સફળતા એક અભિશાપ ..????!!!!


કાલે એક લેખ વાંચ્યો …રાજેશ ખન્ના પર જ હતો ..એમાં એક વસ્તુ મને સ્પર્શી ગયી ..એમાં કહેલું કે સફળતાને કેવી રીતે જીરવવી એની કોઈ જડીબુટ્ટી એમની પાસે નહોતી …આ પહેલા કોઈ આવી સફળતા પામ્યું નહોતું તેથી તેની સાથે કેવી રીતે વર્તવું તેની ખબર જ ના પડી …હા મારા પછી કોઈ એ શીખી શકશે મારા ઉદાહરણ પરથી ….
કેટલી સચોટ વાત છે …ટોચ પર પ્રથમ વાર સ્પર્શ કરનારને આ ખબર જ નથી હોતી …ત્યાની અદ્ભુત ઠંડક પછી નીચે ઉતરતા પણ શીખવાનું છે એ પણ પોતાના વ્યક્તિત્વનું ગૌરવ જાળવીને એની ખબર ના પડે એ સાચું છે …પણ એમાં વ્યક્તિનું આંતરિક વ્યક્તિત્વ મદદરૂપ થાય છે જ …સફળતા કોઈને પણ બહેકાવી શકે છે …અને સફળતા જો ખુબ જ જલ્દી વણકલ્પી ઝડપે મળે ત્યારે તે વિશેષ જોખમી છે કેમકે એને માટે આપણે મનથી તૈયાર નથી હોતા ….અને એનાથી આપણે જાતે જ અંદરથી અકળાઈ જઈએ છીએ ….અને એનાથી દૂર ભાગવાનો નિષ્ફળ પ્રયત્ન પણ કરીએ છે ….અને ખરેખર પરીક્ષા ત્યારે થાય છે કે તમે સફળતા થી સ્વેચ્છાથી કે અનિચ્છાએ દૂર થઇ જાવ છો ….!!!
એક નાનકડી વાર્તા જોઈએ :
શ્રવણ એક ટી વી એન્કર છે …એનો શો સૌથી વધારે ટી આર પી ધરાવે છે … સપ્તાહના છ દિવસ આવે છે …માત્ર રવિવાર નહીં …છેલ્લા સાત વર્ષથી એકહથ્થુ શાસન કરે છે એ ……એને સાત આંકડાનો પગાર , બ્રાંડ એન્ડોર્સમેન્ટ , જાહેરાત અને પ્રાઈવેટ એન્કરીંગ માંથી અધ ધ ધ પૈસા મળે છે …જેને સુખ કહેવાય એ તમામ વસ્તુઓ એની પાસે છે …સુશીલ અને ખુબ સમજદાર ગૃહલક્ષ્મી જે આ સફળતાની એકલતાને સમજે છે ..બે સુંદર બાળકો પણ …માતા પિતા ભાઈ બહેન બધા જ .છે ……એક ફિલ્મ પણ કરી ચુક્યો છે અને ફિલ્મ પણ સફળ છે …..
આ બધી સફળતાની ટોચ માત્ર પાંચ વર્ષનો નાનકડો ઈતિહાસ ધરાવે છે …પણ હવે શ્રવણને એકલતા લાગે છે …વાર તહેવારે એને માત્ર શો કરવાના હોય છે ..એના બાળકોના પેરેન્ટ્સ ડેની મીટીંગ એને એટેન્ડ કરવી છે …રક્ષાબંધને બહેનને બહાર લંચ પર લઇ જવી છે …આખા પરિવાર સાથે એક અઠવાડિયું રાજસ્થાન ફરવું છે …શો માં તો તે જાય તોય એ ડ્યુટી હોય છે પરિવાર સાથે નથી હોતો …ચોતરફ જ્યાં જાય ત્યાં લોકો એને ઓળખીને ઘેરી લે છે ..એને એક સાચકલું એકાંત જોઈએ છે …અને એક દિવસ એ નોકરી છોડવાનો નિર્ણય કરે છે ……ત્યારે તેની એક દોસ્ત નિયતિ તેને મળે છે …..
તે બધું સાંભળે છે …અને કહે છે તું એકલો રહેવા તૈયાર છે ખરો ??? તું એ દિવસ જે અત્યારે તને ખુબ ઉત્તેજિત કરે છે જ્યાં તને કોઈ ઓળખતું ના હોય ખરેખર એવું થશે તેને તું બર્દાશ્ત કરી શકીશ …..આજે તારી ફેમીલીમાં પણ તારું માન છે એમાં તારો વ્યવસાય પણ મહદ અંશે છે એ તને ખબર નહીં હોય …તારા પુત્ર અને પુત્રી તારા સ્ટાર સંતાન હોવાને લીધે આગવું સ્થાન ધરાવે છે …એ લોકો સ્થાનચ્યુંત થવાનું બર્દાશ્ત નહીં કરી શકે …એ બધા જ પોતાની જિંદગીમાં સારી રીતે ગોઠવાઈ ગયા છે અને તું એમની પાસે રહીશ તો કદાચ તેમની પાસે તારી માટે સમય નહીં હોય …..આજે જે લોકો તારી લોકપ્રિયતાને પોતાની માટે એનકેશ કરી રહ્યા છે એ તમામ તારા રેજીગ્નેશન સાથે જ તને છોડી દેશે ..આ બધી રાજવી શૈલીથી તને જીવવાની તને આદત પડી છે એ પછી કદાચ તું એફોર્ડ નહીં કરી શકે કેમ કે તારી આવક હવે પછી જે હશે તે આટલી બધી નહીં હોય …એક બેનરને લીધે તારી ઓળખ છે જે એ તારી સ્વતંત્ર નથી …તું એકલો ઉભો હોઈશ ત્યારે તને ખબર પડશે ….શ્રવણ તારી સફળતા દરેક ના નસીબમાં નથી હોતી પણ એ સફળતાની સાઈડ ઈફેક્ટ એ તારી એકલતા છે …તું એક સાથે નહીં પણ ધીરે ધીરે એમાંથી દૂર થા …પહેલા વૈકલ્પિક રસ્તો શોધી એના પર તારું સ્થાન જમાવ કે જ્યાં તું તારા લોકોથી દૂર ના હોય …અને લોકોની ભીડ થી ધીરે ધીરે દૂર થા ….નહીં તો તારું દર્દ કોઈ નહીં સમજી શકે …એક બીજી તરહની એકલતા જેને તું કદાચ નહીં સહી શકે !!!!!!
બસ આ સફળતાને તું સ્થિતપ્રજ્ઞ તરીકે થોડો સમય જીવતા શીખ ..અને ધીરે ધીરે સંકોરીને બહાર નીકળ………
શ્રવણની આંખમાં આંસુ હતા …….નિયતિ એક સ્ટેજ એક્ટર હતી અને કદાચ એનો અનુભવ કહી તેને બચાવવાનો પ્રયત્ન કરી રહી હતી ……

Advertisements

2 thoughts on “સફળતા એક અભિશાપ ..????!!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s