ જ શ્રુતિ હતી જે તેની સાથે એમ બી એ કરી ભારત પાછી આવી હતી ….શ્રુતિ તેને ઓળખી ગયી અને શાનને પોતાની સાથે પોતાને ઘેર લઇ ગયી …બેઉ જણે પોતાની સ્મૃતિઓ વહેંચી …શ્રુતિ એમ બી એ કરી અહીં આવી અને એણે અહીં ગામડાની હસ્તકળાને જોઈ અહીં ની મહિલા અને પુરુષોને એકત્ર કર્યા સંગઠિત કર્યા …એમની સુંદર કલાકૃતિઓ અને સામાન નું યોગ્ય માર્કેટિંગ કરી તેમનું જીવનધોરણ ઊંચું લાવ્યું …તેના પતિ સુજય પણ સંશોધન કર્તા અને વૈજ્ઞાનિક હતા ..તેમણે અહીની ખેતી માં નવી પદ્ધતિ દાખલ કરી ,પાણી સંગ્રહણની નવી પદ્ધતિ દાખલ કરી ખેતીને નવજીવન આપીને ખેડૂતોને પણ સમૃદ્ધ બનાવ્યા ….તેમના બે ત્રણ મિત્રો ડોક્ટર હતા તેઓ પણ અહીં ગામડામાં આવી સેવા કાર્યમાં જોડાયા હતા ……
બે દિવસ સુધી બરફ વર્ષા અટકી નહીં ….
પણ શાને જોયું ….શ્રુતિ અને સુજય અંગત જીવનમાં પણ કેટલા ખુશ હતા ..તેમણે ફક્ત તેમનો નહીં પણ પોતાના દેશના થોડા લોકોની પ્રગતિ માટે પણ પોતાના ભણતરનો સાચા અર્થમાં ઉપયોગ કર્યો હતો ..અને તેઓ બેઉ એકબીજા થી દૂર નહિ પણ સાથે રહીને એક બીજાની તાકાત બન્યા હતા ..તેમના બાળકો પણ માતા પિતા વચ્ચે વહેંચાયેલા નહોતા …એમની પાસે એવું કૈક હતું જે પોતાની અપાર સંપતિ પણ નહોતી ખરીદી શકી આજ સુધી ….
મોના અને અંશ તેમના થી જુદા રહેતા હતા …મોના શું કહેવા માગતી હતી તે એને છેક આજે સમજાયું હતું …..અને એણે અનુભવ્યું કે લાખોનું પેકેજ તેના જીવનના સાચા અર્થ અને આનંદને ખરીદી ગયું હતું ……તે આખી રાત વિચારતો રહ્યો ….
બીજી સવારે સુરજ ઉગ્યો …રસ્તો પણ સાફ થયો …..શ્રુતિ સાથે ચા નાસ્તો પતાવીને તે સીમલા તરફ જવા રવાના થયો ……તેણે જતા પહેલા શ્રુતિ અને સુજયને કૈક પૂછ્યું …અને બેઉ જણે તેને હકારમાં ડોકું હલાવી જવાબ આપ્યો ….
સાંજે શાને તેની અમેરિકી ઓફીસમાં મેલ કરી પોતાનું રાજીનામું મોકલાવી દીધું ……..
કદાચ હવે જીવન શરુ થતું હતું ………

Advertisements

4 thoughts on “કદાચ હવે….

  1. પ્રીતિજી,

    સાચે જ શ્રુતિ અને સુજય જેવું જીવન હોવું જોઈએ. તો જીવવાની મજા જ કંઈક અલગ હોય છે.
    મોડેથી પણ શાન ને સમજાયું એ ઘણી સારી વાત છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s